પડોશી દેશ / ચીનની ભારતને સલાહ: સંબંધમાં ઉતાર-ચઢાવના વિચિત્ર ચક્રનો અંત લાવવામાં આવે,આ સદીને સાથે મળી એશિયાની સદી બનાવીએ

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • ભારતમાં ચીનના રાજદૂત રહી ચુકેલા લુઓ ઝાઓહુઈએ 28-29 નવેમ્બરે થિંક ટેન્ક ફોરમમાં આ નિવેદન આપ્યું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં બૈજીંગ પ્રવાસ સમયે જિનપિંગ સાથે ભારત-ચીન થિંક ટેન્કની સ્થાપના કરી હતી

Divyabhaskar.com

Dec 01, 2019, 10:35 AM IST

નવી દિલ્હીઃ ચીનના નાયબ વિદેશ પ્રધાન લુઓ ઝાઓહુઈએ કહ્યું છે કે ભારત અને ચીને હવે તેમના સંબોધોમાં ઉતાર-ચઢાવના વિચિત્ર ચક્રની સાથે તમામ વિવાદોનો અંત લાવવો જોઈએ. 28મી અને 29મી નવેમ્બરના રોજ ભારત-ચીન થિંક ટેન્ક ફોરમમાં ઝાઓહુઈએ કહ્યું હતું કે 21મી સદીમાં ભારત અને ચીનનો ઉદય સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણો પૈકી એક છે. બન્ને દેશ હવે આ સદીને એશિયાની સદી બનાવવા માટે સાથે મળી કામ કરવું જોઈએ.

એક-બીજા પર વિશ્વાસ દ્રઢ કરવાની જરૂર છે

ભારતમાં ચીનના રાજદૂત રહી ચુકેલા ઝાઓહુઈએ કહ્યું હતું કે હવે બન્ને દેશને તેમની વચ્ચેના અંતરને નિયંત્રિત કરી દ્વિપક્ષીય સંબંધોમાં જે ઉતાર-ચઢાવ આવી રહ્યો છે તેનો અંત લાવવો જોઈએ. આ ઉપરાંત પરસ્પરના વિશ્વાસને પણ દ્રઢ કરવો જોઈએ. ઝુઓહુઈના મતે બન્ને દેશે સાથે મળી વિકાસની તક અને શાંતિથી હળીમળીને રહેવાના માર્ગ શોધવા પડશે.

વર્ષ 2015માં મોદી-જિનપિંગે આ ફોરમની સ્થાપના કરી હતી

ભારત-ચીન થિંક ટેન્ક ફોરમની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2015માં પ્રવાસ સમયે કરવામાં આવી હતી. આ ફોરમ પ્રત્યેક વર્ષ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) અને ચાઈનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સિસ (CASS)ની માફક યોજવામાં આવશે. આ વર્ષ ફોરમનો વિષય હતો- એશિયાઈ સદીમાં ભારત-ચીનના સંબંધ. ભારતીય દૂતાવાસ તરફથી જારી કરવામાં આવેલ નિવેદન પ્રમાણે તેમા બન્ને દેશો વચ્ચે વિકાસની નીતિઓ અને અનુભવો ઉપરાંત સંચાર અને સંસ્કૃતિ પર પણ વ્યાપક ચર્ચા થઈ હતી.

ભારત તરફથી 15 સભ્ય ડેલિગેશનનું નૈતૃત્વ ICWA ના ડાયરેક્ટર TCA રાઘવને કર્યું હતું. ડેલિગેશનમાં ભારત તરફથી ચીનમાં રાજદૂત રહી ચુકેલા અશોક કાંઠા, સૌમેન બાગચી (ડેપ્યુટી ડિરેક્ટર ICWA), દિલીપ ચિનોય (સેક્રેટરી જનરલ, ફિક્કી) અને અન્ય સંસ્થાઓના અગ્રણીઓએ ભાગ લીધો હતો.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી