તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિસેફના મતે વૈશ્વિકસ્તરે પ્રત્યેક ત્રણ પૈકી એક બાળક કુપોષણ અથવા સ્થૂળતા ધરાવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનિસેફ: પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા આશરે 700 મિલિયન બાળકો પૈકી ત્રીજા ભાગના બાળકો કુપોષણ અથવા વધારે પડતા વજન (સ્થૂળતા) કે જીવન પર્યંત આરોગ્ય સંબંધિત સમસ્યાથી પિડીત છે, તેમ બાળકોમાં કુપોષણ અંગે યુનાઈટેડ નેશન્સ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. જો બાળકોને પૂરતું ભોજન નહીં લે તો તેઓનું જીવન પણ એકંદરે નબળુ જ રહેશે, તેમ યુનિસેફના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર હેનરીટ્ટ ફોરે જણાવ્યું હતું.  

આપણે આરોગ્યપ્રદ ભોજન માટેની લડતમાં સ્થિતિ ગુમાવી રહ્યા છીએ. આ સ્થિતિ ગરીબ અને મધ્યમ-આવક ધરાવતા દેશોમાં સવિશેષ જોવા મળે છે. વૈશ્વિક અર્થતંત્રને પ્રત્યેક વર્ષ કુપોષણનો આશરે 3.5 ટ્રીલિયન ડોલરનો બોજ પડે છે. વર્ષ 1990 થી 2015 દરમિયાન ગરીબ દેશોમાં આશરે 40 ટકા જેટલો ઘટાડો થયો હોવા છતાં હજું પણ આશરે 149 મિલિયન જેટલા ચાર વર્ષ અથવા મોટી ઉંમરના બાળકો કુપોષણનો ભોગ બને છે અથવા તો આરોગ્યની દ્રષ્ટિએ  માનસિક અને શારીરિક રીતે મુશ્કેલી ધરાવે છે. દાખલા તરીકે યુદ્ધગ્રસ્ત યમનમાં તમામ પ્રિ-સ્કૂલ બાળકો પૈકી 46 ટકા બાળકોને આ પ્રકારની વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તેમ વર્ષ 2013 થી 2018 ની આંકડાકીય માહિતીમાં જાણવા મળ્યું હતું.  વિશ્વભરમાં વધુ 50 મિલિયન બાળકો વેસ્ટીંગ, દુબળાપણા તેમ જ માંદગીનો સામનો કરી રહ્યા છે. 
 

બાળકોમાં પોષણની દ્રષ્ટિએ જાપાન અગ્રેસર
તમામ વર્ગજૂથમાં આશરે 800 મિલિયન કરતાં વધારે લોકો સતત ભૂખ્યા રહે છે અને અન્ય આશરે બે બિલિયન લોકો અયોગ્ય આહાર ટેવ, મેદસ્વીતા, હૃદય સંબંધિત બિમારીઓ તથા ડાયાબિટીસ રોગનો સામનો કરી રહ્યા છે. 
આ તમામ સ્થિતિથી તદ્દન વિપરીત જાપાનમાં શીશુ મૃત્યુ દર સૌથી ઓછો છે ત્યારે પાંચથી 19 વર્ષ વચ્ચે 14.42 ટકા બાળકો સ્થૂળતા ધરાવે છે, જે વિકસિત દેશોમાં સૌથી નીચો દર છે. નિષ્ણાતો જાપાનમાં બાળકોની તંદુરસ્તી અને પોષણના ઉચ્ચ સ્કોર માટે તેમની શાળાના લંચ પ્રોગ્રામ તથા આરોગ્યપ્રદ ભોજનને ક્રેડિટ આપે છે. 
 

કુપોષણ સામેની લડાઈમાં ક્લાઈમેટ ચેન્જ અવરોધરૂપ
કુપોષણ સામેની લડતમાં પ્રગતિ સાંધવામાં આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) અવરોધરૂપ હોવાની અહેવાલમાં ચિમકી આપાવમાં આવી હતી. 19મી સદીના અંતિમ સમયગાળાથી તાપમાનમાં થતા ફેરફારની કૃષિ ક્ષેત્રે નુકસાન કરી શકે છે. આગામી 70-80 વર્ષના સમયમાં પૃથ્વીની સપાટી પરનું તાપમાન બે અથવા ત્રણ ડીગ્રી વધી શકે છે.  હાર્વડ યુનિવર્સિટી ખાતેના સંશોધન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકોના મતે હવામાં કાર્બનડાયોક્સાઈડનું વધતુ પ્રમાણ આવશ્યક પોષક તત્વો તથા ઝીંક, આયર્ન અને વિટામીન બી સહિતના વિટામિન ધરાવતા ખાદ્ય પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો