તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓટ્ટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રૂડોની પત્ની સોફી કોરોના વાઈરસથી સંક્રમિત છે. કેનેડાના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપી આ અંગેની પુષ્ટી કરી છે. સોફી સાથે હવે જસ્ટિસ પણ આઈસોલેશનમાં રહેશે તેઓ ઘરેથી જ સરકારી કામકાજ સંભાળશે. સોફી મંગળવારે જ લંડનથી પાછા આવ્યા હતા. ત્યારબાદથી જ તેઓ બિમાર હતા. ગુરુવારે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી બાજુ દુનિયાભરમાં કોરોના વાઈરસથી મરનારાઓનો આંકડો 5080 થઈ ગયો છે. કુલ 137674 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી પીટર ડટન કોરોના વાઈરસનો શિકાર બન્યા છે, ઓસ્ટ્રેલિયામાં 3 મોત, 164 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમનો રિપોર્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે.
સોફીની હાલત હવે સારી છે
કેનેડા સરકારે કહ્યું કે, ‘સોફીની સ્થિતિ હવે પહેલા કરતા સારી છે. તેમને સાવધાની રાખવા માટે કહેવાયું છે. ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે’વડાપ્રધાન કાર્યાલયે પણ એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, ‘વડાપ્રધાન સ્વસ્થ છે. તેમાં કોઈ પ્રકારની બિમારીના લક્ષણ જોવા મળી રહ્યા નથી. ડોક્ટરોએ તેમણે 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે’ગુરુવારે કેનેડામાં 35 નવા કેસની પુષ્ટી થવાથી કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 138 થઈ ગઈ છે.
સ્પેનના મંત્રી કોરોના વાઈરસથી સંક્રમિત
સ્પેનના મંત્રી ઈરેન મોંટેરો પણ કોરોનાના સંકજામાં આવી ગયા છે. સરકારે ગુરુવારે જણાવ્યું કે, ઈક્વેલિટી મિનિસ્ટર મોંટેરો કોરોના વાઈરસ સંક્રમણની તપાસમાં પોઝિટિવ મળી આવ્યા હતા. મોંટેરોને તેમને એક સાથી, ઉપપ્રધાનમંત્રી કાર્મેન કાલ્વો અને પોડમસ પાર્ટીના નેતા પૈબલો ઈગ્લેસિયાસ સાથે ક્વારૈંટાઈનમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સરકારના તમામ મંત્રીઓને કોરોના વાઈરસની તપાસ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પેનમાં 2,200 લોકોમાં કોરોના વાઈરસ સંક્રમણ થવાની પુષ્ટી કરવામાં આવી છે અને 55 લોકોનું મોત થયા છે.
ઈટલીમાં મૃતકોની સંખ્યા એક હજારને પાર
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઈટલીમાં કોરોના વાઈરસથી મૃતકોનો આંકડો શુક્રવારે 1,016 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ 15,113 લોકો સંક્રમિત થયા છે. કોરોના વાઈરસના ચેપના કારણે ઈટલીના મેડિકલ ચીફ રોબર્ટો સ્ટેલાનું મોત થયું છે.ચીન બાદ કોરોના વાઈરસની સૌથી વધારે અસર ઈટલી અને ઈરાનમાં જ જોવા મળી છે. ઈટલીમાં સારવાર બાદ 1,258 લોકો સ્વસ્થ પણ થયા છે.
દેશ | મોત | પોઝિટિવ કેસ |
ચીન | 3185 | 80835 |
ઈટાલી | 1016 | 15113 |
ઈરાન | 514 | 10075 |
સ્પેન | 90 | 3146 |
દ. કોરિયા | 71 | 8089 |
ફ્રાન્સ | 61 | 2876 |
અમેરિકા | 41 | 1827 |
જાપાન | 19 | 691 |
બ્રિટન | 10 | 590 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.