બ્રિટન / પ્રિન્સ હેરી અને મેગનના શાહી વારસો છોડવાના મુદ્દે મહારાણીએ ઇમરજન્સી બેઠક બોલાવી, મેગન ફોનલાઇનથી જોડાશે

મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલ, ફાઇલ
મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલ, ફાઇલ

  • મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલ, ફાઇલ
  • મહારાણી એલિઝાબેથ-IIએ પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમને બેઠક માટે બોલાવ્યા છે
  • પ્રિન્સ હેરી અને પત્ની મેગને બુધવારે શાહી વારસો છોડવાની જાહેરાત કરી હતી

Divyabhaskar.com

Jan 12, 2020, 08:49 PM IST

લંડન: બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતિયએ સોમવારે શાહી પરિવારને તેમના ખાનગી આવાસ સૈન્ડ્રિંઘમ એસ્ટેટમાં ઇમરજન્સી બેઠક માટે બોલાવ્યા છે. તેમાં પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલના શાહી વારસાને છોડવાના નિર્ણય વિશે પહેલી વખત વાત થશે. તે સિવાય બન્નેની ભવિષ્યની જવાબદારીઓ ને લઇને પણ ચર્ચા થશે. બુધવારે આ શાહી યુગલે વારસો છોડવાનો નિર્ણય જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ પ્રિન્સ હેરી(ડ્યૂક ઓફ સસેક્સ), તેમના ભાઇ વિલિયમ(ડ્યૂક ઓફ કેમ્બ્રિજ) અને તેમના પિતા ચાર્લ્સ(પ્રિન્સ ઓફ ચાર્લ્સ) ને આ બેઠકમાં બોલાવ્યા છે. મેગન મર્કેલ અત્યારે કેનેડામાં છે તેથી તેઓ ફોનલાઇન મારફતે આ બેઠકમાં સામેલ થશે. યુગલના નિર્ણય બાદ આ પહેલી વખત હશે જ્યારે મહારાણીની ઉપસ્થિતિમાં શાહી પરિવાર આ મુદ્દે વાતચીત કરશે.

પ્રિન્સ હેરીના નિર્ણયથી મહારાણી એલિઝાબેથ અને ભાઇ વિલિયમ નારાજ- રિપોર્ટ
રિપોર્ટ્સ પ્રમાણે, પ્રિન્સ હેરી-મેગને આ મુદ્દે શાહી પરિવારના કોઇ સભ્ય સાથે ચર્ચા કરી ન હતી. તેમના આ નિર્ણય પર મહારાણી તરફથી નારાજગીના પણ સમાચાર છે. બીજી તરફ ભાઇ વિલિયમ પણ આ નિર્ણયથી નારાજ હોવાના રિપોર્ટ્સ છે.

બેઠકમાં દંપત્તિના ભવિષ્યને લઇને તૈયાર પ્રસ્તાવો પર વાત થશે
રિપોર્ટ્સ પ્રમાણે આશા છે કે વાતચીત દ્વારા હેરી અને મેગનના શાહી પરિવાર સાથેના સંબંધોમાં નવો વળાંક આવશે કારણ કે મહારાણી તાત્કાલિક આ મામલાનું નિરાકરણ લાવવા ઇચ્છે છે. પરંતુ અત્યારે વાતચીતના રસ્તામાં ઘણી અડચણ આવી શકે છે. બેઠકમાં પ્રિન્સ હેરી અને મેગનને લઇને મહેલ, બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ અને કેનેડા સરકાર દ્વારા મળીને તૈયાર કરાયેલા પ્રસ્તાવો પર વાતચીત થઇ શકે છે. આ યુગલ ભવિષ્યમાં કેવી રીતે તેમના લક્ષ્યોને પૂરા કરશે તેના પર પણ વિચાર કરવામાં આવશે. આ પહેલા દંપત્તિએ કહ્યું હતું કે તેઓ નવા સસેક્સ રોયલ ચેરિટી દ્વારા ધર્મદાનના કાર્યો ચાલુ રાખશે. તેમણે ગત વર્ષે જૂનમાં ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ફાઉન્ડેશનથી અલગ થઇને તેની સ્થાપના કરી હતી.

X
મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલ, ફાઇલમહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલ, ફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી