તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયામાં અદાણીના કોલ પ્રોજેક્ટ સામે ક્લાઈમેટ ગર્લ ગ્રેટા મેદાનમાં ઉતરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્રેટાએ અદાણીને કોલસાનું ખોદકામ રોકવા જણાવ્યું - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગ્રેટાએ અદાણીને કોલસાનું ખોદકામ રોકવા જણાવ્યું - ફાઇલ તસવીર
 • પ્રોજેક્ટના એલાન પહેલા ગ્રેટાએ સિમન્સ કંપનીને ચેતવણી આપી

નવી દિલ્હીઃ સ્વિડનની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ અદાણી જૂથના ઓસ્ટ્રેલિયામાં કૉલ પ્રોજેક્ટના વિરોધમાં ઝંપલાવ્યું છે. શનિવારે ગ્રેટાએ ‘સ્ટોપ અદાણી’ હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યું કે, જર્મનીની અગ્રણી એન્જિનિયરિંગ કંપની સિમેન્સ ઓસ્ટ્રેલિયામાં અદાણી કોલસા ખાણકામનું કામ રોકે. આ ઉપરાંત ગ્રેટાએ લખ્યું કે, અદાણી કંપની સોમવારે પોતાના પ્રોજેક્ટની જાહેરાત કરશે. તેમને યોગ્ય નિર્ણય લેવામાં સિમેન્સ મદદ કરશે. આ કંપનીમાં એટલી શક્તિ છે કે, તેઓ અદાણીને રોકી શકે છે. સિમેન્સે રૂ. 1,419 કરોડના એ કરાર પર વિચાર કરવો જોઈએ, જેમાં તે અદાણીને કરમાઈકલ ખાણમાંથી પુરવઠા માટે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર આફવા જઈ રહી છે. નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી પર્યાવરણ નિષ્ણાતો અને અદાણી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. 

અદાણી જૂથે 2010માં ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં કોલસા ખાણ ખરીદી હતી 
અદાણી જૂથે 2010માં ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણ ખરીદી હતી. આ પ્રોજેક્ટ હેઠળ વર્ષે 8-10 મિલિયન ટન કોલસા ઉત્પાદનની યોજના છે, જેનો ખર્ચ 1.5 અબજ ડૉલર સુધી હોઈ શકે છે. આ પ્રોજેક્ટથી અહીં રોજગારી મળશે. અદાણી જૂથના પ્રોજેક્ટને મંજૂરી મળવાથી ક્વિન્સલેન્ડના ગેલિલી બેસિનમાં આશરે 6 અન્ય કોલસા ખાણનો માર્ગ પણ સરળ થઈ ગયો છે, જેમાં ઓસ્ટ્રેલિયાના ધનવાન વેપારીઓના પ્રોજેક્ટ પણ સામેલ છે. 

ખાણથી ગ્લોબલ વૉર્મિંગ વધશે, ગ્રેટ બેરિયર રીફને નુકસાન થશે
અદાણીની કોલસા ખાણને મંજૂરી આપવાના ઓસ્ટ્રેલિયા સરકારના નિર્ણય પછી પર્યાવરણવાદીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ઓસ્ટ્રેલિયન મરીન કન્ઝર્વેશન સોસાયટીનું કહેવું છે કે, વર્લ્ડ હેરિટેજમાં સામેલ ગ્રેટ બેરિયર રીફને આ પ્રોજેક્ટથી નુકસાન થશે. ગેલિલી બેસિનમાં કૉલ પ્રોજેક્ટથી ગ્લોબલ વોર્મિંગ પણ વધશે.

જૂનમાં અદાણી જૂથની કોલસા ખાણને મંજૂરી મળી 
ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યમાં અદાણી જૂથના કૉલ માઈન પ્રોજેક્ટને જૂન 2019માં આખરી મંજૂરી મળી હતી. ત્યાંની સરકારે અદાણી જૂથનો ભૂજલ આધારિત ઈકોસિસ્ટમ મેનેજમેન્ટ પ્લાન મંજૂર કર્યો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયામાં અદાણી જૂથની કરમાઈકલ ખાણમાં ખોદકામથી પર્યાવરણને નુકસાન થવાનો દાવો કરીને વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. ગયા મહિને થયેલી ચૂંટણીમાં પણ અનેક રાજકારણીઓએ આ મુદ્દો ઉપાડ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો