- યૂકે સૂચના આયુક્ત પ્રમાણે આ પેનલ્ટી બ્રિટશ એરવેઝના 2017ના કુલ ટર્નઓવરનું કુલ 1.5 ટકા
- અત્યાર સુધી ફેસબુક પર ડેટા લીક મામલે સૌથી વધારે 4.30 કરોડ રૂપિયાનો દંડ લાગી ચૂક્યો છે
Divyabhaskar.com
Jul 08, 2019, 05:37 PM ISTલંડન: બ્રિટિશ એરવેઝ પર વેબસાઇટ હેકીંગ અને પેસેન્જર્સનો ડેટા ચોરી હોવાના મામલે રેકર્ડ 157 કરોડનો દંડ લાગ્યો છે. 2018માં સાઇબર હેકર્સે બ્રિટિશ એરવેઝના કોમ્પ્યુટર્સને હેક કરીને ડેટા ચોરી લીધો હતો. ઇન્ટરનેશનલ એરલાઇન્સ ગ્રુપ(આઇએજી) એ સોમવારે જણાવ્યું કે યૂકે સૂચના આયુક્તે ડેટા પ્રોટેક્શન એક્ટ અંતર્ગત નોટિસ પણ જાહેર કરી છે.
2018માં થયો હતો સાઇબર એટેક
યૂકે સૂચના આયુક્ત પ્રમાણે આ પેનાલ્ટી બ્રિટિશ એરવેઝના 2017ના કુલ ટર્નઓવરનો 1.5 ટકા છે. આ પહેલા ફેસબુક પર ડેટા લીક મામલે સૌથી વધારે 1.30 કરોડનો દંડ લાગી ચૂક્યો છે. ફેસબુક પર આ દંડ કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેંડલ મામલામાં લાગ્યો હતો.
બ્રિટિશ એરવેઝ પ્રમાણે તેમની સિક્યોરીટી સિસ્ટમ પર સૌથી પહેલા સાયબર એટેક 6 સપ્ટેમ્બર 2018માં થયો હતો. આ દરમિયાન હેકર્સે લગભગ 5 લાખ પેસેન્જર્સનો ડેટા ચોર્યો હતો. તેમાં
પેસેન્જર્સના નામ, એડ્રેસ, ઇ-મેલ આઇડી અને ક્રેડીટ કાર્ડ જેવી મુખ્ય જાણકારી હતી.
એરલાઇનના સીઇઓ એલેક્સ ક્રૂઝે કહ્યું કે તેમને એવો કોઇ પુરાવો નથી મળ્યો જેનાથી સાબિત થાય કે ગ્રાહકોનો ડેટા ચોરી થયો છે. તેમ છતાં આ ઘટનાને કારણે કોઇ અસુવિધા થઇ હોય તો પેસેન્જર્સની માફી માગીએ છીએ.
આઇએજી પ્રમુખ વિલી વૉલ્સે કહ્યું કે તેઓ એરવેઝને બચાવવા માટે દંડ વિરુદ્ધ અપીલ કરી શકે છે. એરવેઝને યુકે સૂચના આયુક્ત સામે પોતાની વાત રાખવાનો અધિકાર છે.