તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂયોર્ક/લંડન: કોરોના વાઈરસ મહામારી 120 દેશોમાં ફેલાઈ ચૂકી છે અને તેની અસર સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે. અમેરિકા, યુકે અને યુરોપીય દેશોમા અમીરો તેનાથી બચવા માટે પ્રાઈવેટ જેટ, બંકર અથવા અંડર ગ્રાઉન્ડ શેલ્ટર હોમ બુક કરાવી રહ્યા છે. જેથી સંકટ વધતા તેઓ પોતાની જાતને દુનિયાથી અલગ કરી શકે. અમુક લોકોએ તો તે માટે પોતાના સ્પેશિયલ જેટને તૈયાર રાખવા કહ્યું છે. જેથી તેઓ સરળતાથી તે જગ્યાઓ માટે ઉડાન ભરી શકે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ અમીરોએ તેમના જેટમાં સારવાર માટે પર્સનલ ડોક્ટર્સ અને નર્સને પણ રાખવાની તૈયારી કરી છે જેથી તેમના પરિવારના સભ્યોને આ ઈન્ફેક્શન ન લાગે અને તેઓ સારવાર લઈ શકે. તે માટે તેઓ હાર્લે સ્ટ્રીટ લંડન સહિત સમગ્ર દુનિયાના ડોક્ટર્સના સંપર્કમાં છે. તે સાથે જ તેઓ અંગત કોરોના વાઈરસના ટેસ્ટની પણ માંગણી કરી રહ્યા છે.
પ્રાઈવેટ કોરોના વાઈરસ ટેસ્ટની માંગણી કરી રહ્યા છે
લંડન સ્થિત હાર્લે સ્ટ્રીટના એક પ્રાઈવેટ ક્લીનિકના ચીફ એક્ઝીક્યુટીવ અને મેડિકલ ડાયરેક્ટર માર્ક અલીએ જણાવ્યું કે, દુનિયાના અમીર લોકો તરફથી અમારી પાસે આવી માંગણી આવી રહી છે. તેઓ અમારી પાસેથી પ્રાઈવેટ ટેસ્ટની માંગણી કરી રહ્યા છે. આ પ્રકારના ટેસ્ટ કરવા અમારા માટે શક્ય નથી. કારણકે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે કે દરેક ટેસ્ટ એનએચએસ અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જ કરવામાં આવશે. હાર્લે સ્ટ્રીટ ક્લીનિકમાં આવેલા અન્ય એક ક્લીનિકના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, આવા દર્દીઓ માટે બીજા દેશોમાંથી પ્રાઈવેટ કોરોના વાઈરસ ટેસ્ટ કરવામાં આવી શકે છે અથવા તેમના નમૂના ટેસ્ટ માટે અન્ય દેશમાં મોકલવામાં આવી શકે છે. બીજી બાજુ અલીએ જણાવ્યું કે તેમના ક્લાઈન્ટ કોવિડ-19 વેક્સીન માટે પણ કહી રહ્યા છે. જોકે તેઓ જાણે છે કે, વેક્સીનને બનવામાં હજી એક વર્ષ કરતા વધારે સમય થઈ શકે છે.
પ્રાઈવેટ જેટનું બુકિંગ વધ્યું
પ્રાઈવેટ એરપોર્ટ લોન્જ ઈચ્છે છે અમુક અમીર
અરબપતિઓ માટે પ્રાઈવેટ જેટની વ્યવસ્થા કરનાર કંપની ક્વેંટસેંસઅલીએ જણાવ્યું છે કે, જે લોકો પ્રાઈવેટ જેટનો ખર્ચ નથી ઉપાડી શકતા તેઓ પ્રાઈવેટ એરપોર્ટ લોન્જમાં રહેવા માટે કરાર કરવા ઈચ્છે છે. ક્વેંટસેંસઅલીએ જણાવ્યું છે કે, તેમના એક સભ્યએ પોતાના ઘરને મિલેટ્રી સ્ટાઈલ બંકરમાં ફેરવી દીધું છે. કોઈ પણ વ્યક્તિ તેમના આ ઘરમાં ત્યાં સુધી ન જઈ શકે જ્યાં સુધી તે સંપૂર્ણ માહિતી ન આપી શકે.
બંકર અને અંડરગ્રાઉન્ડના શેલ્ટર માટે પૂછપરછ વધી
કેલિફોર્નિયામાં આવેલા અંડર ગ્રાઉન્ડ કંન્સ્ટ્રક્શન કરનારી કંપની વિવોસ ગ્રૂપે જણાવ્યું કે, તેમને છેલ્લા એક સપ્તાહથી બંકર અને અંડરગ્રાઉન્ડ શેલ્ટરને ખરીદવા માટે ફોન અને ઈમેલ આવી રહ્યા છે. વિવોસે અમેરિકાના સાઉથ ડિકોટામાં બીજા વિશ્વ યુદ્ધ પછી 575 કોંક્રિટના બંકર બનાવ્યા હતા. એક બંકરમાં 80 લોકો રહી શકે છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.