અમેરિકા / એક મહિના પછી ફરી ટ્રમ્પનો યુ-ટર્ન, કહ્યું- કિમનો શાનદાર પત્ર મળ્યો, ત્રીજી વખત વાતચીત શક્ય

Donald Trump says he received beautiful letter from North Korea's Kim Jong Un

  • એક મહિના પહેલાં નોર્થ કોરિયાના મિસાઈલ ટેસ્ટ વિશે ટ્રમ્પે કહ્યું હતું કિમ વાતચીત કરવા નથી માગતા
  • મિસાઈલ ટેસ્ટ પછી અમેરિકાએ નોર્થ કોરિયાનું એક કાર્ગો શિપ તેમના કબજામાં લીધું હતું

Divyabhaskar.com

Jun 12, 2019, 10:27 AM IST

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો એક શાનદાર પત્ર મળ્યો છે. આ પત્રના કારણે તેમણે ફરી એક વાર નોર્થ કોરિયા સાથે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે એક મહિના પહેલાં જ નોર્થ કોરિયાના મિસાઈલ ટેસ્ટ પછી ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કિમ વાતચીત કરવા માંગતા નથી.

હકીકતમાં ગયા મહિને નોર્થ કોરિયાએ લાંબા અંતરની મિસાઈલનો ટેસ્ટ કર્યો હતો. આ દરમિયાન કિમ જાતે પરિક્ષણ જોવા માટે હાજર રહ્યા હતા. અમેરિકા અને દક્ષિણ કોરિયાએ આ ટેસ્ટની પુષ્ટિ પણ કરી હતી. જોકે ટ્રમ્પે તે ઘટના ક્રમને નજર અંદાજ કરીને કહ્યું હતું કે, કિમ તેમની વાત પર અડગ છે અને મારા માટે તે વધારે મહત્વનું છે.

ત્રીજી મુલાકાત માટે સમય યોગ્ય હોવો જોઈએ: અમેરિકન રાષ્ટ્રપતિએ એ નથી જણાવ્યું કે, કિમે પત્રમાં શું લખ્યું છે. પરંતુ તેમણે ત્રીજીવાર તાનાશાહ કિમ સાથે વાતચીતમાં રસ દાખવ્યો છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે, મુલાકાત ત્રીજી વખત પણ થઈ શકે છે પરંતુ તે માટે યોગ્ય સમય હોવો જોઈએ. નોર્થ કોરિયા તૈયાર થયા પછી અમે પણ તૈયાર થઈશું. માનવામાં આવે છે કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટન પણ બંને નેતાઓની ત્રીજી સમિટના સમર્થનમાં છે.

અમેરિકાને ગેંગસ્ટર કહી ચૂક્યું છે નોર્થ કોરિયા: નોર્થ કોરિયા તરફથી મિસાઈલ ટેસ્ટ કરવામાં આવ્યા પછી અમેરિકાએ આર્થિક પ્રતિબંધોની વાત કરીને તેમનું એક કાર્ગો શિપ જપ્ત કરી લીધું હતું. આ વિશે નોર્થ કોરિયાએ અમેરિકાને ગેંગસ્ટર કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રને લખેલા એક પત્રમાં કિમ પ્રશાસને કહ્યું હતું કે, યુએન સેક્રેટરી જનરલ અમેરિકન દાદાગીરીનો મુદ્દો તેમના સ્ટેજ પરથી ઉભો કરે.

X
Donald Trump says he received beautiful letter from North Korea's Kim Jong Un
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી