પહેલી વખત એન્ટાર્કટિકાનું તાપમાન 20° સેલ્સિયસને પાર પહોંચ્યું, 38 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એન્ટાર્કટિકાના સાઈન આઈલેન્ડ પર જાન્યઆરી 1982માં 19.8° સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું
  • બ્રાઝિલીયન શોધકર્તાઓ પ્રમાણે, એન્ટાર્કટિકામાં તાપમાન વધવાના કારણે સમુદ્રી જલધારાઓ અને અલ નીનો પ્રભાવ હોઈ શકે છે

સાઓ પાઉલોઃ દુનિયામાં ગરમી વધી રહી છે. દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં પહેલી વખત તાપમાન 20 સેલ્સિયસને પાર (20.75 સેલ્સિયસ)પહોંચતા ગરમીનો અંદાજો લગાવી શકાય છે. આ તાપમાન 9 ફેબ્રુઆરીએ એન્ટાર્કટિકાના સેમૂર દ્વીપમાં બનાવાયેલા રિસર્ચ સ્ટેશન પર માપવામાં આવ્યું હતું. આ પહેલા સાઈની દ્વીપ પર જાન્યુઆરી 1982માં 19.8 સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. બ્રાઝિલીના શોધકર્તા કાર્લોસ શિફરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આને ધરતી ગરમ થવા અંગેની ચેતવણી તરીકે જોઈ શકાય છે.

ફેબ્રુઆરીમાં બીજી વખત દક્ષિણી ધ્રુવ પર તાપમાન 18 સેલ્સિયને પાર 
બ્રિટિશ છાપા ધ ગાર્જિયનના પ્રમાણે, 6 ફેબ્રુઆરીએ એન્ટાર્કટિકામાં આવેલા એસ્પરાંજાના અર્જેન્ટીનિયાઈ રિસર્ચ સ્ટેશનમાં 18.3 સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જો કે, દક્ષિણ ધ્રુવો પર રેકોર્ડ કરવામાં આવેલા તાપમાનની વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા પુષ્ટિ થવાની બાકી છે. 

એન્ટાર્કટિકામાં આવેલા દૂરસ્થ વિસ્તારોના આવેલા રિસર્ચ સ્ટેશનોમાં દર ત્રણ દિવસે તાપમાન ચેક કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ વધારાને આશ્વર્યજનક અને અસામાન્ય જાહેર કરી દીધું છે. એન્ટાર્કટિકાની 23સાઈટ્સ પર જળવાયુ પરિવર્તનના પ્રભાવનું અધ્યયન કરી રહેલા કાર્લોસ શિફરના જણાવ્યા પ્રમાણે, ‘ઘણી સાઈટ્સ પર અમે વોર્મિંગ ટ્રેન્ડ્(ગરમીનું ચલણ) જોઈ રહ્યા છે, પરંતુ આ પ્રકારે તાપમાનમાં વધારો ક્યારેય જોવા મળ્યો નથી’શિફરે એવું પણ કહ્યું કે, એન્ટાર્કટિકાના સાઉથ શેટલેન્ડ આઈલેન્ડ અને જેમ્સ રોય દ્વીપસમૂહમાં 20 વર્ષોમાં તાપમાનમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.21મી સદીનો પહેલો દશકો તો ઠંડો રહ્યો, પરંતુ બીજા દશકામાં ગરમી વધી રહી છે. 
સમુદ્રી જલધારાઓની અસર હોઈ શકે છે 
બ્રાઝિલીયન એન્ટાર્કટિકા પ્રોગ્રામ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોના કહ્યાં પ્રમાણે, દક્ષિણ ધ્રુવમાં તાપમાનમાં વધારો સમુદ્રી જલધારાઓ અને અલ નીનોના પ્રભાવના કારણે થઈ શકે છે. હાલ વાયુમંડળમાં જળવાયું ફેરફાર જોવા મળી રહ્યા છે, જેનાથી ધ્રુવોનું તાપમાન વધી શકે છે.

એન્ટાર્કટિકા વિસ્તારમાં દુનિયાનું 70% તાજુ પાણી 
એન્ટા્ર્કટિકા વિસ્તારમાં (60° દક્ષિણ અક્ષાંશ અને તેનાથી ઉપર) દુનિયાનું 70% તાજું પાણી છે. જો અહીંયાના તમામ ગ્લેશિયર ઓળગી જશે તો સમુદ્ર તળ 50-60 મીટર ઉપર આવી જશે. સંયુક્ત રાષ્ટ્રના વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે 21મી સદીના અંત સુધી સમુદ્ર તળ 30 થી 110 સેમી વધી જશે. જેને રોકવા માટે કોઈ પણ સ્થિતિમાં ઉત્સર્જન રોકવું પડશે.

અન્ય સમાચારો પણ છે...