તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Donald Trump Claims Without Proof General Qassem Soleimani Was Planning To Target 4 US Embassies News And Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પના દાવાથી ઉલટું રક્ષા મંત્રીએ કહ્યું- તેના પુરાવા નથી કે ઈરાન અમારા 4 દૂતાવાસોને નિશાન બનાવવાનું હતું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- સુલેમાની કદાચ બગદાદમાં આવેલી અમેરિકન એમ્બેસી પર હુમલો કરવાનો હતો
 • યુએન ચાર્ટરના આર્ટિકલ-51 અંતર્ગત કોઈ પણ દેશે અન્ય દેશ પર કાર્યવાહી કરતા પહેલાં તેનું કારણ દર્શાવવાનું હોય છે
 • ટ્રમ્પના આ દાવા પર ડેમોક્રેટ્સને વિશ્વાસ નથી, કહ્યું- જનરલ સુલેમાનીને જોખમ ગણાવનાર પુરાવા હજી સુધી સામે નથી આવ્યા
 • ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતું કે જનરલ સુલેમાની પશ્વિમ એશિયામાં સ્થિત દૂતાવાસોને નિશાન બનાવવાનો હતો
 • રક્ષામંત્રી એસ્પરે કહ્યું- મારી પાસે એવો કોઇ પુરાવો નથી આવ્યો જેમાં 4 દૂતાવાસો પર હુમલાની વાત હોય

વોશિન્ગટન: અમેરિકાએ જનરલ સુલેમાનીની હત્યાના જે કારણો જણાવ્યા તેના પક્ષમાં એક પણ પુરાવો રજૂ નથી કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલા કોઇ પણ પ્રકારના પુરાવા વિના દાવો કર્યો હતો કે જનરલ સુલેમાની બગદાદ સ્થિત દૂતાવાસ સાથે પશ્વિમ એશિયામાં 4 દૂતાવાસોને નિશાન બનાવવાનો હતો. જોકે હવે અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પરે જ ટ્રમ્પના આ દાવાઓની ખરાઈ કરવાનો ઇનકાર કર્યો છે. એસ્પરે રવિવારે એક ચેલનને કહ્યું- મારી સામે ચાર દૂતાવાસો પર હુમલાની કોઇ વાત સામે નથી આવી. તે અંગેના કોઇ પુરાવા નથી. જોકે તેમણે રાષ્ટ્રપતિના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે ટ્રમ્પની જેમ મને પણ લાગતું હતું કે તે અમારા દૂતાવાસોને નિશાન બનાવશે. કારણ કે તેઓ કોઇ પણ દેશમાં અમારી તાકાત જોવા માંગે છે. 

શું કહ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુંકે, ઈરાની કમાન્ડર જનરલ કાસીમ સુલેમાની અમેરિકાની ચાર એમ્બેસીને ટાર્ગેટ કરવાની હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે તેઓ ચાર એમ્બેસી પર હુમલાનું કાવતરુ ઘડી રહ્યા હતા. કદાચ તેઓ બગદાદમાં આવેલીએ એમ્બેસી ઉપર જ હુમલો કરવાના હતા. જોકે સુલેમાનીની હત્યાના એક સપ્તાહ પછી ટ્રમ્પે આ દાવો કોઈ પણ પુરાવા વગર અથવા અન્ય માહિતી આપ્યા વગર કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના આર્ટિકલ-51 પ્રમાણે કોઈપણ દેશે અન્ય દેશ પર કાર્યવાહી  કર્યા પછી પોતાના પક્ષમાં પુરાવા રજૂ કરવાના હોય છે. અમેરિકન પ્રશાસન અત્યાર સુધી જનરલ સુલેમાનીને મારવાના ચોક્કસ કારણો રજૂ કરી શક્યા નથી.જનરલ સુલેમાનીની હત્યા પછી વિદેશ મંત્રી પોમ્પિયોએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જનરલ સુલેમાની પશ્ચિમી એશિયા વિસ્તારમાં અમેરિકન ઓફિસર્સને ટાર્ગેટ કરવાના હતા. પરંતુ તેમણે આ વિશે વધુ કોઈ માહિતી આપી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, સુલેમાની કેવી રીતે જોખમ હતો, ત્યારે પોમ્પિયોએ વાત ડિસેમ્બરમાં વિદ્રોહીઓના હુમલામાં મારવામાં આવેલા અમેરિકન કોન્ટ્રાક્ટર તરફ વાળી દીધી હતી.અમેરિકાએ 3 જાન્યુઆરીએ ઈરાનની કુર્દસ સેનાના જનરલ કાસમી સુલેમાનીને મારી નાખ્યો છે. ત્યારપછી ઈરાને અમેરિકા પર બદલો લેવાની ધમકી આપી હતી. 7 જાન્યુઆરીએ ઈરાને અમેરિકાના બે બેઝ પર 22 મિસાલઈ છોડી હતી. તેમાં 80 અમેરિકન સૈનિકો મારવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો