ઈરાન / જનરલ સુલેમાનીની હત્યાથી નારાજ નેતાની સંસદમાં જાહેરાત- ટ્રમ્પની હત્યા કરનારને રૂ. 21 કરોડનું ઈનામ આપશે

સાંસદ હામજેએ આ નિવેદન 290 સીટ વાળી સંસદ (મજલિસ)માં આપ્યું (ફાઈલ ફોટો)
સાંસદ હામજેએ આ નિવેદન 290 સીટ વાળી સંસદ (મજલિસ)માં આપ્યું (ફાઈલ ફોટો)

  • કેરમાનના કહ્યુજ શહેરથી સાંસદ અહમદ હામજેએ કહ્યું કે, ઈરાને આત્મરક્ષા માટે ઝડપથી પરમાણુ હથિયાર બનાવવા પડશે
  • અમેરિકાએ 3 જાન્યુઆરીએ ઈરાનની કુર્દસ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની ડ્રોન હુમલામાં હત્યા કરી હતી
  • ત્યારપછીથી ઈરાન-અમેરિકા વચ્ચેનો તણાવ ખૂબ વધી ગયો છે, બંને એક બીજાને બરબાદ કરવાની ધમકી આપી ચૂક્યા છે

Divyabhaskar.com

Jan 22, 2020, 11:15 AM IST

તેહરાન: ઈરાનના એક સાંસદે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે રૂ. 21 કરોડનું ઈનામ જાહેર કર્યું છે. ઈરાનના કહ્યુજ શહેરથી સાંસદ અહમદ હામજેએ કહ્યું છે કે, આ ઈનામ કેરમાનના લોકો તરફથી હશે. કેરમાન તે જ જગ્યાએ છે જ્યાં જનરલ કાસિમ સુલેમાનીને દફન કરવામાં આવ્યા છે. સાંસદ જનરલ સુલેમાનીના મોતથી ખૂબ ગુસ્સે છે. તેથી તેમણે સંસદ (મજલિસ)માં ભાષણ દરમિયાન ટ્રમ્પની હત્યા કરનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે.

હામજેએ સંસદમાં ત્યાં સુધી કહી દીધું છે કે, ઈરાને પોતાની સુરક્ષા માટે પરમાણુ હથિયાર બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. આપણી પાસે જો આજે પરમાણુ હથિયાર હોત તો આપણે જોખમ સામે સુરક્ષીત હોત. હવે આપણે એવી લોંગ રેન્જ મિસાઈલ બનાવવી જોઈએ જે પરમાણુ હથિયારને પોતાની સાથે લઈ જઈ શકે. આપણી સુરક્ષાનો આપણને અધિકાર છે.

અમેરિકાએ કહ્યું- આવા નિવેદનો ઈરાનનો આતંકી ચહેરો દર્શાવે છે
યુએનમાં અમેરિકાના નિસસ્ત્રીકરણ મામલે એમ્બેસેડર રોબર્ટ વુડે હામજેના નિવેદનને વખોડી દીધું છે. જેનેવામાં મીડિયા સાથે વાત કરતા વુડે કહ્યું છે કે, ઈરાન તરફથી આવતા આવા નિવેદનો તેમના શાસનનો આતંકી ચહેરો દર્શાવે છે. તેમણે કહ્યું કે, ઈરાનનું આ નિવેદન બકવાસ છે અને આવા શાસને ઝડપથી તેમનું વર્તન બદલવું પડશે.

3 જાન્યુઆરીએ અમેરિકન ડ્રોન હુમલામાં જનરલ સુલેમાનીનું મોત થયું હતું
બગદાદ એરપોર્ટ પર 3 જાન્યુઆરીએ અમેરિકા દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ઈરાનની ઈલીટ કુર્દસ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. ત્યારપછી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો હતો. 7 જાન્યુઆરીએ ઈરાને અમેરિકાના બે બેસ પર 22 મિસાઈલથી હુમલો કર્યો હતો. તેમાં 11 અમેરિકન સૈનિકોને ઈજા થઈ હતી.

X
સાંસદ હામજેએ આ નિવેદન 290 સીટ વાળી સંસદ (મજલિસ)માં આપ્યું (ફાઈલ ફોટો)સાંસદ હામજેએ આ નિવેદન 290 સીટ વાળી સંસદ (મજલિસ)માં આપ્યું (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી