તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિએ ભાષણ પહેલા જ સેલ્ફી લીધી, કહ્યું- લોકો મારી સ્પીચથી વધુ તસ્વીરને જોશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાઈબ બુકેલે જૂનમાં અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ બન્યા, ટ્વિટર પર તેમના 11 લાખ ફોલોઅર
  • બુકેલે બુધવારે પ્રથમ વાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી

ન્યુયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર સભા(UNGA)માં ગુરૂવારે એક રોચક નજારો જોવા મળ્યો. અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ નાઈબ બુકેલે તેમનું પ્રથમ ભાષણ શરૂ કરવાના હતા. એ પહેલા તેમણે સ્માર્ટફોન કાઢીને કહ્યું કે તમને એક સેકન્ડ ધીરજ રાખવાનું નિવેદન કરું છું. બાદમાં બુકેલે યુએનના મંચ પર સેલ્ફી લીધી અને તેને  ટ્વિટર પર શેર પણ કરી. ટ્વિટર પર તેમના 11 લાખ ફોલોઅર છે.


બુકેલે વિશ્વિક નેતાઓને મજાકમાં કહ્યું કે મારા ભાષણથી વધુ તો લોકો આ સેલ્ફીને જોશે. આશા રાખું છું કે મેં સારી તસ્વીર લીધી છે. તેમણે યુએનની વાર્ષિક બેઠકને વીડિયો કોન્ફોરન્સિંગથી કરવાની શકયતા પર ભાર આપતા કહ્યું કે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીર, સભામાં આપેલા ભાષણ કરતા પણ વધુ અસરદાર હોય છે.

ટ્વિટરનો ઉપયોગ અમેરિકાની સાથે ચાલવામાં ઉપયોગી


અલ સલ્વાડોર મધ્ય અમેરિકાનો નાનો દેશે છે. બુકેલે જૂનમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. બુધવારે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રથમ મુલાકાત કરી હતી. બાદમાં અમેરિકાને એક સારું મિત્ર અને સહયોગ પણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આશા રાખું છે કે આ મુલાકાતથી અમારા સબંધો મજબૂત થશે. હું અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ શાંત સ્વભાવના છે. અમે બંને ટ્વિટરનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ, આ કારણે અમે સાથે આગળ વધી શકીએ છીએ.