અર્થતંત્ર / ચિદમ્બરમે કહ્યું-વૃદ્ધિ દર નીચો આંકવા બદલ IMF, ગીતા ગોપીનાથે મોદી સરકારના પ્રહારોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ

ભૂતપુર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ (ફાઈલ ફોટો)
ભૂતપુર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ (ફાઈલ ફોટો)

  • આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ રેટ 4.8 ટકા રહે તેવો અંદાજ દર્શાવ્યો
  • IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ એવા લોકોમાં સમાવેશ થાય છે કે જેમણે નોટબંધીની ટીકા કરી હતી
  • IMF સતત 9મી સંસ્થા છે જેણે GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો છે

Divyabhaskar.com

Jan 21, 2020, 03:11 PM IST

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતના GDP ગ્રોથ રેટ 4.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે. આ અંગે ભૂતપુર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે કહ્યું છે કે હવે IMF અને ગીતા ગોપીનાથે મોદી સરકારના પ્રહારોનો સામનો કરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે IMFને 4.8 ટકા ગ્રોથ રેટ આપવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જો વૃદ્ધિ દર 4.8 ટકાથી પણ નીચે જશે તો મને તેમા કોઈ જ આશ્ચર્ય થશે નહીં.

જોકે, ગીતા ગોપીનાથે એમ પણ કહ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ દરમાં ઘટાડો કરવાને પગલે આગામી વર્ષે અર્થતંત્રમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે IMFએ ગત સોમવારે ચાલુ નાણાકીય વર્ષ (2019-20)માં ભારતનો GDP ગ્રોથનો અંદાજ 1.3 ટકા ઘટાડી 4.8 ટકા કર્યો હતો. ઓક્ટોબરમાં આ અંદાજ 6.1 ટકા દર્શાવવામાં આવ્યો હતો. IMFએ 9મી એવી સંસ્થા છે કે જેણે GDP ગ્રોથના અંદાજને ઘટાડ્યો છે. SBI અને ફિચ (Fitch)ના 4.6 ટકા અંદાજ બાદ IMF તરફથી આ સૌથી ઓછો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતના વિકાસ દરમાં આ ઘટાડો થવાના સંજોગોમાં તેની વિશ્વના GDP ગ્રોથના અંદાજ પર પણ અસર થઈ શકે છે. IMFએ વર્ષ 2019માં ગ્લોબલ ગ્રોથનો અંદાજ 3 ટકાથી ઘટાડી 2.9 ટકા કર્યો હતો.

X
ભૂતપુર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ (ફાઈલ ફોટો)ભૂતપુર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી