અલીબાબા / ત્રણ લાખ કરોડ રૂપિયાની નેટવર્થવાળા જેકમાં 55ની ઉંમરે ચેરમેન પદેથી નિવૃત્ત થયા

  • હવે ટીચિંગ અને સમાજસેવા ઉપર ધ્યાન આપશે
  • હાર્વર્ડ યુનિવર્સિટીએ 10 વાર રિજેક્ટ કર્યા, ગ્રેજ્યુએશન પછી 30 કંપનીઓએ રાખ્યા નહતા

Divyabhaskar.com

Sep 10, 2019, 06:13 PM IST

હેંગઝૂ: ચીનના અલીબાબા ગ્રૂપના ચેરમેન જેક મા મંગળવારે નિવૃત્ત થઈ ગયા છે. તેમણે સીઈઓ ડેનિયલ ઝાંગને કમાન સોંપી દીધી છે. જેક માએ નિવૃત્તીની જાહેરાત એક વર્ષ પહેલાં જ કરી દીધી હતી. આટલા સમય દરમિયાન તેઓ ઝાંગને બધુ કામકાજ સમજાવી રહ્યા હતા. જેક મા હવે ટીચિંગ અને સમાજસેવાના કામ સાથે જોડાશે. 1999માં અલીબાબાની શરૂઆત કરતા પહેલા તેઓ ઈંગ્લિશના શિક્ષક હતા. નિવૃત્તી માટે તેમણે તેમનો જન્મદિવસ અને ટીચર્સ-ડેને પસંદ કર્યો હતો. જેક માનો આજે જન્મ દિવસ છે. ચીનમાં ટીચર્સ ડે 10 સપ્ટેમ્બરે યોજાય છે. જેક મા આગામી વર્ષ સુધી સલાહકાર તરીકે કંપનીના બોર્ડમાં રહેશે.

શિક્ષણ સાથે ઉંડી લાગણી, હાલની શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર પર ભાર
ગયા મહિને શાંઘાઈમાં આયોજિત વર્લ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સમાં જેક માએ કહ્યું હતું કે, આગામી 10-20 વર્ષમાં દરેક વ્યક્તિ, દેશ અને સરકારની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા વિશે ધ્યાન આપવાની જરૂર છે. જેથી સુનિશ્ચિત થઈ જાય કે, આપણા બાળકોને એવી નોકરી મળે જેમાં સપ્તાહમાં 3 દિવસ અને દિવસમાં 4 કલાક કામ કરવાની જરૂર હોય. ગયા વર્ષે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કહ્યું હતું કે, જો આપણે શિક્ષણની વ્યવસ્થા ન બદલી તો 30 વર્ષ પછી મુશ્કેલીમાં આવી જઈશું. કરંટ અફેર્સ માહિતી આધારિત અભ્યાસ કરાવવાની રીતથી આપણાં બાળકો સફળ થશે. તેઓ મશીનો પ્રતિસ્પર્ધા કરવા લાયક નહીં બની શકે. તેમને સ્વતંત્ર વિચાર, મૂલ્ય અને ટીમવર્ક જેવી સોફ્ટ સ્કિલ શીખવવાની જરૂર છે.

શિક્ષણ માટે 4.5 કરોડ ડોલર દાન આપશે
જેક મા તેમના ફાઉન્ડેશન દ્વારા પરોપકારના કામ કરે છે. તેમણે 2014માં જેક મા ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. તેની પાછળ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સમાજસેવાના કામને પ્રેરણા ગણાવી હતી. ચીનના ગ્રામીણ વિસિતારમાં પ્રતિભાસાળી શિક્ષકોને શોધવા અને તૈયાર કરવા માટે જેક મા ફાઉન્ડેશને 2017માં 4.5 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી હતી.

દુનિયાના 500 અમીરોમાં જેક મા 20માં નંબરે
જેક માએ ગયા વર્ષે કહ્યું હતું- બિલ ગેટ્સ પાસેથી ઘણું બધુ શિખ્યું છે. હું કદી તેમના જેટલો અમીર બની શકુ એમ નથી પરંતુ તેમના પહેલાં નિવૃત્ત તો થઈ જ શકુ છું. ગેટ્સે 2014માં માઈક્રોસોફ્ટના ચેરમેન પદેથી નિવૃત્ત થયા હતા. તે સમયે તેમની ઉંમર 58 વર્ષ હતી. ગેટ્સ દુનિયામાં બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની નેટવર્થ 7.70 લાખ કરોડ છે. જેક મા 3 લાખ કરોડની નેટવર્થ સાથે દુનિયામાં અમીરોના લિસ્ટમાં 20માં નંબરે છે. તેઓ ચીનના સૌથી મોટા અમીર વ્યક્તિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ગયા વર્ષે જેક માને પાછળ મૂકીને સૌથી મોટા અમીર બની ગયા હતા. અંબાણી 3.41 લાખ કરોડની નેટવર્થ સાથે દુનિયાના 500 અમીરોના લિસ્ટમાં 17માં નંબરે છે.

જાન્યુઆરી-જૂનમાં ચીનમાં ઓનલાઈન રિટેલ સેલ્સ ગ્રોથ માત્ર 17.8 ટકા રહ્યો
ડેનિયલ ઝાંગ 2015માં અલીબાબાના સીઈઓ બન્યા હતા. હવે તેમના પર ચેરમેન પદની જવાબદારી પણ આવી ગઈ છે. વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ચીનના ઈ-કોમર્સ સેક્ટરમાં ગ્રોથની નવી શક્યતાઓ શોધવી તેમના માટે મોટો પડકાર સાબીત થશે. ચીનના ટેક પબ્લિશિંગ ગ્રૂપ 36કેઆરના વિશ્લેષક લિયુ યિમિંગના જણાવ્યા પ્રમાણે અલીબાબા ઈનોવેશન અને નવા ટ્રેન્ડ શોધવા માંગે છે. તો તે પહેલાં કરતાં વધારે મુશ્કેલ છે. ચીનના ઓફિશિયલ આંકડાઓ પ્રમાણે આ વર્ષે પહેલાં છ મહિનામાં ઓનલાઈન રિટેલ સેલ્સ ગ્રોથ માત્ર 17.8 ટકા જ રહ્યો હતો. ગયા વર્ષે આ સમયગાળામાં આ ગ્રોથ 32.4 ટકા રહ્યો હતો. અમેરિકન ટ્રેડ વોરના કારણે પણ ચીનની કંપનીઓને મુશ્કેલી થઈ રહી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી