વાવાઝોડુ / ફિલિપાઈન્સમાં વાવાઝોડાની અસરને પગલે આશરે બે લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

About 200,000 people were evacuated to safer places in the Philippines following the impact of the hurricane

Divyabhaskar.com

Dec 03, 2019, 11:59 AM IST

નેશનલ ડેસ્કઃ ફિલિપાઈન્સમાં ખૂબ જ શક્તિશાળી વાવાઝોડુ ત્રાટકે તે અગાઉ અગમચેતીના ભાગરૂપે તટીય અને પર્વતિય વિસ્તારોમાં વસવાટ કરતા આશરે 2,00,000 લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને પણ બંધ કરી દીધુ છે.

આ વાવાઝોડાને લીધે દેશમાં ભારે વરસાદને લીધે પૂર અને ભૂસ્ખલન જેવી ઘટના બનવાની શક્યતા છે. સ્થાનિક સત્તાવાળાઓએ દક્ષિણ લુઝોનના સંખ્યાબંધ સ્થળો પરથી આશરે 2,00,000 લોકોને સલામત સ્થળ પર ખસેડ્યા છે અને 35 જેટલા પ્રદેશોમાં વાવાઝોડને લગતી ચેતવણી આપી છે.

આ વાવાઝોડુ આજ બપોર સુધીમાં દેશની રાજધાની મનિલા નજીકથી પસાર થાય તેવી શક્યતા છે અને અધિકારીઓએ કહ્યું હતું કે શહેરના એક્યુઈનો ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્થાનિક સમય પ્રમાણે 11 વાગ્યાથી બાર કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રત્યેક વર્ષ આશરે 20 ટાઈફૂનનો સામનો કરે છે.

X
About 200,000 people were evacuated to safer places in the Philippines following the impact of the hurricane
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી