રશિયા / મેટ્રોમાં કોરોના વાયરસનો પ્રેન્ક મોંઘો પડ્યો, 5 વર્ષની જેલ થઇ શકે છે, વીડિયો વાયરલ

Corona virus gets expensive, metro can get 5 years in jail, video goes viral

  • આ વીડિયો મેટ્રોમાં ક્યારે રેકોર્ડ થયો તેની માહિતી નથી પરંતુ 2 ફેબ્રુઆરીએ તેને પ્રેન્ક સાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો 
  • ત્યારબાદ આ વીડિયો વાયરલ થઇ ગયો , પોલીસ આ મામલામાં આરોપીના બે સહયોગીઓની શોધખોળ કરી રહી છે

Divyabhaskar.com

Feb 12, 2020, 07:16 PM IST

મોસ્કો: રશિયામાં એક પ્રેન્કસ્ટરને કોરોના વાયરસ અંગે પ્રેન્ક કરવું ભારે પડ્યું હતું. તેના પર સાર્વજનિક જગ્યાએ લોકોને પરેશાન કરવા અને ડરાવવાના આરોપમાં 5 વર્ષની જેલ અને 5.5 લાખ રૂબલનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ વીડિયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે. પ્રેન્ક સાઇઠ પર આ વીડિયો 2 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. જોકે , તેને સાઇટ પરથી હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે તેનું રેકોર્ડિંગ ક્યારે થયું. પોલીસે સોમવારે તેની ધરપકડ કરી હતી. પોલીસ તેના બે સહયોગીઓની શોધખોળ કરી રહી છે જેમણે આ શૂટીંગમાં મદદ કરી હતી. આ વીડિયોમાં જોઇ શકાય છે તે પ્રમાણે તે યુવકે મેટ્રોમાં લોકો સામે નીચે પડીને અભિનય કર્યો. તેને અચાનક શરીરમાં વાઇ ચડી હોય તેવી એક્ટિંગ કરવા લાગ્યો. તેનાથી લોકોમાં દહેશત ફેલાઇ ગઇ અને સૌ કોઇ ભાગવા લાગ્યા.

પ્રેન્કનો ઉદ્દેશ્ય લોકોને સાવચેત કરવાનો હતો
યુવકના વકીલે જણાવ્યું કે તેમના ક્લાયન્ટ વિરુદ્ધ વોરન્ટ જાહેર થયા બાદ તેણે સરેન્ડર કરી દીધું હતું. તેણે વિચાર્યું ન હતું કે સ્થિતિ આટલી ખરાબ થઇ જશે. મેટ્રોમાં પ્રેન્ક કરવાનો ઉદ્દેશ્ય લોકોને ડરાવવાનો કે પરેશાન કરવાનો ન હતો. તે લોકોને સાવધાન કરવા માગતો હતો. તે જણાવવા માગતો હતો કે આવી સ્થિતિનો સામનો કેવી રીતે કરવો. વકીલે જણાવ્યું કે તે યુવકે પહેલા પણ સમાજથી જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઘણા વીડિયો બનાવ્યા છે.

રશિયામાં સંક્રમણના બે કેસ
રશિયામાં કોરોના વાયરસના બે કેસ સામે આવ્યા છે. સાઇબેરિયામાં 144 લોકોને સંક્રમણની આશંકા વચ્ચે દેખરેખ હેટળ એક કેમ્પમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1113 લોકનું મોત થયું છે જ્યારે 44 હજારથી વધારે કેસની નોંધ થઇ છે.

X
Corona virus gets expensive, metro can get 5 years in jail, video goes viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી