UNHRC / જેનેવામાં ભારતનો ધારદાર જવાબ- દુનિયાને ખબર છે કે આ જુઠ્ઠાણું આતંકવાદના ગઢમાંથી આવ્યું છે

UNHRCમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો જવાબ આપી રહેલાં વિદેશ મંત્રાલયના સેક્રેટરી(પૂર્વ), વિજય સિંઘ ઠાકુર
UNHRCમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો જવાબ આપી રહેલાં વિદેશ મંત્રાલયના સેક્રેટરી(પૂર્વ), વિજય સિંઘ ઠાકુર
Crop. Kashmir issue raised at UNHRC today, India will respond to allegations of human rights violations

  • સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)નું 42મું સત્ર 9થી 27 સપ્ટેમ્બર સુધી ચાલશે
  • ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ હાઈ કમિશનર અજય બિસારિયા અને વિજય સિંઘ ઠાકુર કરી રહ્યાં છે

Divyabhaskar.com

Sep 10, 2019, 08:10 PM IST

જેનેવા: ભારત અને પાકિસ્તાન મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)ના 42માં સત્રમાં આમને-સામને છે. પાકિસ્તાને અહીં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. અહીં જેનેવામાં પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ સ્વીકાર્યું છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનો હિસ્સો છે. પાકિસ્તાનના બફાટનો જવાબ આપતા વિજય ઠાકુર સિંઘે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે આ કાશ્મીરનું જુઠ્ઠાણું આતંકવાદના ગઢમાંથી ફેલાવવામાં આવી રહ્યું છે.

કાશ્મીરનો નિર્ણય સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક વિષય છે- વિજય ઠાકુર સિંઘ

જેનેવામાં UNHRC હેડક્વાર્ટરમાં સંબોધન કરતા વિદેશ મંત્રાલય તરફથી વિજય સિઘ ઠાકુર કહ્યું- આર્ટિકલ 370 અંગેનો નિર્ણય અમારી સંસદ દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. કોઇ પણ દેશ તેના આંતરિક વિષયમાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ સહન નહિ કરે, અને ભારત તો ક્યારેય નહિ કરે. કાશ્મીરમાં મૂળભુત સેવાઓ ધીમે ધીમે શરુ કરવામાં આવી છે. અમારી સરકાર ન્યાય અને સામાજિક વિકાસના કાર્યો માટે પ્રગતિશીલ નીતિઓ નિર્ધારિત કરીને મક્કમ પગલા લઇ રહી છે. પાકિસ્તાન સીમા પારના આતંકવાદને ડિપ્લોમસીના એક વિકલ્પ તરીકે વાપરે છે.


NRC પર ભારતે આપ્યો જવાબ

NRC મુદ્દા પર બોલતા વિજય સિંઘ ઠાકુરે કહ્યું હતું કે એનઆરસી એક પારદર્શક અને ભેદભાવ રહિત કાયદાકીય પ્રક્રિયા છે જે ભારતની સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ચાલે છે. તેના વિશે જે કંઇ પણ નિર્ણયો લેવામાં આવશે તે ભારતના કાયદા અને લોકતાંત્રિક પરંપરાઓના આધારે લેવામાં આવશે.

પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ માંગણી કરી હતી કે, યુએનએ જમ્મુ-કાશ્મીરમાં ભારતની કાર્યવાહીની તપાસ કરવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું છે કે, ભારત દુનિયાને એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, કાશ્મીરમાં જીવન સામાન્ય સ્તર પર આવી ગયું છે. જો આવું થયું છે તો આંતરરાષ્ટ્રીય મીડિયા, સંસ્થાઓ અને એનજીઓને ભારત તેમના રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કેમ નથી જવા દેતા? તેમને કેમ સત્ય વાત જણાવવામાં આવતી નથી. કારણકે તે લોકો જુઠ્ઠુ બોલી રહ્યા છે. એક વાર કર્ફ્યુ પૂરો થશે તો દુનિયાને હકીકત ખબર પડશે.

બીજી બાજુ ભારત પણ બલુચિસ્તાનમાં માનવઅધિકારોના ઉલ્લંઘન વિશે મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયા અને વિદેશ મંત્રાલયમાં પૂર્વ સચિવ વિજય ઠાકુર સિંઘ કરી રહ્યાં છે.

અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કવડાશ આવી ગઈ છે. આ દરમિયાન પાકિસ્તાને રાજકિય સંબંધોમાં ઘટાડો કરવા સહિત ઘણાં ભારત વિરોધી નિર્ણયો લીધા છે. પાકિસ્તાને બિસારિયાને દિલ્હી પરત મોકલી દીધા છે. ભારતીય પ્રતિનિધિમંડળ કાશ્મીરમાં માનવધિકારનું ઉલ્લંઘનના આરોપો વિશે જવાબ આપશે. પ્રતિનિધિમંડળે જેનેવામાં UNHRCની અધ્યક્ષ મિશેલ બેસ્ટલ સાથે મુલાકાત કરી હતી. તેમણે અનુચ્છેદ 370 ખતમ થયા પછીથી કાશ્મીરની સ્થિતિ વિશેની માહિતી આપી હતી.

કાર્યકર્તાઓએ જેનેવામાં પાકિસ્તાન વિરુદ્ધ પોસ્ટર્સ લગાવ્યા
જેનેવામાં યુએન ઓફિસ બહાર બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં માનવધિકારનું ઉલ્લંઘન દર્શાવતા પોસ્ટર્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા છે. બલૂચ માનવધિકાર પરિષદે આ મુદ્દે આતંરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કરવા માટે બલૂચિસ્તાન રાજ્યમાં રાજકીય કાર્યકર્તાઓની હત્યાઓ, મુશ્કેલીઓ અને અપહરણ મુદ્દાને જાહેર કરતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

નેતાઓની અટકાયત કરવી ગંભીર મુદ્દો: બેસ્લેટ
મિશેલ બેસ્લેટે કહ્યું હતું કે, કાશ્મીરમાં સ્થાનિક નાગરિકો માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે આ ગંભીર મુદ્દો છે. તે ભારત સરકાર અને પાકિસ્તાનને અરજી કરે છે કે, તેઓ લોકોના માનવધિકારનું સન્માન કરે. બેસ્લેટે કહ્યું, ભારતમાંથી કર્ફ્યુ અને બંધમાં ઢીલ આપવી જોઈએ અને લોકોને મૂળભૂત સામાન ઉપલબ્ધ કરાવવો જોઈએ. નજરબંધ કરવામાં આવેલા નેતાઓને તેમના અધિકાર મળવા જોઈએ. કાશ્મીરમાં લોકોને તેમના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. મને નિયંત્રણ રેખાની બંને બાજુથી માનવધિકાર ઉલ્લંઘનના રિપોર્ટ મળતા રહ્યા છે.

47 દેશ માનવધિકાર પરિષદના સભ્ય
સંયુક્ત રાષ્ટ્રના માનવધિકાર પરિષદના 47 દેશો સભ્ય છે. તેમાં ભારત, પાકિસ્તાન સાથે ચીન પણ સામેલ છે. પાકિસ્તાનના માનવધિકાર હનનનો પ્રસ્તાવ ખતમ કરવા માટે ભારતને મહત્તમ દેશોના સમર્થનની જરૂર હશે. જોકે કેન્દ્ર સરકારે જ્યારથી જમ્મુ-કાશ્મીર અનુચ્છેદ 370 હટાવી છે ત્યારથી પાકિસ્તાન આ મુદ્દાને ઘણાં આંતરરાષ્ટ્રીય મંચ પર લાવતુ રહ્યું છે. પરંતુ પાકિસ્તાનને ક્યાંય સફળતા નથી મળી.

X
UNHRCમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો જવાબ આપી રહેલાં વિદેશ મંત્રાલયના સેક્રેટરી(પૂર્વ), વિજય સિંઘ ઠાકુરUNHRCમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો જવાબ આપી રહેલાં વિદેશ મંત્રાલયના સેક્રેટરી(પૂર્વ), વિજય સિંઘ ઠાકુર
Crop. Kashmir issue raised at UNHRC today, India will respond to allegations of human rights violations
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી