ભાસ્કર વિશેષ / 31 વર્ષ પછી દેશમાં 34 કરોડ વૃદ્ધો હશે, વસતી પણ સૌથી વધુ

divyabhaskar.com

Apr 18, 2019, 03:57 AM IST
After 31 years, there will be 34 million elderly in the country, the highest population also

 • સંયુક્ત રાષ્ટ્ર વસતી ભંડોળનો રિપોર્ટ રજૂ, 60 વર્ષના લોકોની સંખ્યા 20% વધી જશે
 • 2050માં આપણી વસતી 166 કરોડને પાર થશે, ચીન પણ પાછળ રહેશે


ન્યૂયોર્ક: ભારત 2050માં 166 કરોડની વસતી સાથે વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ થઈ જશે. ચોંકાવનારી વાત એ છે કે ત્યારે દુનિયામાં આપણે વૃદ્ધોના દેશ તરીકે પણ ઓળખાઈશું. આજના યંગ ઇન્ડિયામાં વૃદ્ધો (60 વર્ષથી વધુ)ની સંખ્યા હાલના 8 ટકાથી વધી 20 ટકા થઈ જશે. તેનું કારણ દેશની વસતીમાં યુવાનોની સંખ્યા ઘટવાને કારણે થશે.
સંયુક્ત રાષ્ટ્ર વસતી ભંડોળના એક અહેવાલ મુજબ 31 વર્ષ પછી 60 વર્ષની ઉંમર ધરાવતાં લોકોની સંખ્યા 34 કરોડ થશે. વધતી વસતી છતાં યુવાનોની વસતી વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વધુ રહેશે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ઝડપથી વસતી વધી રહી છે.
વસતી વૃદ્ધિદરને ધ્યાનમાં લેતાં એવું અનુમાન છે કે 2026 સુધીમાં દેશની વસતીમાં 37 કરોડ 10 લાખ લોકોનો વધારો થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે જો વસતી આ દરે વધતી રહેશે તો 2050 સુધીમાં બમણી થઈ જશે. હાલમાં ચીન દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે.
ચીનની વસતી 141 કરોડ 50 લાખની છે. ભારતની વસતી લગભગ 136 કરોડ છે. પરંતુ 2050 સુધીમાં ભારતની વસતી 161 કરોડને પાર થઈ જશે. જ્યારે ચીનની વસતી 142 કરોડ પર સ્થગિત થઈ જશે. પાકિસ્તાનને પણ વસતી હેરાન કરશે.
ભારતીય ઉપમહાદ્વીપમાં પાકિસ્તાનની વસતી સૌથી વધુ ઝડપે વધી રહી છે. યુએનના રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં 27-27 ટકા વસતી 0-14 વર્ષ અને 10-14 વર્ષની ઉંમરના લોકોની છે. જ્યારે દેશમાં 67 ટકા વસતી 15-64 વયજૂથની છે. દેશની 6 ટકા વસતી 65 વર્ષ કે તેથી વધુ વયના લોકોની છે.
2050માં આપણા માટે તમામ સવલતો બમણી કરવી એ સૌથી મોટો પડકાર હશે
ભારતમાં વય વધવાની પ્રવૃત્તિ વૈશ્વિક ટ્રેન્ડની રીતે જોવા મળે છે. યુએનએફપીએના અહેવાલે ભારત માટે ખતરાની ઘંટી વગાડી છે. દેશના અનેક રાજ્યોમાં વીજળી અને પાણીનું સંકટ સામાન્ય બાબત છે. તેવામાં વધતી વસતી આ મુશ્કેલીઓને કાબૂ બહાર કરી શકે છે. ભારતમાં હાલમાં પણ બસો, ટ્રેન, શાળા અને હોસ્પિટલમાં ભારે ભીડ રહેતી હોય છે. 2050ની અનુમાનિત વસતી માટે આ સવલત બમણી કરવી પડશે. રસ્તા વાહનોથી ઊભરાશે. પર્યાવરણ તંત્ર ધારાશાયી થશે. અપાર વસતીને રોટી, કપડાં, મકાન અને નોકરી પણ જોઈશે.
X
After 31 years, there will be 34 million elderly in the country, the highest population also
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી