ઇંડોનેશિયા / વાયુ પ્રદૂષણ ગંભીર સ્તર સુધી પહોંચ્યું, જકાર્તાના લોકો સરકાર પર કેસ કરશે

Air pollution reached a serious level. Jakarta's people will make a case against the government
X
Air pollution reached a serious level. Jakarta's people will make a case against the government

  • જૂન મહિનામાં જકાર્તા કેટલાંય દિવસો સુધી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું
  • સોશલ મીડિયામાં યુઝર્સે જકાર્તાના 2018 અને 2019ની ફોટોની સરખામણી કરી

Divyabhaskar.com

Jul 08, 2019, 12:18 PM IST

પાલેમબંગ : ઇંડોનેશિયાની રાજધાની જકાર્તા અત્યારે ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાથી ઘેરાઇ છે. આ વર્ષે જૂનમાં શહેરમાં ખરાબ એર ક્વૉલિટીનું સ્તર ઘણી વખત દિલ્હી અને બેજિંગ જેવા શહેરોથી પણ આગળ નીકળી  ગયું હતુ.
 

જૂનમાં પર્યાવરણની હાલત સૌથી ખરાબ

જકાર્તામાં રહેનારા લોકોએ તાજેતરમાં જ 2018 અને અમુક દિવસ પહેલાની તસવીર શેર કરી શહેરમાં વધેલા પ્રદૂષણની સરખામણી કરી. 25  જૂનના જકાર્તાનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ(એક્યુઆઇ) 240થી ઉપર જતો રહ્યો હતો. આ દરમિયાન લંડનનો એક્યુઆઇ 12 અને સેન ફ્રાન્સિસ્કોનો એક્યુઆઇ 26 હતો.

સરકારી કર્મચારીઓ, વેપારી અને કળાના ક્ષેત્રમાં કામ કરનારા લોકો સરકાર વિરુદ્ધ એક અભિયાનમાં ભાગ લઇ રહ્યાં છે. સરકાર વિરુદ્ધ કેસ કરવાનો અર્થ કે તે સીધો ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિ પર કેસ થશે. તે સિવાય સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય અને જકાર્તા, બાંતેન અને પશ્વિમી જાવાના ગવર્નરોને પણ કેસમાં સામેલ કરવામાં આવશે.

આ કેસને લડનારી સંસ્થા લીગલ ઇન્સ્ટિટ્યુટના વકીલ અયુ એજા ટિયારા પ્રમાણે મામલો દાખલ કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે સરકાર જૂની નીતિઓ  બદલીને વાયુ પ્રદૂષણથી નિપટવા નવી યોજના તૈયાર કરે.

4. ખરાબ એર ક્વૉલિટીનો સરકાર તરફથી ઇનકાર


2018માં જકાર્તાની એર ક્વૉલિટીને દક્ષિણ પૂર્વી દેશોમાં સૌથી ખરાબ ગણવામાં આવી હતી. જોકે સરકાર આ આંકડાઓ લગાતાર નકારતની આવી છે. જકાર્તાની પર્યાવરણ એજન્સીના અધ્યક્ષનું કહેવું હતું કે ગત વર્ષે હવાની ક્વૉલિટી ઘણી સારી હતી અને રિયલ ટાઇમ રિપોર્ટ ઘણી વખત ખોટા સાબિત થાય છે. જકાર્તાના ગવર્નર એનિએસ બસવેદાને વાહનોના લીધે આ સમસ્યા વધી હોવાનું જણાવ્યું હતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી