- થેન્ક ગિવિંગ ડેના બીજા દિવસે એટલે કે શુક્રવારે બ્લેક ફ્રાઈડે તરીકે મનાવાય છે
- ગત વર્ષેની તુલનાએ આ વર્ષે 1.2 અબજ ડૉલરનું અધિક વેચાણ થયું
- લોકોએ ટોઈઝમાં ફ્લોઝન-2, એલઓએલ સપ્રાઈઝ અને પોપેટ્રોલ ખરીદ્યા
- બેસ્ટ સેલિંગ વીડિયોગેમ ફીફા-20, માદાન-20 અને નિન્ટેન્ડો સ્વિચ રહ્યાં
Divyabhaskar.com
Dec 02, 2019, 02:39 AM ISTગેમ અને ઇલેક્ટ્રોનિક્સની વધુ ખરીદી
એડોબ એનાલિટિસ્ટના પ્રારંભિક રિપોર્ટ મુજબ આ વખતે લોકોએ ટોઈઝમાં ફ્લોઝન-2, એલઓએલ સપ્રાઈઝ અને પોપેટ્રોલ ખરીદ્યા. જ્યારે બેસ્ટ સેલિંગ વીડિયોગેમ ફીફા-20, માદાન-20 અને નિન્ટેન્ડો સ્વિચ રહ્યાં. આ વખતે લોકોએ ઇલેક્ટ્રોનિક્સમાં એપલ લેપટોપ, એરપોડ્સ અને સેમસંગ ટીવી ખરીદ્યા. એડોબ ડિજીટલ ઇન્સાઈઝના મુખ્ય વિશ્લેષક અને અગ્રણી વેપારી સેલિનેરે કહ્યું કે ક્રિસમસ નજીક આવી રહ્યું છે. તેથી લોકો લાઈનમાં લાગવાને બદલે ફોનથી ખરીદી પર ભાર મૂકે છે. એડોબ એનાલિટિસ્ટે અમેરિકાના 100માંથી 80 રિટેલર્સ, 5.5 કરોડ સ્ટોક કીપિંગ યુનિટ અને 1 ટ્રિલિયન ટ્રાન્જેક્શનનો અભ્યાસ કરી આ મત કાઢ્યો છે.