તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘વિદ્યાર્થીઓને પેનડ્રાઇવમાં કોર્સ પહોંચાડી રહ્યા છે, મલ્ટિપ્લેક્સ 6 મહિનામાં શરૂ થશે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક - ફાઇલ તસવીર - Divya Bhaskar
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક - ફાઇલ તસવીર
  • કાશ્મીરમાં કલમ 370માં ફેરફારના 54 દિવસ પછી રાજ્યપાલ મલિકનો ઇન્ટરવ્યૂ

જમ્મુ કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને બદલવા અને કલમ 35એ રદ થયે 54 દિવસ પૂરા થયા. ત્યાં હવે સ્થિતિ કેવી છે અને આવનારા સમયમાં શું થશે, એ જાણવા માટે ભાસ્કરે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી. વાંચો ભાસ્કરના પવન જોશી સાથે થયેલી આ વાતચીતના મુખ્ય અંશ-

પ્રશ્ન: જમ્મુ-કાશ્મીરમાં હવે કેવું પરિવર્તન આવ્યું છે?
મલિક
: લગભગ છેલ્લા 54 દિવસનો રેકોર્ડ એ છે કે અહીં એક પણ ગોળી ચાલી નથી, કોઇનું મોત પણ થયું નથી. આવું 70 વર્ષમાં પહેલી વખત થયું છે. ગત વખતે બુરહાન વાનીના મોત દરમિયાન અહીં 110 લોકો માર્યા ગયા હતા. 4 મહિના સુધી બધું બંધ રહ્યું હતું. સફરજનથી ભરેલા 1100 ટ્રક હવે રોજ વેચાણ માટે જઇ રહ્યા છે. પ્રથમ વખત નાફેડે અત્યાર સુધી 8800 કરોડ રૂપિયાના સફરજન ખરીદ્યા છે. તમામ સરકારી હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ છે. અત્યાર સુધી હોસ્પિટલોમાં 70000 ઓપરેશન થઇ ગયા છે. એક લાખથી વધુ ઓપીડી થઈ ગઇ છે. સ્કૂલોમાં સુરક્ષા કારણોથી અત્યારે બાળકો નથી આવી રહ્યા. અમે પેનડ્રાઇવમાં સિલેબસ બાળકોના ઘરે પહોંચાડી રહ્યા છે. તમામ સ્કૂલોમાં નિર્ધારિત સમયે જ પરિક્ષા થશે.

પ્રશ્ન: તમે કહ્યું હતું કે અહીં બાળકો તણાવમાં જીવે છે, કલમ 370 હટાવ્યા પછી શું તફાવત જુઓ છો?
મલિક
: અહીંના બાળકોમાં રમત પ્રત્યે બહુ રસ છે. અમે તણાવ ખતમ કરવા માટે રમતની ગતિવિધિઓ વધાવી રહ્યા છે. રાઇઝિંગ કાશ્મીર નામની સંસ્થાને અમે ચાર કરોડ રૂપિયાની મદદ કરી છે. હું બે ઘટના કહું છું, પહેલી અહીંના યુવાઓમાં ફૂટબોલ પ્રત્યે બહુ ક્રેઝ છે. અહીં એક મેચ થઇ હતી. જેને જોવા માટે 25000 યુવાઓ પહોંચ્યા હતા. બીજી ઘટના અહીંના એક યુવાનની આઇપીએલમાં પસંદગી થઇ, તેને શુભેચ્છા આપવા માટે ક્રિકેટરના ઘરે 15000 લોકો પહોંચી ગયા. અમે રમતનું બજેટ વધારવાનું કહ્યું છે. 6 સ્ટેડિયમ અને બે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ તૈયાર થઇ ગયા છે. અહીં એક જુનું થિયેટર હતું. જેને આતંકીઓએ સળગાવીને નષ્ટ કરી નાંખ્યું હતું. તે સિનેમા માલિકને અમે કહ્યું છે કે તે એને ફરી બનાવે, સુરક્ષાની ગેરંટી અમે આપીશું. બે મલ્ટિપ્લેક્સ 6 મહિનામાં તૈયાર 
થઇ જશે.

પ્રશ્ન: અહીં 50000 યુવાઓને નોકરી આપવાની વાત થઇ હતી?
મલિક: અમે 50 હજાર નહીં પણ 69 હજાર લોકોને સરકારી નોકરી આપીશું. આગામી 3 મહિનામાં એ આપી દેશું. અહીં સરકારી વિભાગોમાં 69 હજાર ખાલી જગ્યા પડી છે. દરેક ગામમાંથી સરકારી નોકરી માટે 5 યુવાઓની પસંદગી કરવાની યોજના છે. તમામ 69 પદ પર સ્થાનિક યુવાઓની જ ભરતી કરાશે.