બાપુના જે મ્યૂરલને આતંકીઓએ નષ્ટ કર્યા હતા, 150મી જયંતી માટે કલાકારોએ તેને ફરી બનાવી દીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાબુલમાં ભારતીય દૂતાવાસની દીવાલ પર આ મ્યૂરલ તૈયાર કરાયું છે. - Divya Bhaskar
કાબુલમાં ભારતીય દૂતાવાસની દીવાલ પર આ મ્યૂરલ તૈયાર કરાયું છે.
  • શાંતિનો સંદેશ આપવા માટે કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસમાં મ્યૂરલ તૈયાર કરાયા

કાબુલઃ કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસની દિવાલ પર ફરી એકવાર મહાત્મા ગાંધીના મ્યૂરલ શાંતિનો શક્તિશાળી સંદેશ આપતાં દેખાય છે. તેને મે 2017ના આતંકી હુમલા પછી નષ્ટ કરાયા હતા. આ હુમલામાં 140 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનના કલાકારોએ બાપુની 150મી જયંતિ પહેલા તેને ફરી બનાવી દીધા છે. તેના પર બાપુના સંદેશ અંગ્રેજી અને ફારસીમાં લખેલ છે કે જે દિવસે પ્રેમની શક્તિ, સત્તા પ્રેમ પર હાવી થઈ જશે. તે દિવસે દુનિયા શાંતિને સારી રીતે સમજી શકશે. કલાકારો કહે છે કે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની આના કરતા સારી રીત બીજી કોઈ નથી. સાત કલાકારોએ 325 ચો.ફૂટમાં આ ભીંતચિત્રો તૈયાર કર્યા છે. 

અફઘાનના લોકો બાપુની અહિંસક રીતના પ્રશંસક છે 
આર્ટલોર્ડ્સના પ્રમુખ ઓમેદ ફરીદી અનુસાર અફઘાનના લોકો ગાંધીના શાંતિપૂર્ણ અને અહિંસક રીતની પ્રશંસા કરે છે. અહીં તેમની ઓળખ હંમેશા શાંતિ માટે ઊભા રહેનારા વ્યક્તિ તરીકે છે. આ ઓળખ જાળવી રાખવી જરૂરી હતી. સંસ્થા અફઘાનિસ્તાનની શિક્ષણ પ્રણાલીમાં કળા-સંસ્કૃતિને જોડવાની પક્ષધર છે. એટલે દુનિયાથી મહિલા કલાકારોને અહીં આવવા અને જોડાવવા પ્રોત્સાહિત કરે છે.