અઝહર પ્રત્યેનો પ્રેમ / ચીન આતંકનો નવો આકા, મસૂદને બચાવ્યો

divyabhaskar.com

Mar 14, 2019, 01:32 AM IST
The love of Azhar rescues the new image of Chinese terror, Masood
X
The love of Azhar rescues the new image of Chinese terror, Masood

ન્યૂયોર્ક: પાકિસ્તાની સેનાની મદદથી ચાલી રહેલા આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરને ચીને દસ વર્ષમાં ચોથી વાર વૈશ્વિક આતંકી જાહેર થવાથી બચાવી લીધો છે. 

4 વાત સમજો, ચીન મસૂદને કેમ બચાવે છે

પાક.માં 7 લાખ કરોડનું રોકાણ લક્ષ્ય
1.પાકિસ્તાનમાં ચીન સીપેકમાં 55 અબજ ડોલર (3.8 લાખ કરોડ રૂ.)નું રોકાણ કરશે. આ સિવાય અનેક પ્રોજેક્ટ્સમાં 46 અબજ ડોલર (3.2 લાખ કરોડ રૂ.) ખર્ચ કરી ચૂક્યું છે. પાક.માં નોંધાયેલી વિદેશી કંપનીઓમાં સૌથી વધુ 77 ચીનની છે.
ભારતને ઘરઆંગણે ઘેરી રાખવું
2.ચીન ભારતને તેના સૌથી મોટું આર્થિક પ્રતિસ્પર્ધી માને છે. ચીન ઈચ્છે છે કે ભારત દક્ષિણ એશિયાના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન ન આપીને ઘરેલુ સમસ્યાઓમાં ગુંચવાયેલું રહે. તે મસૂદ વિરુદ્ધ જાત તો ભારત મજબૂત દેખાત.
મુસ્લિમો પર કાર્યવાહીમાં પાક.સાથે
3.ચીનમાં ઉઈગર મુસ્લિમો પર અનેક પ્રકારના પ્રતિબંધ છે. તે ખુલ્લામાં નમાજ પણ પઢી શકતા નથી. ઈસ્લામિક સહયોગ સંગઠનના દેશોમાંથી માત્ર પાક જ આ પ્રતિબંધોને યોગ્ય માને છે. તેથી ચીનને આ મોરચા પર પણ પાક.ની જરૂર છે.
US અને દલાઈ લામા પણ કારણ
4.ભારત અને અમેરિકાના સારા સંબંધ ચીન વિરુદ્ધ જાય છે. તેથી ચીને મસૂદ અઝહરને હથિયાર બનાવી લીધો છે. ભારત અઝહર મસૂદને જેવો સમજે છે, બરાબર તેવા જ ચીન ભારતમાં આશ્રય લેનાર દલાઈ લામાને માને છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી