લંડન / PoKના અગ્રણીએ પાક. મંત્રી ફવાદને બેવકૂફ ગણાવ્યા, કહ્યું- મેટ્રોના સમયમાં તમે રિક્શામાંથી બહાર જ નથી નીકળતા

  • સમાજસેવા ક્ષેત્રે નોંધપાત્ર સ્થાન ધરાવતા આરિફ આજાકિયાએ કહ્યું- દુનિયામાં લોકો આપણી મજાક ઉડાવે છે
  • આરિફે કહ્યું- પાક મંત્રી ઘરઆંગણે ટેક્નોલોજીના વિકાસને બદલે કાશ્મીર અને ચંદ્રયાન-2 માટે વધારે ચિંતિત

Divyabhaskar.com

Sep 10, 2019, 04:25 PM IST

લંડન: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ના આરિફ આજાકિયાએ પાક સરકારના મંત્રીઓ પર આકરા પ્રહાર કર્યા છે. આજાકિયાએ ઈમરાન સરકારમાં વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીને મૂર્ખ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન આજે પણ રિક્ષા અને સાઈકલમાંથી બહાર નથી આવતું. જ્યારે દુનિયા મેટ્રોમાં ફરી રહી છે. સમગ્ર દુનિયામાં પાકિસ્તાનની મજાક થઈ રહી છે. અહીંના મંત્રી માત્ર ચદ્રયાન-2 અને કાશ્મીરની વાતો કરી રહ્યા છે.

આરિફ આજાકિયા એક સમાજસેવી છે. તેમણે કહ્યું કે, ફવાદ ચૌધરી તમે વિજ્ઞાન મંત્રી છો. રિક્શા અને સાઈકલમાંથી બહાર આવો. પોતાના દેશના ભવિષ્ય વિશે વિચારો. આજના સમયમાં જ્યારે સમગ્ર દેશમાં મેટ્રો ચાલી રહી છે ત્યારે તમે રિક્શામાં છો. આ જ તમારી ઔકાત છે. ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો 7 સપ્ટેમ્બરે સંપર્ક ટૂટતા ચૌધરીએ ભારતની મજાક ઉડાવતું ટ્વિટ કર્યું હતું. તેનો પાકિસ્તાનના લોકોએ જ વિરોધ કર્યો હતો.

પાકિસ્તાનને મજાક બનાવી દીધું છે
અજાકિયાએ કહ્યું, તમે બીજાને સલાહ આપો છો, પરંતુ તમે આ દેશ (પાકિસ્તાન)ને મજાક બનાવી દીધો છે. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો અમારી મજાક ઉડાવે છે. પરંતુ તમે કાશ્મીર અને ચંદ્રયાન-2 વિશે વધારે ચિંતિત છો. ચંદ્રયાન-2 ભારતનું ઐતિહાસીક મિશન છે. નાસાએ પણ તેના વખાણ કરતાં કહ્યું છે કે, આ ભારતની એક મોટી સફળતા છે. માત્ર તમે જ ઈચ્છો છો કે આ મિશન અસફળ થાય. ફવાદ ચૌધરી, શેખ રાશિદ તમે શું કરી રહ્યા છો?

પાકિસ્તાનની અર્થવ્યવસથા આઈસીયુમાં
પાકિસ્તાન સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂર પર આકરા પ્રહાર કરતા આજાકિયાએ કહ્યું છે કે, તમે કહ્યું છે કે, તમે પાકિસ્તાનીન અર્થવ્યવસ્થા સંભાળી રહ્યા છો. તમે જ છો તેના કારણે પાકિસ્તાનીન અર્થવ્યવસ્થા આઈસીયુમાં આવી ગઈ છે. હવે તેને એકલી છોડી દો. ક્વેટામાં ગયા સપ્તાહમાં બે બ્લાસ્ટ થયા. શ્રીલંકા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન આવવાનો ઈનકાર કરી દીધો છે. તમારું કામ પાકિસ્તાનમાં કાયદો અને અર્થવ્યવસ્થા જાળવવાનું છે. જે સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી