• Home
  • International
  • Bhaskar Special: Google CEO Sundar Pichai turns 47, interview with Tech guru siddharth rajhans

ભાસ્કર વિશેષ  / ગૂગલના પિચાઇના 47મા જન્મદિને ટેક ગુરુ સિદ્ધાર્થ રાજહંસ સાથે વિશેષ વાતચીત

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇની ફાઇલ તસવીર
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇની ફાઇલ તસવીર

  • કેટલા પણ વ્યસ્ત હોવ, પરિવાર માટે પૂરતો સમય આપવાનો ગુણ મનુષ્યમાં હોવો જોઇએ: પિચાઇ

Divyabhaskar.com

Jul 12, 2019, 02:45 AM IST

કેલિફોર્નિયા: ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ આજે પોતાનો 47મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષમાં ગૂગલ સાથે સુંદર ઘણા ઉતાર-ચઢાવ જોયા. સુંદર કહે છે કે અમે ગૂગલની દરેક પ્રોડક્ટ અને સર્વિસ સાથે આ વાતનું ધ્યાન રાખીએ છીએ કે તેનાથી વિશ્વની કોઇને કોઇ સમસ્યાનો ઉકેલ મળી શકે. તમે કેટલા પણ વ્યસ્ત હોવ, પોતાના પરિવાર માટે સમય કાઢો. આ એક એવો ગુણ છે, જે દરેક મનુષ્યમાં હોવો જોઇએ. જન્મ દિને ટેક ગુરુ સિદ્ધાર્થ રાજહંસ સાથેની વાતચીતના અંશ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીને આગળ લઇ જશે, સૌથી મોટી ગેમ ચેન્જર સાબિત થશે

વિશ્વમાં થઇ રહેલા ત્રણ મોટા ફેરફારમાં તમે કોને ગેમ ચેન્જર માનો છો?

5જી, આર્ટિફિશિયલ ઇનેટેલિજન્સ (એઆઇ) અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાંથી હું એઆઇના પક્ષમાં છું. 5જી સારું પરિવર્તન છે. પરંતુ તે માત્ર ટેક્નોલોજીને એક ડગલું આગળ લઇ જશે. પરંતુ, જે અસલી છલાંગ છે, અને ટેક્નોલોજીને બહુ આગળ લઇ જશે તે છે, ‘એઆઇ’. તેને હું ગેમ ચેન્જર માનીશ.

ગૂગલ અને વિશ્વ માટે તેના યોગદાન અંગે તમારા મનની એક વાત શું છે?

હું 2004માં ગૂગલમાં જોડાયો હતો અને હું અહીં ઇનોવેશનથી લઇ પ્રોડક્ટ મેનેજમેન્ટ સુધી ઘણા અનુભવોમાંથી પસાર થયો છું. મને લાગે છે કે ગૂગલ વિશ્વની એક અદ્વિતીય કંપની બની ગઇ છે અને આજે તે ઇન્ટરનેટનો પર્યાય છે. અમારું લક્ષ્ય આ આઇડિયોલોજીને વધુ આગળ લઇ જવાનો છે.

ત્રણ કયાં મોટા પરિવર્તન છે, જે સીઇઓ તરીકે તમે ગૂગલમાં લઇને આવ્યા?

એક સારા લીડરે પોતાની કંપનીમાં દરેક વસ્તુ માટે જવાબદાર હોવુ જોઇએ. તેનાથી પોતાની વેલ્યુ વહેંચવામાં મદદ મળે છે. સાથે જ બધાની ભાગીદારી હોવી જોઇએ. સૌને સાથે લઇને ચાલવું જોઇએ. ત્રીજું પોતાની કંપનીને આલ્ફાબેટના બેનર હેઠળ સૌને સંગઠિત કરવું છે. એટલે કે કોર વેલ્યુઝ પર ધ્યાન આપવું. આ ત્રણ કોર વેલ્યુઝનું મિશ્રણ કંપનીને પ્રગતિ તરફ લઇ શકે છે.

મોદી બીજી વખત સત્તામાં આવતા ભારતીયોને વધુ નોકરી અંગે કોઇ વિશેષ પ્લાન છે?

મોદી સારું કામ કરી રહ્યા છે. હું સામાન્ય રીતે કોઇ રાજકીય વાત કરતા દૂર રહું છું. અમે ભારતમાં અમારો બેઝ વધારી રહ્યા છીએ. અમારા પોર્ટફોલિયોમાં નવી નોકરીઓ પણ જોડી રહ્યા છીએ. અમે આવી જ રીતે ભારતીયોને પોતાની સાથે જોડવાનું ચાલુ રાખીશું અને વિચારું છું કે તેઓ અમારા માટે બહુ જરૂરી ગૂગલર્સ છે.

ગૂગલના સીઇઓ તરીકે 4 વર્ષ પછી હવે જીવન કેટલું બદલાઇ ગયું છે?

એક હોદ્દાથી વધુ તે ભવિષ્યને સંવારવાની એક જવાબદારી છે. તેમાં ટેક્નોલોજીના આગળ વધવાની સ્પીડને સંભાળવી અને તેના પર ભવિષઅયનું નિર્માણ કરવું છે. એ રોમાંચક હોવાની સાથે જ પડકારજનક કામ છે. પરંતુ મારું જીવન એવું જ, જેવું હતું. મારા સાથી, પરિવાર અને મિત્રો બધા એવા જ છે. હાં લોકો સુધી પહોંચવું અને તેમનું નેતૃત્વ કરવાની ક્ષમતા બહુ ઝડપથી વધી છે અને હું તેના પ્રત્યે કૃતજ્ઞ છું.

યુવા ભારતીયો માટે તમારો કોઇ મેસેજ?

ભારતીય હોવા અંગે ગર્વ કરો અને સખત પરિશ્રમ કરતા રહો. એ જરૂરી નથી તમને હંમેશા સફળતા મળશે અને તમને એ જ ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે, જેમાં તમે અભ્યાસ કર્યો છે. હું મેટલર્જિકલ એન્જિનિયર છું અને આજે વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીમાંથી એકનો બોસ છું. આપણું એક જ સપનું હોવું જોઇએ, એક વિજન હોવું સારી વાત છે. પરંતુ સતત સખત મહેનત જ સફળતાના તાળાની ચાવી છે.

ગૂગલનાં સીઇઓ સુંદર પિચાઇનાં જણાવ્યાનુસાર અમારી ફરજ એવી કોર ટેક્નોલોજી પર ધ્યાન આપવાની છે, જે ગૂગલને ચલાવે છે. ટેક્નોલોજી પર એક ‘ક્લિયર વિઝન’ હોવું મારી લીડરશિપ સ્ટાઇલનું મહત્ત્વનું પાસું છે.

X
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇની ફાઇલ તસવીરગૂગલના સીઇઓ સુંદર પિચાઇની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી