તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Biden, The First Single table Debate Among The Top 10 Democratic Presidential Candidates In The United States, Showed The Strength Of Obama

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં ડેમોક્રેટિકના 10 રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોમાં પહેલીવાર સિંગલ ટેબલ ડીબેટ, બાઈડેનએ ઓબામાના બહાને તાકાત બતાવી, સૌથી આગળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓબામાના દેખાવ અંગે ડેમોક્રેટ્સ સાંસદોમાં મતભેદ
  • વિનર: જો બાઈડેન , બેટ ઓ રુર્કે, કમલા હેરિસ
  • લુઝર: જુલિયન કાસ્ત્રો, એલિઝાબેથ વોરેન, એન્ડ્રયૂ યાંગ

જોનાથ માર્ટિન, એલેક્ઝાન્ડર બર્ન્સ, હ્યુસ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટ ઉમેદવારોની દોડમાં સૌથી આગળ ચાલી રહેલા જો બાઈડેનએ કહ્યું કે અફઘાનિસ્તાનથી માથું ઊંચકનારા આતંકવાદનો શિકાર બનવાથી અમેરિકા બચી શકે છે. શરત એટલી કે તે એ વાત પર ભાર મૂકે કે પાકિસ્તાન તેને આતંકવાદવિરોધી અભિયાન ચલાવવા માટે પોતાનાં ઠેકાણાંઓનો ઉપયોગ કરવા દે. બાઈડેન 2020માં ત્રીજી ડેમોક્રેટિક ડીબેટમાં ગુરુવારે આક્રમક દેખાયા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઇડેન(76)એ ત્રણ કલાકની આ ડીબેટ દરમિયાન વિરોધી ઉદારવાદીઓ બર્ની સેન્ડર્સ અને એલિઝાબેથ વોરેનને ઘેર્યા હતા. 

મોટા મુદ્દાઓ પર ડેમોક્રેટ્સ વિભાજિત
ડીબેટ દરમિયાન બાઇડેનએ ઓબામાની નીતિઓને આગળ વધારવાની વાત કહી. તેના પર સેન્ડર્સ અને વોરને કહ્યું કે બાઇડેનનું કામકાજ સવાલોના ઘેરામાં છે. બંને ઉમેદવારોએ કહ્યું કે આપણે ઓબામાના વારસાથી આગળ વધવાની જરૂર છે. ગન, વિદેશ અને ઈમિગ્રેશન નીતિ પર ડેમોક્રેટ્સ વિભાજિત દેખાયા.

ચાલુ વર્ષે હજુ 3 ડીબેટ, આગામી ઓહિયોમાં યોજાશે...

  • ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની આ વર્ષે ત્રીજી ડીબેટ હતી. ચોથી ઓહિયોમાં યોજાશે. તેના પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં એક-એક ડીબેટ થવાની છે.
  • બીજી ડીબેટમાં 20માંથી 14 ઉમેદવારો ક્વોલિફાઈ થયા હતા. ત્રીજી ડીબેટ માટે 10 ઉમેદવાર જ ક્વોલિફાઈ કરી શક્યા હતા.
  • ડીબેટમાં બાઈડેન, સેન્ડર્સ, એલિઝાબેથ વોરેન, કમલા હેરિસ, પીટ બુતિગિએગ, કોરી બ્રુકર, એમી ક્લોબચર, એન્ડ્રયુ યાંગ, જુલિયન કાસ્ત્રો અને બેટ ઓ રુર્કે સામેલ થયા.

દેખાવકારોએ ડીબેટ અટકાવી
બાઇડેનના જવાબ આપતી વખતે અમુક દેખાવકારો સ્ટેજ પર આવી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ડીબેટને અટકાવાઈ, સુરક્ષાકર્મી તેમને બહાર લઈ ગયા પછી ડીબેટ શરૂ થઈ. 

500થી વધુ પત્રકારોએ કવરેજ કર્યું
અહીં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની ડીબેટ કવર કરવા 500થી વધુ પત્રકારો હાજર રહ્યા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો