પુસ્તકમાં દાવો / ટ્રમ્પ અને તેમની પત્ની વચ્ચે બધું બરાબર નથી, મેલાનિયાને ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો નથી, રાજકીય-અંગત નિર્ણયોમાં હસ્તક્ષેપ કરે છે

લંડનમાં નાટો સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મૈક્રોંને મેલાનિયા મળી ત્યારે ટ્રમ્પે અવગણના કરી.
લંડનમાં નાટો સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મૈક્રોંને મેલાનિયા મળી ત્યારે ટ્રમ્પે અવગણના કરી.

  • લાંબા સમય સુધી વ્હાઇટ હાઉસનું કવરેજ કરનાર પત્રકાર કેટ બ્રેટનના પુસ્તકમાં હેરતઅંગેજ ખુલાસા

Divyabhaskar.com

Dec 05, 2019, 03:35 AM IST

એલિઝાબેથ એગન,અમેરિકાઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમ તો કાયમ ચર્ચામાં રહે છે પણ આ વખતે તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પના કારણે ચર્ચામાં છે. અમેરિકી પ્રથમ મહિલા પર ‘ફ્રી મેલાનિયા - ધ અનઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. તેમાં અમુક એવી વાતો લખાઇ છે કે જેનાથી સનસનાટી મચી ગઇ છે. પુસ્તકમાં દાવો કરાયો છે કે મેલાનિયાને તેમના પતિ સાથે બનતું નથી. તાજેતરની ઘણી તસવીરોમાં તેવું દેખાય પણ છે. પુસ્તકની લેખિકા પત્રકાર કેટ બ્રેટન છે, જેણે લાંબા સમય સુધી વ્હાઇટ હાઉસનું કવરેજ કર્યું છે. પુસ્તકમાં જણાવાયું છે કે મેલાનિયા પોતાની જાહેર છબિ અને પ્રાઇવસી વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં છે.

જાહેરમાં પણ દેખાઇ જાય છે કે બન્ને વચ્ચે બધું બરાબર નથીઃજાહેર જીવનમાં ટ્રમ્પ-મેલાનિયાનું જે બોન્ડિંગ સામે આવ્યું છે તેનાથી લોકોને લાગે છે કે તેમની વચ્ચે બધું બરાબર નથી. મેલાનિયા જાહેરમાં ટ્રમ્પનો હાથ ક્યારેક જ પકડે છે. સામાન્ય રીતે તેમનો ચહેરો શુષ્ક રહે છે. ઘણી વાર ટ્રમ્પ છોડીને આગળ વધી ગયા અને તેઓ પાછળ રહી ગયા.

પાવરફુલ લૅડી: મેલાનિયાનો પતિ પર ખાસ્સો પ્રભાવ છે. ગત વર્ષે ટ્રમ્પે તેમના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર મીરા રિકાર્ડેલને કાઢવા પડ્યા, કેમ કે તેઓ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મેલાનિયાના સ્ટાફ સાથે બાખડ્યા હતા. મેલાનિયા ઘણી વાર પતિના નિર્ણયોને પ્રભાવિત કરે છે, પછી તે રાજકીય હોય કે સ્ટાફ મેનેજમેન્ટ અંગેના. ટ્રમ્પ સાથે દિવસમાં ઘણી વાર વાત કરે છે.
ઇવાન્કા સાથેના સંબંધો: એવું કહેવાય છે કે હાલ વ્હાઇટ હાઉસમાં બે ફર્સ્ટ લૅડી છે. એક મેલાનિયા અને બીજી ઇવાન્કા, જે ઘણી વાર પ્રવાસમાં તેના પિતા સાથે દેખાય છે. મહત્ત્વના મહેમાનો સાથે મુલાકાતમાં પણ તે હાજર હોય છે. બંને એકબીજા સાથે સારા દેખાવાનો પ્રયાસ કરે છે પણ વાસ્તવમાં તેવું છે નહીં. દરેક બાબતે અંદરખાને તેમની વચ્ચે ખેંચતાણ ચાલતી રહે છે.
અલગ બેડરૂમ શૅર કરે છે: વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને તેમનાં પત્નીના જુદા-જુદા બેડરૂમ છે. પતિ-પત્ની જુદા-જુદા બેડરૂમમાં સૂવે છે. મેલાનિયાનો ત્રીજા માળે બે રૂમનો લાંબો સ્યૂટ છે. તેઓ કપડાં પણ એવાં પહેરે છે કે જે ઘણી વાર પ્રસંગના મૂડને અનુરૂપ નથી હોતાં.

X
લંડનમાં નાટો સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મૈક્રોંને મેલાનિયા મળી ત્યારે ટ્રમ્પે અવગણના કરી.લંડનમાં નાટો સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મૈક્રોંને મેલાનિયા મળી ત્યારે ટ્રમ્પે અવગણના કરી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી