જાહેરાત / માલદીવ સાથે સંપર્ક વધારવામાં આવશે, પહેલી વખત કોચ્ચિથી માલે સુધી ફેરી બોટ ચલાવવા માટે મંજૂરી

Encouragement to increase contact with the Maldives, for the first time allowed to operate the passenger-ferry boat from Kochi

  • કોચ્ચિથી માલે વચ્ચેનું અંતર 700 કિમી, કુલ્હુધૂફુશી એટોલ થઈને માલદીવની રાજધાની પહોંચશે આ બોટ 
  •  બે દિવસના માલદીવ પ્રવાસ પર ગયા હતા મોદી, તેમને પ્રતિનિધિઓને આપવામાં આવતા સૌથી મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા 

Divyabhaskar.com

Jun 09, 2019, 12:01 PM IST

માલેઃ ભારત અને માલદીવ વચ્ચે પહેલી વખત ફેરી બોટ ચલાવવા માટે સહમતી બની છે. આ બોટ કેરળના કોચિનથી માલદીવની રાજધાની માલે સુધી(કુલ્હૂધુફુશી એટોલ થઈને)આવશે. મળતી માહિતી પ્રમાણે આવું કરવાથી બન્ને દેશોના સંબંધમાં મજબૂતાઈની સાથે સાથે પર્યટન ક્ષેત્રે પણ વધારો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માલદીવના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ભારત અને માલદીવે બોટ ચલાવવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કોચ્ચિ અને માલે વચ્ચેનું અંતર 700 કિમી છે જ્યારે કોચ્ચિથી કુલ્હૂધુફુશીના વચ્ચેનું અંતર 500 કિમી છે.

બોટ ચલાવવા અંગે મોદીએ ખુશી વ્યક્ત કરીઃ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે શનિવારે અધિકારીઓને બન્ને દેશો વચ્ચે બોટ સેવા શરુ કરવાની દિશામાં કામ આગળ વધારવા માટે કહ્યું છે. મોદીએ કહ્યું કે ભારત અને માલદીવ વચ્ચે બોટ સેવા શરૂ થવાથી ઘણો ખુશ છું. વિદેશ સચિવ વિજય ગોખલેના જણાવ્યા પ્રમાણે મોદી અને સોલિહ વચ્ચેની ચર્ચા દરમિયાન બોટ સેવા પર ચર્ચા થઈ હતી. તેમણે એવું પણ કહ્યું કે આ પહેલી વખત છે જ્યારે ભારતથી માલદીવની રાજધાની સુધી યાત્રી અને ફેરી બોટ ચલાવવામાં આવશે.

મોદીને નિશાન ઈજ્જુદ્દીન સન્માનિત કરાયાઃ બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મોદી પહેલી વિદેશ યાત્રા પર શનિવારે માલદીવ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે મોદીને નિશાન ઈજ્જુદ્દીનથી સન્માનિત કર્યા હતા. આ વિદેશી પ્રતિનિધીઓને આપવામાં આવતું માલદીવનું સૌથી મોટું સન્માન છે. મોદીએ માલદીવની સંસદ મજલિસને પણ સંબોધિ હતી.

તેમણે કહ્યું કે, આતંકવાદની સ્ટેટ સ્પોન્સશિપ સૌથી મોટો ખતરો છે. લોકો હાલ પણ ગુડ ટેરેરિઝમ અને બેડ ટેરેરિઝમનો ભેદ કરવાની ભૂલ કરી રહ્યા છે. હવે હદ થઈ રહી છે. આતંકવાદના પડકાર સામે લડવા તમામ માનવતાવાદી શક્તિઓને એકજૂથ થવું જરૂરી છે.

X
Encouragement to increase contact with the Maldives, for the first time allowed to operate the passenger-ferry boat from Kochi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી