કાર્યવાહી / ભારતમાં આતંક ફેલાવવા માટે કાર્યરત અલકાયદાનો આતંકવાદી અસીમ ઉમર અફઘાનિસ્તામાં ઠાર

Al-Qaeda terrorist Asim Omar killed in Afghanistan to spread terror in India

  • અમેરિકા અને અફઘાનિસ્તાનના જોઇન્ટ ઓપરેશનમાં સપ્ટેમ્બરમાં ઠાર મરાયો, સરકારે હવે જાહેર કર્યું 

Divyabhaskar.com

Oct 08, 2019, 08:25 PM IST

કાબુલ: અફઘાનિસ્તાનના અધિકારીએ કહ્યું છે કે અલકાયદા તરફથી દક્ષિણ એશિયા વિસ્તારમાં આતંક ફેલાવવા માટે નિમાયેલો ચીફ આતંકવાદી અસીમ ઉમર અમેરિકા અને અફઘાનિસ્તાનની સંયુક્ત રેડમાં ઠાર મરાયો છે. આ કાર્યવાહી સપ્ટેમ્બરમાં દક્ષિણી અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી હતી પરંતુ તેની ખરાઇ 8 ઓક્ટોબરના કરવામાં આવી છે.

અફઘાનિસ્તાન નેશનલ ડાયરેક્ટરેટ ઓફ સિક્યુરીટી(NDS)નું કહેવું છે કે ઉમર પાકિસ્તાની હતો પરંતુ અમુક રિપોર્ટ પ્રમાણે તેનો જન્મ ભારતમાં થયો હતો. 2014થી તેના આગમન બાદ તે ભારતમાં અલકાયદાની આતંકી પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યો હતો. 23 સપ્ટેમ્બરના મુસા કાલા જિલ્લામાં તાલિબાનના એક ઠેકાણા પર અમેરિકન-અફઘાન સંયુક્ત રેડમાં તેને ઢાળી દેવાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

NDSએ ટ્વીટ કરીને આ માહિતી જાહેર કરી છે. તેમાં કહેવાયું છે કે અસીમ સાથે અલકાયદાના બીજા 6 આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે જેમાંથી મોટાભાગના પાકિસ્તાની છે. આ ઓપરેશન 22 અને 23 સપ્ટેમ્બર વચ્ચે રાત્રે થયું હતું જેમાં અમેરિકાએ એર સપોર્ટ આપ્યો હતો. આ એરસ્ટ્રાઇકમાં 40 નાગરિકોના પણ મોત થયા હતા જે અંગે સત્તાવાર તપાસ કરવામાં આવશે.

NDSના કહેવા પ્રમાણે આ રેડમાં રેહાન નામનો એક આતંકી પણ માર્યો ગયો છે જે અલકાયદાના આતંકી ચીફ અલ ઝવાહીરીનો ખાસ માણસ હતો. આ રેડ અંગે અફઘાનિસ્તાનમાં અમેરિકન સુરક્ષાદળોએ કોઇ પ્રતિક્રિયા આપી નથી. તાલિબાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો બાદ અમેરિકા તેના ટ્રૂપ્સ અહીંથી પાછા લઇ જવા માગે છે જો અલકાયદા સાથે તાલિબાન છેડો ફાડી નાખે અને સુરક્ષાની ખાતરી અમેરિકાને મળી રહે.

X
Al-Qaeda terrorist Asim Omar killed in Afghanistan to spread terror in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી