તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Corona Virus In World Affecting 124 Countries . Italy Death Toll Reaches 827, With 196 Deaths In 24 Hours, Trump Imposes 30 day Travel Ban On Europe Excluding The UK

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતનો આંકડો 4600ને પાર, 1.25 લાખ લોકોને ઈન્ફેક્શન; ટ્રમ્પે યુરોપ પર 30 દિવસનો ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોના વાઈરસ મુદ્દે ટ્રમ્પે વિશ્વ સંદેશ આપ્યો - Divya Bhaskar
કોરોના વાઈરસ મુદ્દે ટ્રમ્પે વિશ્વ સંદેશ આપ્યો
  • સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના કારણે 4623 લોકોના મોત, 1,25,841 લોકોને ઈન્ફેક્શન
  • કોરોના વાઈરસની ઝપટમાં 120 દેશ આવી ગયા છે
  • અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધી 38 લોકોના મોત થયા
  • ટ્રમ્પે કહ્યુ- યુરોપિયન યુનિયને ઈન્ફેક્શનથી બચવા માટે કોઈ ખાસ ઉપાય નથી કર્યા

વોશિંગ્ટન:  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર યુરોપમાં આગામી 30 દિવસ સુધી ટ્રાવેલિંગમાં પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે યુરોપના દેશોમાંથી કોઈ પણ યાત્રી એક મહિના સુધી અમેરિકા નહીં જઈ શકે. જોકે આ પ્રતિબંઘમાં યુકેને છૂટ આપવામાં આવી છે. અમેરિકામાં કોરોના વાઈરસના અત્યાર સુધીના 1200 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન હોલિવૂડ સ્ટાર અને ઓસ્કાર વિજેતા ટોમ હેકન્સ અને તેમની પત્ની રીટા વિલ્સનને પણ આ વાઈરસનું ઈન્ફેક્શન લાગ્યું છે. ઈટાલીમાં પણ સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 196 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 827 થઈ ગયો છે.


બુધવારે દેશના નામે આપેલા સંદેશમાં ટ્રમ્પે કહ્યું છે કે, યુરોપિયન યૂનિયને કોરોના વાઈરસથી પ્રભાવિત ચીન સહિત અન્ય દેશો પર યાત્રા સહિત કોઈ પણ પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ રહ્યા છે. અમે યુરોપથી આવતી દરેક ફ્લાઈટ્સ પર 30 દિવસ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. યુકે પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી. ચીન બહાર સૌથી વધુ પ્રભાવિત દેશમાં ઈટાલી છે જ્યાં વાઈરસના કારણે અત્યાર સુધી કુલ 827 લોકોના મોત થયા છે.


ઈટાલીમાં રાષ્ટ્રીય નાગરિક સુરક્ષા એજન્સીના પ્રમુખ અંજેલો બોરેલીએ જણાવ્યું છે કે, અહીં કોરોના વાઈરસના કારણે ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા વધીને 12,462 થઈ ગઈ છે. બોરેલીએ કહ્યું છે કે, અહીં છેલ્લા 24 કલાકમાં કુલ 196 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં મોટા ભાગના લોકો 80થી 90 વર્ષના છે. ઈટાલીમાં ઉત્તરી લોમ્બાર્ડી કોરોના વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત છે. અહીં સૌથી વધુ લોકોના મોત થયા છે.

ઈરાનમાં પણ કોરોના વાઈરસનો પ્રકોપ

  • ખાડી દેશ ઈરાનમાં પણ કોરોના વાઈરસનો પ્રકોપ ફેલાઈ ગયો છે. ઈરાનમાં આ વાઈરસના કારણે 354 લોકોના મોત થયા છે જ્યારે 9000 લોકોને ઈન્ફેક્શન થયું છે. ઈટાલી અને ઈરાનની સાથે દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાઈરસનું ઈન્ફેક્શન વધ્યું છે. દક્ષિણ કોરિયામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે. જ્યારે 7755 લોકોને ઈન્ફેક્શન થયું છે.
  • ચીની નાગરિકોની સારી વસ્તી ધરાવતા અમેરિકામાં પણ આ ગંભીર બીમારી ફેલાઈ ગઈ છે. અમેરિકામાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. જ્યારે 1302 લોકોને ઈન્ફેક્શન થયું છે. અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, કેલિફોર્નિયા અને ફ્લોરિડા સહિત આઠ રાજ્યોમાં કોરોના વાઈરસના ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને WHO દ્વારા ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

દર્દીની ઉંમર જેટલી વધુ, તેમનામાં કોરોના વાઈરસના સંક્રમણની શક્યતા વધુ 

  • ઈરાને કોરોના વાઈરસ સામે લડવા માટે આઈએમએફ પાસે રૂ. 37 હજાર કરોડના ઈમર્જન્સી ફંડની માંગ કરી છે.
  • અમેરિકાએ કેપિટલ હાઉસને એપ્રિલ સુધી પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
  • જો બાઈડેન અને બાર્ની સેન્ડર્સે પોતાની ચૂંટણી રેલીઓ રદ કરી છે, જે હવે મીડિયા થકી સંદેશ આપશે.
  • વુહાનમાં 24 કલાકમાં ફક્ત 8 કેસ સામે આવ્યા, અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો.
  • શ્રીલંકામાં ગુરુવારથી દેશભરની સ્કૂલ બંધ કરાઈ, 20 એપ્રિલ સુધી રજા રહેશે.

એન્ટી એચઆઈવી અને સ્વાઈન ફ્લૂની દવાથી સારવાર 
જયપુરના સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ઈટાલીથી આવેલા કોરોનાના દર્દીઓ ભરતી કરાયા છે. અહીંના ડૉક્ટરોએ પીડિત એક મહિલાને એચઆઈ‌વી, સ્વાઈન ફ્લૂ અને મેલેરિયાની દવાઓથી સાજા કર્યા છે. ત્યાર પછી કોરોનાના ટેસ્ટમાં આ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કહેવાય છે કે, આ મહિલા પણ ઈટાલીના 23 સભ્ય સાથે જ રાજસ્થાન આવી હતી, જેમાં 16 લોકો પોઝિટિવ હતા. ડૉક્ટરોએ એક પ્રયોગ તરીકે દર્દીઓને આ દવાથી સાજા કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત સરકારનું કહેવુું છે કે, આ વાતની જાણકારી કેન્દ્ર સરકાર પાસે ન હતી. આ દવાથી કોરોનાના દર્દીઓને કેટલો ફાયદો થાય છે, તેના વૈજ્ઞાનિક પુરાવા પણ ઉપલબ્ધ નથી. આઈસીએમઆરના વિજ્ઞાની આર. ગંગાખેડકરે કહ્યું કે, ડબલ્યુએચઓએ કોરોના દર્દીઓની સારવાર માટે જે દિશાનિર્દેશ આફ્યા છે, તેનું ભારતમાં પાલન થઈ રહ્યું છે. તે પ્રમાણે કેરળમાં કોરોનાના ત્રણ દર્દીનો સફળ ઈલાજ કરાયો છે. કોરોનામાં ફક્ત બિમારીના લક્ષણોના આધારે સારવાર કરાઈ રહી છે. આ બિમારીની બીજી કોઈ દવા જ નથી. દર્દીની ગંભીરતાના આધારે દવા અપાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો