બ્રેક્ઝિટ / બ્રિટનના વડાપ્રધાન જોનસને કહ્યું- તમે મારા હાથ બાંધી શકો છો, પરંતુ હું બ્રેક્ઝિટમાં વિલંબ નહીં કરું

સંસદ સ્થગિત કરવા માટે પરંપરાનું પાલન કરવામાં આવ્યું
સંસદ સ્થગિત કરવા માટે પરંપરાનું પાલન કરવામાં આવ્યું

 • વડાપ્રધાન જોનસનનો વહેલી ચૂંટણીનો પ્રસ્તાવ સંસદે ફરી ફગાવ્યો 
 • 14 ઓક્ટોબર સુધી બ્રિટિશ સંસદ સ્થગિત રહેશે
 • સોમવારે જ બળવાખોર અને વિપક્ષી સાંસદોએ સમયમર્યાદા વધારવા નવો કાયદો બનાવ્યો હતો

Divyabhaskar.com

Sep 11, 2019, 02:40 AM IST

લંડન: બ્રિટનની સંસદે વડાપ્રધાન બોરિસ જોનસનને વધુ એક ઝટકો આપતા વચગાળાની ચૂંટણી કરાવવાની માંગ ફગાવી દીધી છે. આ પહેલાં ગૃહમાં બ્રેક્ઝિટ પર તેમની ત્રણ યોજના ખારિજ થઈ ચૂકી છે. સંસદમાં આ મામલામાં મતદાન થયું, જ્યાં સાંસદોએ જોનસનના વિરોધમાં મતદાન કર્યુંં. ત્યાર પછી સંસદ 14 ઓક્ટોબર સુધી સ્થગિત થઈ ગઈ.

ગૃહ સ્થગિત કરવાનો નિર્ણય પણ જોનસને જ લીધો
આ ઉપરાંત યુરોપિયન યુનિયનની બેઠક 17 અને 18 ઓક્ટોબરે થવાની છે, જેમાં જોનસનને બ્રેક્ઝિટ પર નવું સમાધાન આવવાની આશા છે. ગૃહ સ્થગિત કરવાનો નિર્ણય પણ જોનસને જ લીધો હતો. જોનસને બ્રેક્ઝિટ વ્યૂહનીતિમાં સાંસદોનો અડિંગો કરતા રોકવાનો પ્રયાસ તરીકે આ પગલું ઉઠાવ્યું હતું. જોનસને કહ્યું કે, ભલે સાંસદો તેમના હાથ ભલે બાંધે, પરંતુ હું બ્રેક્ઝિટમાં કોઈ જ પ્રકારનો વિલંબ નહીં કરું.

 • પોતાના જ પક્ષમાં બળવો સહન કરવો પડ્યો : જોનસને કહ્યું કે, ડીલ થાય કે ના થાય, 31 ઓક્ટોબર સુધી બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થઈ જશે. આ સમયમર્યાદા ટાળવા માટે તેમની સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ તેમણે બળવાખોરીનો સામનો કરવો પડી રહ્યો છે.
 • સમયમર્યાદા વધારવા માટે નવો કાયદો: બળવાખોર અને વિપક્ષી સાંસદો ઈચ્છે છે કે, બ્રિટન ઈયુથી બહાર થતાં પહેલાં તેમના સાથે સમાધાન કરે, જેના માટે સમય જરૂરી છે એટલે તેઓ સમયમર્યાદા વધારવા ઈચ્છે છે. આ માટે સાંસદોએ સોમવારે એક બિલ રજૂ કર્યું હતું, જે હવે કાયદો બની ચૂક્યું છે.
 • જોનસને કહ્યું- ખીણમાં મરવાનું પસંદ કરીશ: નવા કાયદા પ્રમાણે વડાપ્રધાન ઈયુથી 19 ઓક્ટોબરે અનુરોધ કરશે કે, 31 ઓક્ટોબરની સમયમર્યાદા વધારાય. જોનસન તેની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, બ્રેક્ઝિટમાં વિલંબના બદલે હું મરવાનું પસંદ કરીશ.

હવે બોરિસ જોનસન પાસે ત્રણ વિકલ્પ બચ્યા છે

 1. સમયમર્યાદા ના માનો: જોનસન નવો કાયદો માનવાથી ઈનકાર કરી શકે છે. આ કારણસર તેમને કોર્ટમાં પડકારાઈ શકે છે અને જેલ પણ થઈ શકે છે.
 2. એફટીપીએમાં બદલાવ: ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ એક્ટમાં બદલાવ કરીને ચૂંટણી કરાવી શકે છે, પરંતુ બહુમતી મળવી મુશ્કેલ છે.
 3. ઈયુથી અપીલ: જોનસન ઈયુને પત્ર લખીને 31 ઓક્ટોબરની સમયમર્યાદા વધારવાની અપીલ કરે. જ્યારે વિપક્ષને વિશ્વાસ થઈ જાય કે, સમયમર્યાદા વધી ગઈ છે, ત્યારે ઈયુ બીજો પત્ર લખીને કહે કે, પહેલાની સમયમર્યાદા મંજૂર છે.

સંસદ સ્થગિત કરવા માટે પરંપરાનું પાલન થાય છે
બ્રિટનની સંસદ સ્થગિત કરવા માટે એક પરંપરાનું પાલન કરવામાં આવે છે. તેમાં બ્લેક રોડ (પીઠાસીન અધિકારી) તમામ ક્લાર્ક, હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જોન બર્કો સાથે સંસદની વેલમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે મહારાણીના પ્રતિનિધિ એટલે કે હાઉસ ઓફ કોમન્સની લીડર તરફથી મહારાણીનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો, જેમાં સંસદ સ્થગિત કરવાની વાત કહેવાઈ હતી.

X
સંસદ સ્થગિત કરવા માટે પરંપરાનું પાલન કરવામાં આવ્યુંસંસદ સ્થગિત કરવા માટે પરંપરાનું પાલન કરવામાં આવ્યું
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી