• Home
  • International
  • Former President General Musharraf's death sentence pardoned, High Court says Special court verdict unconstitutional

પાકિસ્તાન / લાહોર હાઈકોર્ટે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફની મોતની સજા માફ કરી, કોર્ટે કહ્યું- વિશેષ અદાલતની રચના જ ગેરબંધારણીય

Former President General Musharraf's death sentence pardoned, High Court says - Special court verdict unconstitutional

  • મુશર્રફ દ્વારા ચૂકાદા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીની સુનવણી બાદ લાહોર હાઇકોર્ટનો નિર્ણય

Divyabhaskar.com

Jan 13, 2020, 06:34 PM IST

ઈસ્લામાબાદઃ લાહોર હાઈકોર્ટે સોમવારે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની મોતની સજા માફ કરી છે. વિશેષ અદાલતે ઈમર્જન્સી લાગુ કરવાના કેસમાં 17 ડિસેમ્બરના રોજ મુશર્રફને મોતની સજા ફરમાવી હતી. કોર્ટે કહ્યું કે મુશર્રફના કેસ માટે બનાવાયેલી વિશેષ અદાલતની રચના જ ગેરબંધારણીય છે.

લાહોર હાઈકોર્ટે ભૂતપુર્વ રાષ્ટ્રપતિની મોતની સજાને માફ કરતા કહ્યું છે કે મુશર્રફ સામે ખાસ ટ્રીબ્યુનલનો ચુકાદો ગેરબંધારણીય છે. તેમની સામે નોંધવામાં આવેલ કેસ તેમ જ વિવિધ દલીલો કરવામાં આવી હતી તે ગેરકાનૂની છે. આ સાથે હાઈકોર્ટે વિશેષ અદાલતના ચુકાદાને ઉલટાવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુશર્રફના વકીલોએ વિશેષ અદાલત તરફથી મોતની સજા મળ્યા બાદ લાહોર હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદની વિશેષ અદાલતે ગત વર્ષ 17મી ડિસેમ્બરના રોજ 74 વર્ષિય પરવેઝ મુશર્રફને મોતની સજા ફરમાવી હતી. છેલ્લા છ વર્ષથી તેમની સામેના દેશદ્રોહના હાઈ પ્રોફાઈલ કેસમાં સુનાવણી ચાલતી હતી. આ કેસ વર્ષ 2013માં તે સમયના પાકિસ્તાન મુસ્લિમ લીગની નવાઝ સરકારે દાખલ કર્યો હતો. આ સાથે લાહોર હાઈકોર્ટે વિશેષ અદાલતના ચૂકાદાને ગેરબંધારણીય, અધિકારક્ષેત્રથી બહાર ગણાવ્યો હતો.

X
Former President General Musharraf's death sentence pardoned, High Court says - Special court verdict unconstitutional

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી