તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોશિંગ્ટન: વિશ્વમાં કોરોના વાઈસના પોઝિટિવ કેસ 1.48 લાખ થઈ ગયા છે. શનિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં મૃત્યુઆંક 5544 થઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ કોરોવા વાઈરસમાં પોઝિટિવ આવેલા ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી પીટર ડટનને મળી હતી, આથી ઈવાન્કા ઘરેથી કામ કરી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસના વધતા કેસ પછી અમેરિકામાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. દરેક રાજ્યોને તાત્કાલીક ચોક્કસ ઉપાય કરવાનું કહેવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, હું ઓફિશિયલ રીતે દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરુ છું. આ ઉપરાંત અમેરિકન રાજ્યોમાં કોરોના વાઈરસની મહામારીને ટક્કર આપવા માટે ટ્રમ્પ પ્રશાસને રાજ્ય સરકારને 50 અબજ ડોલરનું ફંડ આપ્યું છે.
5.40 PM : સ્પેનમાં એકજ દિવસમાં 1500 નવા કેસ નોંઘાયા, કુલ પોઝિટિવ કેસ 5700 થયા.
5.26 PM : હોંગકોંગમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ 140 થયા.
04:05 મેક્સિકો અમેરિકા સાથે જોડાયેલી સરહદ બ્લોક કરી શકે છે
મેક્સિકો પોતાને ત્યાં કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે ઉત્તરની બાજુ આવેલી સરહદને બ્લોક કરવા વિચારણા કરી રહ્યું છે. તેની સરહદ અમેરિકા સાથે જોડાયેલી છે અને અમેરિકામાં 1,800થી વધારે લોકો સંક્રમણને લીધે મૃત્યુ પામ્યા છે. મેક્સિકોમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમણના 16 કેસ નોંધાયા છે. આરોગ્ય પ્રધાન હુગો-લોપેઝ-ગેટેલે જણાવ્યું હતુ કે અમેરિકા તરફથી તેને કોરોનાને લઈ ડર છે.
1:31 પીએમ મોદીએ SAARC દેશોને એકજૂટ થવા કરેલી અપીલનો પાકિસ્તાને સકારાત્મક પ્રતિસાદ આપ્યો
પાકિસ્તાને કહ્યું છે કે ઝડપભેર ફેલાઈ રહેલા કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી સૂચિત SAARC વિડિયો કોન્ફરન્સમાં સામેલ થશે. આ વાઈરસને લીધે વિશ્વભરમાં 5000થી લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી મોદીએ આઠ સભ્યના ક્ષેત્રીય સમૂહનો શુક્રવારે સંપર્ક કર્યો અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રિય સહયોગ સંગઠન (SAARC)ના નેતાઓને વિડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરવાનું સૂચન કર્યું છે, જેથી કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરવા માટે એક મજબૂત રણનીતિ તૈયાર કરી શકાય.પાકિસ્તાને મોદીના આ પ્રસ્તાવ અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તે કોન્ફરન્સમાં હિસ્સો લેવા માટે તૈયાર છે.
12:34 થાઈલેન્ડમાં સંક્રમણના વધુ સાત કેસ નોંધાતા કુલ આંક 82 થયો
થાઈલેન્ડમાં કોરોનાના વધુ સાત કેસ નોંધાતા કુલ આંક 82 થયો છે, તેમ સ્થાનિક હેલ્થ ઓફિસરે માહિતી આપી હતી
12:30 સાઉદી અરેબિયાએ બે સપ્તાહ માટે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો રદ્દ કરી
સાઉદી અરેબિયાએ રવિવારથી બે સપ્તાહ માટે તેની તમામ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા રદ્દ કરી દીધી છે. કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવાના પગલાંના ભાગરૂપે સાઉદી અરેબિયાએ જણાવ્યું છે કે તે બે સપ્તાહ માટે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ્દ કરી છે.
Precautionary Health Measures |
— Foreign Ministry 🇸🇦 (@KSAmofaEN) March 14, 2020
- @MOISaudiArabia: The Kingdom’s government decided to suspend international flights for two weeks [Starting from Sunday March 15th] as part of its efforts to prevent the spread of #CoronaVirus
12:00 પાકિસ્તાનમાં કોરોનાના કુલ 28 કેસ નોંધાયા
સિંધ પ્રાંતમાં કોરોનાનો 15મો કેસ નોંધાતા અને તફતાનમાં સાત પાકિસ્તાની નાગરિક કોરોના વાઈરસથી સંક્રમિત હોવાની જાણ થતા કુલ કેસનો આંક 28 થયો છે. કરાચીમાં અત્યાર સુધીમાં 14 કેસની પૃષ્ટી થઈ છે. ગિલગીટ-બાલ્ટીસ્તાનમાં પાંચ કેસ તથા હૈદરાબાદ અને ક્વેટામાં એક-એક કેસ સામે આવ્યા છે.
11:55 અફઘાનિસ્તાનમાં કોરોનાના 3 નવા કેસ નોંધાતા કુલ આંક 10 થયો
અફઘાનિસ્તાનમાં કોરોના વાઈરસથી સંક્રમણના 3 નવા કેસ નોંધાતા કુલ આંક 10 થયો છે. પૂર્વ કાપિસા અને ઉત્તર સમનગન તથા બલ્ખ પ્રાંતમાંથી આ કેસ સામે આવ્યા છે. જે 10 કેસ સામે આવ્યા છે તે પૈકી સાત વ્યક્તિ ઈરાનથી અફઘાનિસ્તાન પર ફરી હતી.
11:45 કોરોનાને લીધે ઈગ્લેન્ડે સ્થાનિક ચૂંટણીઓ રદ્દ કરી, સંક્રમણના કેસ વધીને 798 થયા
ઈગ્લેન્ડમાં કોરોના વાઈરસના સંક્રમણની સંખ્યા વધીને 798 થતા સ્થાનિક તથા પાલિકાઓની ચૂંટણીને આગામી વર્ષની 7મી મે સુધી મુલત્વી રાખી છે. સરકારી પ્રવક્તાએ આ અંગે
જણાવ્યું હતું કે અમે સ્થાનિક, નગર પાલિકા-મહાનગર પાલિકા તથા પોલિસ અને ક્રાઈમ કમિશનરને લગતી ચૂંટણીઓને આવતા વર્ષના મે મહિના સુધી અટકાવી દીધી છે. દેશમાં છેલ્લા
24 કલાકમાં કોરોનાથી સંક્રમિત નવા 208 કેસ સામે આવ્યા છે. એક દિવસમાં 200થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. સ્થાનિક સત્તાવાળાઓના મતે બ્રિટનમાં કોરોના સંક્રમણના કેસ 5,000 અને 10,000 વચ્ચે હોઈ શકે છે. દરમિયાન સ્કોટીશ સરકારે દેશમાં કોરોનાને લીધે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો હોવાની પૃષ્ટી થઈ છે, આ સાથે બ્રિટનમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારનો આંક 11 થયો છે.
પાકિસ્તાનમાં લગ્નમાં ભેગા નહીં થઈ શકે મહેમાન
પાકિસ્તાનમાં શનિવાર સવાર સુધીમાં 28 લોકોમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે. ઈમરાન ખાન સરકારે ઈરાન અને અફઘાનિસ્તાનની પશ્ચિમી સીમાઓ 2 સપ્તાહ માટે સીલ કરી દીધી છે. સિંધ પ્રાંતમાં સ્કૂલ અને કોલેજો 15 મે સુધી બંધ કરી દેવામાં આવી છે. લગ્ન અને કોન્ફરન્સમાં લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સીનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પીએસએલના શિડ્યુલ નાના કરી દેવામાં આવ્યા છે. કરાચી, ઈસ્લામાબાદ અને લાહોર સિવાય અન્ય કોઈ પણ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ નહીં જાય.
ટ્રુડોએ આઈસોલેશનની તસવીર શેર કરી
ટ્રમ્પની રાજ્યોને અપીલ અમેરિકન રાષ્ટ્રપતિએ રાજ્યોને અપીલ કરી છે કે, દરેક રાજ્યો આ મુશ્કેલ સમયમાં કોરોના વાઈરસને ટક્કર આપવાના ઉપાય વિશે વિચારે. અમે રાજ્યોને કોરોના વાઈરસને ટક્કર આપવા માટે 50 અબજ ડોલરનું ફંડ રિલીઝ કરીએ છીએ. એખ નેશનલ ડેટા સેન્ટર અને સ્પેશિયલ યૂનિટ તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી સમગ્ર દેશનું મોનિટરિંગ કરવામાં આવશે. અમેરિકન સરકાર તે દરેક પગલાં લેશે જે દેશને આ મહામારીથી સુરક્ષિત રાખી શકે. અમેરિકામાં કેટલા કેસ શુક્રવાર રાત સુધીમાં અમેરિકામાં કોરોના વાઈરસના કુલ બે હજાર કેસ સામે આવ્યા છે. અહીં અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે. ટ્રમ્પે વિદેશથી અમેરિકન બંદર પર આવનાર જહાજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેક્સિકો અને અન્ય દેશો સાથે જોડાયેલી સીમાઓ પર હાઈ થર્મલ સ્કેનર લગાવી દેવામાં આવ્યા છે. અમેરિકન સેનાની સ્પેશિયલ મેડિકલ યુનિટને પણ સ્થિતિ પર નદર રાખવા અને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.
Busy day ahead, working from home. Meetings with my cabinet, the country’s premiers, national Indigenous leaders, and more. Staying focused on you. Talk soon. pic.twitter.com/xhAuxscf6N
— Justin Trudeau (@JustinTrudeau) March 13, 2020
ટ્રમ્પની રાજ્યોને અપીલ
અમેરિકન રાષ્ટ્રપતિએ રાજ્યોને અપીલ કરી છે કે, દરેક રાજ્યો આ મુશ્કેલ સમયમાં કોરોના વાઈરસને ટક્કર આપવાના ઉપાય વિશે વિચારે. અમે રાજ્યોને કોરોના વાઈરસને ટક્કર આપવા માટે 50 અબજ ડોલરનું ફંડ રિલીઝ કરીએ છીએ. એખ નેશનલ ડેટા સેન્ટર અને સ્પેશિયલ યૂનિટ તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી સમગ્ર દેશનું મોનિટરિંગ કરવામાં આવશે. અમેરિકન સરકાર તે દરેક પગલાં લેશે જે દેશને આ મહામારીથી સુરક્ષિત રાખી શકે.
અમેરિકામાં કેટલા કેસ
શુક્રવાર રાત સુધીમાં અમેરિકામાં કોરોના વાઈરસના કુલ બે હજાર કેસ સામે આવ્યા છે. અહીં અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે. ટ્રમ્પે વિદેશથી અમેરિકન બંદર પર આવનાર જહાજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેક્સિકો અને અન્ય દેશો સાથે જોડાયેલી સીમાઓ પર હાઈ થર્મલ સ્કેનર લગાવી દેવામાં આવ્યા છે. અમેરિકન સેનાની સ્પેશિયલ મેડિકલ યુનિટને પણ સ્થિતિ પર નદર રાખવા અને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.
ગૂગલની મદદ પણ લેવાશે
ટ્રમ્પે કહ્યું છે કે, ગૂગલ સાથે જોડાયેલી આલ્ફાબેટ કંપની એક વેબસાઈટ તૈયાર કરી રહી છે. આ વેબસાઈટ પરથી લોકો કોરોના વાઈરસના લક્ષણો વિશે માહિતી લઈને પોતાના સ્વાસ્થય વિશે એનાલિસિસ કરી શકશે. ગૂગલે આ વિશે ટ્વિટર ઉપર પણ માહિતી આપી છે.
ભારતીય એમ્બેસેડરની સલાહ
અમેરિકામાં ભારતીય એમ્બેસીએ પોતાના દેશના વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે, હાલ બિનજરૂરી મુસાફરી ટાળવી. એમ્બેસી દ્વારા આ જાહેરાત ટ્રમ્પે અમેરિકામાં નેશનલ ઈમરજન્સી જાહેર કર્યા પછી કરવામાં આવી છે.
દુનિયાના 10 સૌથી વધારે પ્રભાવિત દેશ અને તેમાં મોતનો આંકડો
દેશનું નામ | કેસ | કુલ મોત |
ચીન | 80,824 | 3,189 |
ઈટલી | 17,660 | 1,266 |
ઈરાન | 11,364 | 514 |
દક્ષિણ કોરિયા | 8,086 | 72 |
સ્પેન | 5,232 | 133 |
જર્મની | 3,675 | 8 |
ફ્રાન્સ | 3,661 | 79 |
અમેરિકા | 2,291 | 50 |
જાપાન | 1,430 | 28 |
સ્વિત્ઝરલેન્ડ | 1,139 | 11 |
ભારત | 82 | 2 |
નોંધ: આ આંકડા શનિવાર સવાર સુધીના છે
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.