કાર્યવાહી / અમેરિકાનો ચીનના અધિકારીઓના પ્રવેશ અને વિઝા પર પ્રતિબંધ

America banned entry and visa of Chinese officials

  • કોમ્યુનિસ્ટ પાર્ટીના વડા ચેન કુઆંગુઓ પર પ્રતિબંધ મૂકી દીધો

Divyabhaskar.com

Oct 10, 2019, 06:44 AM IST
બેઈજિંગ, વોશિંગ્ટન: અમેરિકાએ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોની ઉત્પીડનમાં સંડોવાયેલા ચીનના અધિકારીઓને અમેરિકામાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
અમેરિકાએ ચીનની 28 કંપનીઓને બ્લેક લિસ્ટમાં નાખી હતી
અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ બુધવારે કહ્યું કે ચીન લઘુમતી ઉઈગર, કઝાખ અને અન્ય મુસ્લિમોનું ઉત્પીડન અને તેમના પર દમન ગુજારી રહ્યું છે. તેમાં ચીનના જે અધિકારીઓ સંડોવાયેલા છે તેમને અમેરિકાના વિઝા નહીં અપાય. તેમાં ચીનના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સાથે જ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનના લોકો પણ સામેલ થશે. અમેરિકાએ તેના હેઠળ કોમ્યુનિસ્ટ પાર્ટીના વડા ચેન કુઆંગુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ સોમવારે અમેરિકાએ ચીનની 28 કંપનીઓને બ્લેક લિસ્ટમાં નાખી હતી. બીજી બાજુ ચીને અમેરિકાના આરોપોને ફગાવી દીધા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે અમેરિકા ખરાબ ઈરાદાથી ચીનવિરોધી પગલાં ભરી રહ્યું છે.
X
America banned entry and visa of Chinese officials
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી