ઈન્ડોનેશિયા / બોર્નિયોના જંગલોમાં દાવાનળઃ 70 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ નિકળ્યો, કેનેડામાં એક વર્ષમાં થતા ઉત્સર્જન જેટલો આ ગેસ છે

Burns in Borneo forests: 70 million tons of carbon dioxide emitted, equal to Canada's emissions in a year
બોર્નિયોના જંગલોમાં આગ ઓલવવાનો પ્રયાસ કરી રહેલા અગ્નિશામક દળના સ્વયંસેવીઓ
બોર્નિયોના જંગલોમાં આગ ઓલવવાનો પ્રયાસ કરી રહેલા અગ્નિશામક દળના સ્વયંસેવીઓ
દાવાનળને લીધે નજીકના વિસ્તારોમાં ધુમાડો છવાઈ ગયો હતો
દાવાનળને લીધે નજીકના વિસ્તારોમાં ધુમાડો છવાઈ ગયો હતો
Burns in Borneo forests: 70 million tons of carbon dioxide emitted, equal to Canada's emissions in a year
X
Burns in Borneo forests: 70 million tons of carbon dioxide emitted, equal to Canada's emissions in a year
બોર્નિયોના જંગલોમાં આગ ઓલવવાનો પ્રયાસ કરી રહેલા અગ્નિશામક દળના સ્વયંસેવીઓબોર્નિયોના જંગલોમાં આગ ઓલવવાનો પ્રયાસ કરી રહેલા અગ્નિશામક દળના સ્વયંસેવીઓ
દાવાનળને લીધે નજીકના વિસ્તારોમાં ધુમાડો છવાઈ ગયો હતોદાવાનળને લીધે નજીકના વિસ્તારોમાં ધુમાડો છવાઈ ગયો હતો
Burns in Borneo forests: 70 million tons of carbon dioxide emitted, equal to Canada's emissions in a year

  • બોર્નિયોના જંગલોની આગ પડોશી દેશો મલેશિયા અને બ્રુનેઈ સુધી ફેલાઈ ગઈ છે
  • 2015માં ઈન્ડોનેશિયામાં 26 લાખ હેક્ટર વિસ્તારમાં આગ લાગી હતી, તેને લીધે 1.5 લાખ કરોડનું નુકસાન થયુ હતુ

Divyabhaskar.com

Dec 01, 2019, 04:07 PM IST
જકાર્તાઃ ઈન્ડોનેશિયાના બોર્નિયોમાં આવેલા વરસાદી જંગલોમાં વિકરાળ અને વિનાશકારી આગ પર અંકૂશ મેળવી શકાયો નથી. યુરોપિયન યુનિયન (EU)ના મતે આ આગને લીધે પરિસ્થિતિ એમેઝોનના જંગલો કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. બોર્નિયોના જંગલોમાં આગને લીધે 70 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થયું છે. આટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ એક વર્ષમાં કેનેડામાં ઉત્સર્જીત થાય છે.

4000 કિમી સુધી ફેલાયેલો છે દાવાનળ

1. યુરોપિયન યુનિયન (EU) સાથે સંકળાયેલી કોપરનિક્સ એટમોસ્ફિયર મોનિટરિંગ સર્વિસના મતે એમેઝોનના જંગલોની આગને લીધે 579 મેગાટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય હતું. બોર્નિયોમાં લાગેલા દાવાનળને લીધે તેનું પ્રમાણ 22 ટકા જેટલું વધારે છે. ખેતરોમાં સફાઈ માટે આગ લગાડવામાં આવી હતી, પરંતુ હવે આ આગ જંગલોમાં આશરે 4,000 કિમી કરતાં વધારે વિસ્તારોમાં ફેલાઈ ચુકી છે અને છેક મલેશિયા, બ્રુનેઈ સુધી પહોંચી ગઈ છે.

2.આગને લીધે નિકળી રહેલા ધુમાડાને લીધે વિમાની સેવાને તો અસર થઈ જ છે તે સાથે સ્થાનિક લોકોમાં શ્વાસ સંબંધિત બિમારો ફેલાઈ રહી છે. કોપરનિક્સ મોનિટરિંગ સર્વિસના જણાવ્યા પ્રમાણે બોર્નિયોમાં આ છેલ્લા 16 વર્ષમાં સૌથી ભયજનક દાવાનળ છે. અલબત બોર્નિયો અને એમેઝોનના જંગલોની આગની તુલના કરી શકાય તેમ નથી કારણ કે બન્ને ક્ષેત્ર અલગ-અલગ છે.

3.આ અગાઉ વર્ષ 2015માં ઈન્ડોનેશિયામાં 26 લાખ હેક્ટર વિસ્તારમાં આગ લાગી હતી, જેને લીધે 21.8 અબજ ડોલર (આશરે 1.5 લાખ કરોડ રૂપિયા) નું નુકસાન થયુ હતુ. ખેડૂતો ઝડપથી તેમના ખેતરોને સાફ કરવા માગતા હતા. તેમનો ઉદ્દેશ પામ ઓઈલ ઝડપભેર કાઢવાનો હતો, તેની બજારમાં સતત માગ વધી રહી હતી.

4. એમેઝોનમાં આગ લાગવાની 73 હજાર ઘટના નોંધાઈ

4.નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર સ્પેસ રિસર્ચના મતે એમેઝોનમાં છે્લલા 8 મહિનામાં 73,000 વખત આગ લાગવાની ઘટના નોંધાઈ છે. વર્ષ 2018ની તુલનામાં આ પ્રકારની ઘટનામાં 83 ટકાનો વધારો થયો છે. બ્રાઝીલ સરકારે આવી ઘટનાઓને લી ઓગસ્ટની શરૂઆતમાં ઈમર્જન્સિ જાહેર કરી હતી.

5.બ્રાઝીલમાં એમેઝોન વરસાદી જંગલોમાં આશરે 60 ટકા હિસ્સો આવે છે. આ વનક્ષેત્ર વિશ્વના આશરે 20 ટકા ઓક્સિજનનું સર્જન કરે છે. તે કુલ 10 ટકા જૈવ-વિવિધતા ધરાવતો પ્રદેશ છે. આ ક્ષેત્રને પૃથ્વીનું ફેફસાં પણ કહેવામાં આવે છે. તે જળવાયુને નિયંત્રિત કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકોના મતે જો આ જંગલ વિસ્તાર ખતમ થઈ જશે તો તેની સમગ્ર વિશ્વ પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી