ચાલાકી / પાકિસ્તાન બાદ ચીનની નજર હવે ઈરાન પર, 280 અબજ ડોલરનું રોકાણ કરી 5000 જવાન તહેનાત કરશે

After PAK, now China's eye on Iran, 5000 jawans will be deployed with big investment

  • ચીન ઈરાનમાં અબજો રૂપિયાનું રોકાણ કરશે, 280 અબજ ડોલરના નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે 
  • ઈરાનમાં પ્રોજેક્ટની દેખરેખ માટે ચીન 5000 જવાન તહેનાત કરશે 

Divyabhaskar.com

Sep 10, 2019, 03:33 PM IST

બેઈજિંગઃ એક રિપોર્ટ પ્રમાણે ઈરાને ચીની સેનાના 5000 જવાનોને તેમની ધરા પર આવવાની મંજૂરી આપી દીધી છે. આ તમામ જવાનો ચીન દ્વારા કરવામાં આવી રહેલા 280 બિલીયન ડોલરના પ્રોજેક્ટ પર નજર રાખશે. યૂનાઈટેડ કિંગડમના પેટ્રોલિયમ ઈકોનોમિસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, ચીન ઈરાનમાં તેલ, ગેસ અને પેટ્રોલિયમના અન્ય ક્ષેત્રે મોટું રોકાણ કરી રહ્યું છે. જેમાં 280 અબજ ડોલરના નવા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, જેની સુરક્ષામાં ચીને પોતાના 5000 સૈનિક ઈરાનમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ માટે ઈરાને પણ મંજૂરી આપી દીધી છે.

પાકિસ્તાન બાદ હવે ચીનઃ ચીન પહેલા પાકિસ્તાનમાં પણ રોકાણ કરી ચુક્યું છે અને હવે તે દર વખતે પાકિસ્તાનનો સાથ આપતું જોવા મળે છે. પાકિસ્તાનમાં ચીન ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેમાં CPECથી માંડી બંદર બનાવવાનું કામ પણ સામેલ છે. ચીન-અમેરિકામાં ચાલી રહેલા ટ્રેડ વોર અને ઈરાન-અમેરિકામાં ચાલી રહેલી પરમાણુ ડીલ અંગેની નારાજગી વચ્ચે ઈરાન સાથે આ પ્રકારનો વ્યવહાર નવા સંબંધોને વેગ આપી રહ્યો છે.

2016માં ડીલ પર હસ્તાક્ષર કરાયા હતાઃ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જારિફે ચીનના પ્રવાસ દરમિયાન તેમણે ચીની વિદેશમંત્રી વાંગ લી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન 2016માં જ બન્ને દેશો વચ્ચે ડીલ પર હસ્તાક્ષર કરાયા હતા. પરંતુ તેને આગળ વધારવાનો નિર્ણય હવે કરાયો છે.

શરૂઆતમાં ચીન ઈરાનમાં ફેક્ટરી બનાવવા પર જોર આપશેઃ ચીનનું આ રોકાણ રાષ્ટ્રપતિ શી જિનપિંગના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો ભાગ છે. જે વન બેલ્ટ-વન રોડ હેઠળ બનાવાઈ રહ્યો છે. ચીને પાકિસ્તાનમાં પણ ઘણું મોટું રોકાણ કર્યું છે અને હવે તેની નજર ઈરાન પર છે. તેલના કુવા તરીકે ઓળખાતું ઈરાન આખી દુનિયાના દેશોને તેલ પુરુ પાડતું હતું પણ અમેરિકા દ્વારા લગાવાયેલા પ્રતિબંધો બાદ ઘણા દેશો ઈરાન સાથે વ્યાપાર કરવા માટે ખચકાઈ રહ્યા છે, પરંતુ ચીન આગળ વધીને વેપાર કરી રહ્યું છે.

પેટ્રોલિયમ ઈકોનોમિસ્ટના જણાવ્યા પ્રમાણે, ચીન હાલ 5 વર્ષના પ્લાન સાથે આગળ વધી રહ્યું છે પણ તેની નજર બન્ને દેશો વચ્ચેના 25 વર્ષના સાથ પર છે. જેથી મોટા પ્લાન પર કામ કરી શકાય. શરૂઆતમાં ચીનની નજર ઈરાનમાં ફેક્ટરીઓ બનાવવા માટેની હશે, જેના દ્વારા તે મજૂર વર્ગના લોકોને પોતાની સાથે જોડી શકે.

X
After PAK, now China's eye on Iran, 5000 jawans will be deployed with big investment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી