સૂદાન / ખોરાક અને દવાઓની અછતના કારણે સિંહ કુપોષણનો ભોગ બન્યા; વજન ઘટ્યું, તેમને બચાવવા માટે લોકો ફંડ ભેગું કરી રહ્યા છે

Al Qurashi Park in Khartoum Sudan Lions Latest News and Updates On Lions Death By Starvation
Al Qurashi Park in Khartoum Sudan Lions Latest News and Updates On Lions Death By Starvation

  •  સૂદાનના ખાર્તૂમમાં 5 આફ્રિકન સિંહની પરિસ્થિતિ ખરાબ, ખાવાનું ન મળવાના કારણે હાડકા જોવા મળ્યા 
  • સોશયલ મીડિયા પર ‘સૂડાન એનિમલ રેસ્ક્યૂ’ ટ્રેન્ડ થયું, એક્ટિવિસ્ટ અને જનતાની માંગ- તેમને બહાર મોકલવામાં આવે

Divyabhaskar.com

Jan 21, 2020, 12:49 PM IST

ખાર્તૂમઃ આફ્રીકન દેશ સૂદાનમાં ખોરાક અને દવાઓની અછતની અસર માણસો સાથે જાનવરો પર પણ જોવા મળી રહી છે. રાજધાની ખાર્તૂમમાં આવેલી અલ-કુરૈશી ચિડીયાઘરમાં આની એવી અસર થઈ છે કે જેનાથી પાંચ નર અને માદા સિંહ કુપોષણનો શિકાર બન્યા છે. હવે તો સ્થિતિ એવી છે કે પ્રાણીઓના હાડકા પણ દેખાવા લાગ્યા છે. સોશયલ મીડિયા પર તાજેતરમાં જ આવા સિંહનો ફોટો વાઈરલ થયો હતો. ત્યારબાદ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોએ સિંહની આ દયનીય પરિસ્થિતિ માટે અવાજ ઉઠાવ્યો છે.
સૂદાનમાં હાલ સૂડાન એનિમલ રેસ્ક્યૂ હેશટેગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફેસબુક પર એક્ટિવિસ્ટ ઉસ્માન સાલિહે લખ્યું કે, ‘જ્યારે મેં આ સિંહને પાર્કમાં જોયા, તો તેમના હાડકા દેખાતા હતા. હું લોકો અને પ્રાણીઓ માટેની સંસ્થાને મદદની અપીલ કરું છું.’તેમની આ પોસ્ટ પછી લોકોની માંગ છે કે સિંહને કોઈ એવી જગ્યાએ મોકલવામાં આવે, જ્યાં પાલન-પોષણ યોગ્ય રીતે થઈ શકે.
કર્મચારી સિંહ માટે પોતાના ખિસ્સામાંથી ખાવાનું ખરીદી રહ્યા છે
ચિડિયાઘરનું સંચાલન ખાર્તૂમ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જો કે, આ સગવડ પણ પ્રાઈવેટ ફંડિંગ દ્વારા ચાલી રહી છે એટલે લોકોના આપેલા દાનના પૈસામાંથી. હાલ સૂદાન અર્થવ્યવસ્થાની સૌથી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અહીંયા વિદેશી ચલણ ભંડાર ખતમ થવાના આરે છે અને લોકો ખાવા પીવાની વસ્તુઓના ભાવ આભલે અડી રહ્યા છે. એવામાં ચિડિયાઘરમાં પ્રાણીઓની દેખરેખ પણ યોગ્ય રીતે નથી થઈ રહી. પાર્કના મેનેજર ઈસામેલુદ્દીન હજ્જારના જણાવ્યા પ્રમાણે, ‘જમવાનું નથી હોતું, એટલે ઘણી વખત અમે પોતાના પૈસે સિંહનું જમવાનું લાવીએ છીએ’

કુપોષિત સિંહને જોવા માટે ભીડનો જમાવડો
સોશયલ મીડિયા પર સિંહની લથડતી પરિસ્થિતિને જોયા બાદ રવિવારે મોટી સંખ્યામાં દર્શકો ચિડિયાઘર પહોંચ્યા. ન્યૂઝ એજન્સીના ફોટોગ્રાફરના જણાવ્યા પ્રમાણે, 5માંથી એક સિંહને રસ્સીથી બાંધવામાં આવ્યો અને ડ્રિપ દ્વારા ગ્લુકોઝ આપવામાં આવ્યું કારણ કે તેને ડિહાઈડ્રેશન થયું હતું. તેમની વાડ પાસે ખરાબ મટનના ટુકડા પડ્યા હતા. પાર્કના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચિડિયાઘરની ખરાબ પરિસ્થિતિથી મોટાભાગના પ્રાણીઓના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે.

X
Al Qurashi Park in Khartoum Sudan Lions Latest News and Updates On Lions Death By Starvation
Al Qurashi Park in Khartoum Sudan Lions Latest News and Updates On Lions Death By Starvation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી