અમેરિકા / રક્ષા વિભાગના વકીલ રહેલા ભારતવંશી અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનાર પ્રથમ ભારતીય હશે

Anurag Singhal, an Indian defense attorney, will be the first Indian to become Florida judge

  • વ્હાઈટ હાઉસે સિંઘલ સહિત 17 જજના નામ સેનેટ કમિટીને મોકલ્યા
  • બુધવારે આ બાબતે નિર્ણય કરવામાં આવશે
  • ટ્રમ્પે અગાઉ કેલિફોર્નિયામાં ફેડરલ જજ માટે ભારતીય મૂળના અર્ટાર્ની શિરીન મેથ્યુઝનું નામાંકન કર્યું હતું

Divyabhaskar.com

Sep 10, 2019, 01:00 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાના 54 વર્ષીય ભારતવંશી અનુરાગ સિંઘલનું ફેડરલ જજ તરીકે નામાંકન કર્યું છે. વ્હાઈટ હાઉસ તરફથી સેનેટને મોકલવામાં આવેલા 17 જજમાં તેમનું નામ પણ સામેલ છે. સેનેટની મુહર લાગ્યા બાદ સિંઘલ ફ્લોરિડાના જજ બનનાર પ્રથમ ભારતીય હશે. તે જેમ્સ આઈ. કોહ્નનું સ્થાન લેશે.

જ્યુડિશિયરી કમિટી બુધવારે જજના નામ પર નિર્ણય કરશે

સિંઘલ ફ્લોરિડામાં આ પદ માટે નામાંકન મેળવનાર પ્રથમ જજ છે. સીનેટની જ્યુડિશિયરી કમેટી દ્વારા જજના નામની પુષ્ટિ બુધવારે થનારી છે. તે 2011થી ફ્લોરિડામાં 17મી સર્કિટ કોર્ટમાં કાર્યરત છે.

સિંઘલે રાઈસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે વેક ફોરેસ્ટ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. કરિયરની શરૂઆતમાં સિંઘલે રાજય અટર્નિ ઓફિસમાં પ્રોસિક્યુટર તરીકે કામ કર્યું હતું.

સિંઘલના માત-પિતા 1960માં અમેરિકા ગયા હતા

સિંઘલ દસકા સુધી રક્ષા વિભાગના વકીલ પણ રહ્યાં હતા. તેમના માતા-પિતા 1960માં અમેરિકા આવ્યા હતા. તેમના પિતા અલીગઢના હતા અને તે સાયન્ટિસ્ટ હતા. જયારે માતા દેહરાદૂનના હતા.

અગાઉ ટ્રમ્પે કેલિફોર્નિયામાં અમેરિકાની ડિસ્ટ્રિકટ કોર્ટ માટે ફેડરલ જજ પદ પર ભારતીય મૂળના અમેરિકાના અર્ટોર્ની શિરીન મેથ્યુજને નિયુક્ત કર્યા હતા. એશિયાઈ-અમેરિકી સંસ્થા નેશનલ એશિયન પેસેફિક અમેરિકન બાર એસોસિયેશને તેના માટે ટ્રમ્પની પ્રશંસા કરી હતી.

એનએપીએબીએ કહ્યું હતું કે જો તેમના નામ પર સહમતિ બને છે તો તે એશિયા-પેસેફિક ક્ષેત્રની પ્રથમ મહિલા હશે, જે આ પદ પર આવશે. આ સિવાય તે પ્રથમ ભારતીય-અમેરિકન હશે જે આર્ટિકલ થર્ડ ફેડરલ જજ બનશે.

X
Anurag Singhal, an Indian defense attorney, will be the first Indian to become Florida judge
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી