અફઘાનિસ્તાન / મંત્રણા પૂરી થતાં તાલિબાને કહ્યું- અમેરિકી સેના વિરુદ્ધ લડાઇ ચાલુ રહેશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Sep 11, 2019, 02:49 AM IST

કાબુલ: અમેરિકા સાથે મંત્રણા પૂરી થયા બાદ તાલિબાન રઘવાયું થયું છે. તેણે કહ્યું છે કે તે અમેરિકી સેના વિરુદ્ધ લડાઇ ચાલુ રાખશે. અમેરિકા પરિણામો ભોગવવા તૈયાર રહે.

વાતચીત ખતમ થઇ ચૂકી છે: ટ્રમ્પ
તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે, અમારી પાસે અફઘાનિસ્તાનમાં કબજો ખતમ કરવાના બે રસ્તા હતા, એક જેહાદ અને લડાઇ, બીજો વાતચીત. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વાતચીત રોકવા ઇચ્છે છે તો અમે પહેલો રસ્તો અપનાવીશું અને તેઓ બહુ જલદી પસ્તાશે. શનિવાર સુધી મંત્રણા પાટા પર હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે તેમની સરકાર શાંતિ ઇચ્છતા લોકો સાથે મંત્રણા માટે તૈયાર છે. અફઘાનિસ્તાનમાં એક બોમ્બ વિસ્ફોટમાં અમેરિકી જવાનના મોત બાદ ટ્રમ્પે રવિવારે તાલિબાન સાથે વાતચીત ખતમ કરવાની જાહેરાત કરી હતી. તેમણે સોમવારે દોહરાવ્યું કે વાતચીત ખતમ થઇ ચૂકી છે. અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે વાપસી થશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી