તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • After 11 Years In The US, Apply National Emergency For Health, It Will Get More Funds To Fight Corona, Have More Employees And Facilities.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં 11 વર્ષ બાદ હેલ્થ માટે નેશનલ ઇમરજન્સી લાગૂ, તેનાથી કોરોના સામે લડવા વધુ ફંડ મળશે, વધારે કર્મચારીઓ અને સુવિધાઓ હશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આ પહેલા 2009માં ઓબામાએ સ્વાઇન ફ્લૂના કારણે હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી
 • ઇમરજન્સી લાગૂ થવાથી ફેડરલ ગવર્મેન્ટ રાજ્યોને 3.69 લાખ કરોડ રૂપિયા આપી શકશે

ભાસ્કર રિસર્ચ ડેસ્ક: અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધી 2170 કેસ સામે આવ્યા છે અને 48 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાના વધી રહેલા કેસના કારણે અમેરિકામાં નેશનલ ઇમરજન્સી જાહેર કરી છે. આ ઇમરજન્સી સ્ટેફર્ડ એક્ટ અંતર્ગત જાહેર કરવામાં આવી છે. ઇમરજન્સી લાગૂ થયા બાદ ફેડરલ ગવર્મેન્ટ દેશના દરેક રાજ્યોને 50 અરબ ડોલર (લગભગ 3.69 લાખ કરોડ રૂપિયા) સુધીની મદદ આપી શકશે. આ પહેલા એપ્રિલ 2009માં સ્વાઇન ફ્લૂના લીધે બરાક ઓબામાએ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી. 
ટ્રમ્પે નેશનલ ઇમરજન્સી એક્ટ અંતર્ગત પણ તેને ઇમરજન્સી જાહેર કરી છે. તેનાથી હેલ્થ અને હ્યૂમન સર્વિસ ડિપાર્ટમેન્ટ સ્વાસ્થ્ય સુવિધાઓ, મેડિકલ અને અન્ય સુવિધાઓ માટે નિયમોને બદલી શકશે અથવા તો તેમાં છૂટ આપી શકશે. ઇમરજન્સી જાહેર થયા બાદ કોરોનાવાયરસથી લડવા માટે ફેડરલ ગવર્મેન્ટ પાસે વધારે ફન્ડ સાથે વધારાના કર્મચારીઓ અને સુવિધાઓ હશે.

સ્ટેફર્ડ એક્ટથી શું થશે ? લોકોને તાત્કાલિક નાણાકીય સહાયતા અને ઇલાજની સુવિધા મળશે, અસ્થાયી હોસ્પિટલ ખોલવામાં આવી શકે છે

 • સ્ટેફર્ડ એક્ટ અંતર્ગત અમેરિકાનું પ્રશાસન દેશના દરેક 50 રાજ્યો, નગરપાલિકાઓ, હોસ્પિટલ અને સામાન્ય લોકોને ઘણા પ્રકારની મદદ આપી શકે છે.
 • એસોસિએશન ઓફ સ્ટેટ એન્ડ ટેરિટોરિયલ હેલ્થ ઓફિશિયલ્સ પ્રમાણે સ્ટેફર્ડ એક્ટ અંતર્ગત અમેરિકાના લોકોને તાત્કાલિક નાણાકીય મદદ આપી શકાશે.
 • સામાન્ય લોકોને હાઉસિંગ અને ઇમરજન્સી સમયે મળનારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 • મહામારીમાં એક્ટના લાગૂ થવાથી ફેડરલ ગવર્મેન્ટ સમગ્ર દેશમાં નાગરિકોને સીધી ઇમરજન્સી ચિકિત્સા સુવિધા આપી શકે છે.
 • અસ્થાયી હોસ્પિટલ પણ ખોલવામાં આવી શકે છે.
 • અમેરિકાની સરકાર નાગરિકોને ભોજન, પાણી, દવા અને અન્ય સુવિધાઓ આપી શકે છે.
 • આ દરમિયાન ઉપયોગમાં આવનાર સાર્વજનિક સુવિધા કેન્દ્રોના ખર્ચાને સરકાર પરત કરી શકે છે. આવા સુવિધા કેન્દ્રોમાં હોસ્પિટલ, સ્કૂલ અને કસ્ટોડિયલ કેર ફેસિલીટી સામેલ છે.
 • સુવિધા કેન્દ્રોને ખર્ચાના 75 ટકા ફેડરલ ગવર્મેન્ટ અને 25 ટકા તેમના સંબંધિત રાજ્યોમાંથી મળે છે.

નેશનલ ઇમરજન્સી શું છે ? રાષ્ટ્રપતિ તેને કઇ વિશેષ કાર્યવાહી માટે લાગૂ કરે છે ?
અમેરિકામાં નેશનલ ઇમરજન્સી તે સ્થિતિ છે, જ્યારે સંઘીય સરકાર કોઇ વિશેષ કાર્યવાહી માટે તેને લાગૂ કરે છે. તેને સામાન્ય સ્થિતિમાં લાગૂ કરી શકાતી નથી. અલગ અલગ કાયદાકીય જરૂરિયાતો માટે 1976માં નેશનલ ઇમરજન્સી એક્ટને લાગૂ કરવામાં આવ્યો હતો. નેશનલ ઇમરજન્સી અમેરિકાના રાષ્ટ્રપતિ લાગૂ કરી શકે છે. 

કેટલી વખત લાગૂ થઇ ?અમેરિકામાં 44 વર્ષમાં અત્યાર સુધી 61 વખત નેશનલ ઇમરજન્સી લાગૂ કરવામાં આવી છે. તેમાંથી 34 હજુ પણ ચાલે છે.
એક્ટ આવ્યા બાદથી અત્યાર સુધી અમેરિકામાં અલગ અલગ વિષયો પર 61 વખત નેશનલ ઇમરજન્સી લાગૂ કરવામાં આવી છે. તેમાંથી 34 હજુ પણ ચાલુ છે. 27 ઇમરજન્સી રદ કરી દેવાઇ છે. રાષ્ટ્રપતિ દર વર્ષે આ ઇમરજન્સીની સમીક્ષા કરે છે, જરૂરિયાત ન હોવા પર તેને ખત્મ કરી નાખે છે અથવા તો ચાલુ રાખે છે. મોટાભાગની ઇમરજન્સી વિદેશી હિત, આંતરરાષ્ટ્રીય વિવાદ અને આંતરિક સંકટની સ્થિતિમાં જ લગાવવામાં આવી છે. ટ્રમ્પે ત્રીજી વખત ઇમરજન્સી લગાવી છે. આ પહેલા મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને નેશનલ ઇમરજન્સી જાહેર કરી હતી. 

કેટલા પ્રકારની ઇમરજન્સી છે ? અમેરિકામાં 136 પ્રકારની ઇમરજન્સી છે, અત્યાર સુધી માત્ર 60 લાગૂ થઇ છે
US નેશનલ ઇમરજન્સી એક્ટ અંતર્ગત અમેરિકાની સંસદ કોંગ્રેસને 136 પ્રકારની ઇમરજન્સી જાહેર કરવાની સત્તા છે. માર્ચ 2020 સુધીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધી 60 પ્રકારની નેશનલ ઇમરજન્સી લગાવવામાં આવી ચૂકી છે. અમેરિકામાં સૌથી વધારે ઇમરજન્સી ટ્રેડ, સેન્ક્શન અને મિલિટરીને લઇને લગાવવામાં આવી છે. પબ્લિક હેલ્થ, લીગલ અને હથિયારોને લઇને પણ ઇમરજન્સી લગાવવામાં આવી છે. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો