અફઘાનિસ્તાન / 9/11 હુમલાની 18મી વરસીએ કાબુલમાં અમેરિકન દૂતાવાસ પાસે બ્લાસ્ટ

  • આ એક પ્રકારનો રોકેટ બ્લાસ્ટ હતો, હજી સુધી કોઈ સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી
  • તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન નેતાઓ સાથે શાંતિ મંત્રણા રદ કરવાની જાહેરાત કરી હતી

Divyabhaskar.com

Sep 11, 2019, 01:03 PM IST

કાબુલ: અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ડબ્લ્યૂટીસી) પર 11 સપ્ટેમ્બર 2001માં થયેલા હુમલાની 18મી વરસી પર કાબુલમાં અમેરિકન દૂતાવાસ પાસે બુધવારે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. હજી સુધી કોઈ આતંકી સંગઠને આની જવાબદારી લીધી નથી. પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટની જગ્યાએ ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો. ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે, આ એક પ્રકારનો રોકેટ બ્લાસ્ટ હતો.

આ બ્લાસ્ટ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાલિબાન નેતાઓ સાથે શાંતિ મંત્રણા રદ કર્યાના નિર્ણય પછી કરવામાં આવ્યો છે. આ મંત્રણા 8 સપ્ટેમ્બરે કેંપ ડેવિડમાં થવાની હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ કાબુલમાં 5 સપ્ટેમ્બરે થયેલા કાર બ્લાસ્ટમાં એક અમેરિકન સૈનિક સહિત 12 લોકોના મોત પછી આ નિર્ણય લીધો હતો.

આ પહેલાં અફઘાનિસ્તાનના મૈડન વર્ધક રાજ્યમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં 7 નાગરિકોના મોત થયા હતા. આ હુમલો રવિવારે થયો હતો. અફઘાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, રાજ્યના સ્થાનિકોએ સરકારને ઘટનાની તપાસ કરવાની અપીલ કરી હતી.

9/11 હુમલામાં 2983 લોકોના મોત થયા હતા
અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેંટાગન પર થયેલા હુમલામાં 2983 લોકોના મોત થયા હતા. આ હુમલામાં અલ કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનનો હાથ માનવામાં આવે છે. જોકે મે 2011માં અમેરિકાએ ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી