નિર્ણય / PM મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવનાર આતિશ અલી તાસીરનું OCI કાર્ડ રદ

Writer Aatish Taseer lose OCI card, to be banned from entering India

  • પાકિસ્તાની મૂળ હોવાની માહિતી છુપાવવાનો આરોપ
  • ભારતીય પત્રકાર તવલીન સિંહના દીકરા આતિશ અલી તાસીર

Divyabhaskar.com

Nov 08, 2019, 12:54 PM IST

નેશનલ ડેસ્ક: ભારત સરકારે લેખક અને પત્રકાર આતિશ અલી આસીરના ઓસીઆઈ (ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા) કાર્ડ રદ કરી દીધું છે. બ્રિટનમાં જન્મેલા લેક આતિશ અલી તાસીર પર પિતાના પાકિસ્તાની મૂળ હોવાની વાત છુપાવવાનો આરોપ છે. લોકસભા ચૂંટણી પહેલાં તાસીરે ટાઈમ મેગેઝીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આર્ટિકલ લખીને તેમને ડિવાઈડર ઈન ચીફ કહ્યા છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આતિશ અલી તાસીર ઓસીઆઈ કાર્ડ માટે અયોગ્ય થઈ છે. કારણકે ઓસીઆઈ કાર્ડ કોઈ એવી વ્યક્તિને ન આપવામાં આવે જેના માતા-પિતા કે દાદા-દાદી પાકિસ્તાની હોય અને તેમણે આ વાતને છુપાવીને રાખી હોય. તાસીરે સ્પષ્ટ રીતે મુખ્ય પાયાની શરતો પૂરી કરી નથી અને માહિતી છુપાવી છે. તાસીર પાકિસ્તાનના દિવંગત મેતા સલમાન તાસીર અને ભારતીય પત્રકાર તવલીન સિંહના દીકરા છે.

નાગરિકતા અધિનિયમ અંતર્ગત જો કોઈ વ્યક્તિએ દગાખોરીથી, જુઠ્ઠુ બોલીને અથવા સત્ય છુપાવીને ઓસીઆઈ કાર્ડ મેળવ્યું હોય તો ઓસીઆઈ કાર્ડ ધારક તરીકે તેનું કાર્ડ રદ થાય છે અને તેને બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવે છે. તે ઉપરાંત ભવિષ્યમાં તેના ભારતમાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવે છે.

શું છે ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા?
નાગરિકતા કાયદા અંતર્ગત ભારતમાં ડબલ નાગરિકતા માન્ય નથી. જોકે સતત ઉભી થતી માંગણીઓને ધ્યાનમાં રાખીને વિકલ્પ તરીકે ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયાનું કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. તેના દ્વારા ભારતીય મૂળના વિદેશી નાગરિકોને ભારતમાં વીઝા વગર આવવાની અને અનિશ્ચિત કાળ સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે. આતિશ તાસીર પણ ઓસીઆઈ કાર્ડધારક છે.

જવાબ માટે 24 કલાક આપ્યા હતા
ગૃહમંત્રાલયના પ્રવક્તાએ આ વાતનો ઈનકાર કર્યો છે કે, મોદી સરકાર વિરુદ્ધ ટાઈમ પત્રિકામાં આ આર્ટીકલ લખ્યા પછી તાસીરના ઓસીઆઈ કાર્ડને રદ કરવા વિશે વિચાર કરી રહી છે. ગૃહ મંત્રાલયના નિવેદન પર તાસીરે ટ્વિટ કરીને કહ્યું છે કે, તેમને જવાબ આપવા માટે 21 દિવસ નહીં પરંતુ 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

X
Writer Aatish Taseer lose OCI card, to be banned from entering India

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી