તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • A Month Ago There Were 1500 Cases And 200 Deaths On Corona In China, Only 11 Cases And 13 Deaths In The Last 24 Hours.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક મહિના પહેલા ચીનમાં કોરોનાના રોજ 1500 કેસ આવતા હતા અને 200 મોત થતા હતા, છેલ્લા 24 કલાકમાં માત્ર 11 કેસ અને 13 મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાવાયરસને ફેલાતો રોકવા માટે હુબેઇમાં 5 કરોડ લોકોને ઘરમાં લોકડાઉન કરવામાં આવ્યા
 • પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી, સ્કૂલ અને ઓફિસમાં રજા જાહેર કરાઇ

નવી દિલ્હી/બેજિંગ: જ્યારે વિશ્વના અન્ય દેશ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યા છે ત્યારે ચીનમાં જીવન ફરી પાટે ચડી રહ્યું છે. કારણ કે ચીને કોરોના વાયરસ પર મોટાભાગે નિયંત્રણ મેળવી લીધું છે. કોરોના પર કાબૂ મેળવવા માટે ચીને પહેલા ધડાધડ નવી હોસ્પિટલો બનાવી. જ્યારે વાયરસ વુહાન શહેર અને હુબેઇ પ્રાંતમાંથી ફેલાવાનો શરૂ થયો તો તેને સંપૂર્ણપણે લોકડાઉન કરી દીધા. સોશિયલ મીડિયા એપ્સ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું કે કઇ જગ્યાઓ પર જવું અને ક્યાં ન જવું. તેની અસર દેખાઇ રહી છે. WHO પ્રમાણે 16 ફેબ્રુઆરીએ ચીનમાં લગભગ 1900 કોરોના કેસ આવ્યા હતા અને 200થી વધુ લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં માત્ર 11 કેસ સામે આવ્યા છે અને 13 મોત થયા છે. ચીનમાં અત્યારે વિશ્વના 15 દેશોથી ઓછા કોરોના કેસ સામે આવી રહ્યા છે. ધીમે ધીમે લોકો કામકાજ પર જવાનું શરૂ કરી ચૂક્યા છે. 
ચીનમાં કોરોનાના ઘટી રહેલા કેસ અત્યારે અન્ય દેશો માટે કેસ સ્ટડી બની ગયા છે કે કેવી રીતે તેના પર નિયંત્રણ મેળવી શકાય. ચીનમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ચીફ રિપ્રઝેન્ટેટિવ અધિકારી ડેવિડ એકમેન કહે છે કે શી જિનપિંગ સરકારે દુનિયાના તમામ દેશોને જણાવ્યું કે કેવી રીતે કડક નિર્ણયથી દરેક મુશ્કેલીને આસાન બનાવી શકાય છે. તેના માટે ઇચ્છાશક્તિ અને ગુડ ગવર્નન્સ હોવું જોઇએ. ચીને આ વાયરસને અન્ય વિસ્તારોમાં ફેલાવાથી રોકવામાં ગજબનું કામ કર્યું છે. સરકારે અર્થવ્યવસ્થાને ફરી ગતિ દેવા અને લોકોના સ્વાસ્થ્યને સુરક્ષા દેવાની દિશામાં પણ ખુબજ સરસ સંતુલન બનાવ્યું છે. મને લાગે છે કે વિશ્વના ઘણા દેશોને ચીનના અનુભવથી શીખવું જોઇએ. 

વુહાનમાં કોરોનાવાયરસના ઇલાજ માટે બનાવવામાં આવેલી હોસ્પિટલ
વુહાનમાં કોરોનાવાયરસના ઇલાજ માટે બનાવવામાં આવેલી હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો