સંયુક્ત રાષ્ટ્ર / કાશ્મીર પર ચીન-પાકિસ્તાનને ફરી નિષ્ફળતા મળી, ભારતે કહ્યું- સારા સંબંધ માટે સાચા મુદ્દાઓ ઉઠાવો

યુએનમાં ચીન સિવાય બાકીના 4 સ્થાયી સભ્ય દેશ કાશ્મીર મુદ્દા પર દખલ કરવાથી ઈન્કાર કરતા આવ્યા છે. (ફાઈલ ફોટો)
યુએનમાં ચીન સિવાય બાકીના 4 સ્થાયી સભ્ય દેશ કાશ્મીર મુદ્દા પર દખલ કરવાથી ઈન્કાર કરતા આવ્યા છે. (ફાઈલ ફોટો)

  • અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ ચીને સંયુક્ત રાષ્ટ્રમાં સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી, જોકે તેને નિષ્ફળતા મળી
  • બુધવારે ચીનના દબાણમાં કાશ્મીર પર UNSCની ‘ક્લોઝ્ડ ડોર’ બેઠક બોલાવવામાં આવી, ઘણાં દેશોએ કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો
  • ગત વર્ષે ઓગસ્ટમાં પણ ચીને યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે પણ મોટાભાગના દેશોએ તેને દેશનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો

Divyabhaskar.com

Jan 16, 2020, 11:16 AM IST

ન્યુયોર્કઃ જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ચીન-પાકિસ્તાનને બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં એક વખત ફરી નિષ્ફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ચીન-પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર સમર્થન મેળવવામાં અસફળ રહ્યાં છે. ભારતે કહ્યું કે અમારી સાથે સંબંધ સારા કરવા માટે પાકિસ્તાન માટે એ જરૂરી છે કે તે યોગ્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે. UNSCના ઘણા સભ્યોએ કહ્યું કે કાશ્મીર, ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ કારણે તે વાતચીતથી હલ થવો જોઈએ. બુધવારે ચીનના દબાણમાં કાશ્મીર પર UNSCની બેઠક બોલાવવામાં આવી હતી. આ ક્લોઝ્ડ ડોર મીટિંગમાં સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો સિવાય કોઈને પણ સામેલ કરવામાં આવશે નહિ.

એક વાર ફરી તેમની હાર થઈ

યુએનમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું આપણે એક વાર ફરી જોયું કે એક સભ્ય દેશની કોશિશની હાર થઈ. એ આપણા માટે ખુશીની વાત છે કે પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કાશ્મીરમાં ખતરાની સ્થિતિને નકારમાં આવી. પાકિસ્તાન કાશ્મીરને લઈને સતત અધારહીન આરોપ લગાવતું રહ્યું છે. ઘણાં દેશોનું કહેવું છે કે કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય રીતે હલ કરવો જોઈએ.

અગાઉની બેઠકમાં પાકિસ્તાનને નિરાશા મળી

સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનના સહયોગી ચીને આ બેઠક માટે દબાણ બનાવ્યું. ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવીને તેને બે કેન્દ્રાશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા બાદ ચીને આ મુદ્દા પર UNSCની બેઠક બોલાવી હતી. જોકે ચીન અને પાકિસ્તાનને તેનાતી કઈ જ પ્રાપ્ત થયું નથી, કારણ કે સુરક્ષા પરિષદના સભ્યોએ તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવીને કાર્યવાહી કરવાથી ઈન્કાર કર્યો હતો. બાદમાં ડિસેમ્બરમાં પણ ચીને કાશ્મીર પર ચર્ચા કરવા માટે બેઠકનો આગ્રહ કર્યો હતો, જોકે ત્યારે બેઠક થઈ ન હતી.

ચીન સિવાય તમામ સભ્યો ભારતની સાથે

UNSCમાં 5 સ્થાયી સભ્ય દેશ છે, જ્યારે 10 ચૂંટાયેલા સભ્યોનો નિશ્ચિત કાર્યકાળ હોય છે. અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન તેના સ્થાયી સભ્ય છે. ચીન સિવાય બાકીના 4 સભ્યો કાશ્મીર મુદ્દા પર દખલ કરવાથી ઈન્કાર કરે છે.

X
યુએનમાં ચીન સિવાય બાકીના 4 સ્થાયી સભ્ય દેશ કાશ્મીર મુદ્દા પર દખલ કરવાથી ઈન્કાર કરતા આવ્યા છે. (ફાઈલ ફોટો)યુએનમાં ચીન સિવાય બાકીના 4 સ્થાયી સભ્ય દેશ કાશ્મીર મુદ્દા પર દખલ કરવાથી ઈન્કાર કરતા આવ્યા છે. (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી