ભાસ્કર ઈન્ટરવ્યૂ / દુનિયાભરમાં એવેન્જર્સની સફળતા વચ્ચે, વાંચો ફિલ્મના બંને સ્ક્રીનરાઈટર્સ સાથેની વાતચીત

Spacial Interview of avengers Directors
X
Spacial Interview of avengers Directors

DivyaBhaskar.com

May 05, 2019, 12:41 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ સ્ક્રીન રાઈટર ક્રિસ્ટોફર માર્કસ અને સ્ટિફન મૈકફિલીએ એવેન્જર્સ-ઈન્ફિનિટી વોર, એવેન્જર્સ એન્ડગેમ, કેપ્ટન અમેરિકાની ત્રણ ફિલ્મ, થોર: ધ ડાર્ક વર્લ્ડ સહિત માર્વેલ ટીવી સીરિઝ એજન્ટ કાર્ટર પણ લખી છે. વાંચો તેમની સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશ...

1

જેણે આયર્નમેનને માર્યો તેનો ઈન્ટરવ્યૂ

કેવી રીતે નક્કી કર્યું કે ઈન્ફિનિટી વોર અને એન્ડગેમની ખાસ ઘટનાઓ ક્યારે અને કેવી રીતે ઘટશે?

અમે ચપટી વગાડીને દુનિયા ખતમ કરી નાંખવાના દૃશ્યને સૌથી મોટી ઘટના ગણી. જો આ ઘટના પહેલા પાર્ટ એટલે કે ઈન્ફિનિટી વોરના અંતમાં ના થાત તો પહેલો પાર્ટ પૂરો થયેલો ના ગણાત.

જો અમે એ દૃશ્યને ફિલ્મની શરૂઆતમાં બતાવ્યું હોત તો બાકીની ફિલ્મમાં બ્રહ્માંડને ખતમ કરવા સિવાય કશું બતાવવાનું ના રહેત. બીજા પાર્ટમાં સૌથી મહત્ત્વનું દૃશ્ય અમે એ ગણ્યું કે જેમાં તમામ પાત્રો લડાઈ માટે પાછાં આવી જાય છે. અમે બીજી ફિલ્મમાં કેપ્ટન અમેરિકા, આયર્નમેન, થોર અને હલ્ક જેવા સુપરહીરોને જીવતા બતાવ્યા. જો તમે બ્લેક પેન્થર અને ડોક્ટર સ્ટ્રેન્જના ચાહક છો તો ફિલ્મમાં તમારે રાહ જોવી પડે છે. બધાને ખુશ નથી રાખી શકાતા. 

 

આયર્નમેનની સફર પૂરી થઈ ગઈ, તેને મારી નાખ્યો?

અમને બધાને લાગતું હતું કે, ટોની સ્ટાર્કનું કામ પૂરું થઈ ગયું છે. અમારા પાસે એવું નહીં કરવાનું કોઈ મોટું કારણ નહોતું. આયર્નમેનને એક પરફેક્ટ રિટાયરમેન્ટ આપવા તેનાથી ઉત્તમ તક ન હતી. તે પણ ફિલ્મમાં જ.  આયર્નમેન હંમેશા આવું જ જીવન ઈચ્છતો હતો. આ કોઈ ટ્રેજેડી નથી. આ એક હીરોના જીવનનો અંત છે. 

 

તમારી ટીમે એન્ડગેમમાં જીવિત કરેલાં પાત્રોને કેવી રીતે પસંદ કર્યાં હતાં?

અમે ઈચ્છતા હતા કે કેપ્ટન અમેરિકા અને આયર્નમેન અડધું બ્રહ્માંડ ખતમ કર્યા પછી તેની અસરો વચ્ચે સંઘર્ષ કરતા દેખાય. એટલે અમે કેપ્ટન અમેરિકા અને નતાશાનું પાત્ર પહેલા પાર્ટમાં ઓછું રાખ્યું હતું. તેમને બીજા પાર્ટમાં વધુ બતાવ્યા. ગાર્ડિયન જેવાં પાત્ર પહેલા પાર્ટમાં વધુ દેખાયાં. થોરને અમે બંને પાર્ટમાં બતાવ્યો. થોરને અગાઉ કેટલાક લોકો કંટાળાજનક સમજતા હતા એટલે આ વખતે અમે તેને વધુ મનોરંજક બતાવ્યો. 

 

માર્વેલનું શું કોઈ એવું પાત્ર છે જેને તમે આમાં લાવવા ઈચ્છતા હતા, પરંતુ ના લાવી શક્યા?
અમે ધ લિવિંગ ટ્રિબ્યુનલને પણ આમાં લાવવા ઈચ્છતા હતા. તેના માટે અમે એક દૃશ્ય પણ લખ્યું હતું કે, તે ટાઈટન ફાઈટના દૃશ્યમાં એન્ટ્રી કરશે, પરંતુ પછી અમને તે ફિટ ના લાગ્યું. તેના ત્રણ માથાં હોય એ દૃશ્ય આર્કિટેક્ચરમાં પણ ફિટ નહોતું બેસતું. 

 

એવું કોઈ દૃશ્ય છે જે તમે લખ્યું પરંતુ ફિલ્મમાં ના લઈ શક્યા?

ક હતું, જેમાં યુદ્ધ ત્રણ મિનિટ થંભી જાય છે. તમામ સુપરહીરો નક્કી કરે છે કે, કોણ શું કરશે? પછી અમને લાગ્યું કે, આટલા સુપરહીરો વચ્ચે આ પ્રકારની વાત નેચરલ નહીં લાગે. લડાઈની વચ્ચે આવી વાતચીતનો પ્લોટ અમને યોગ્ય ના લાગ્યો.

2

જેમણે આયર્નમેનને જન્મ આપ્યો તેમની કહાની

જેમણે આયર્નમેનને જન્મ આપ્યો તેમની કહાની

આ છે જ્હોન અન્ડરકોફલર. તેઓ ફિલ્મોના સાયન્ટિફિક કોન્સેપ્ટ પર કામ કરે છે. 2008માં આવેલી ફિલ્મ ‘આયર્નમેન’માં એઆરસી રિએક્ટરનો કોન્સેપ્ટ તેમનો જ હતો. તેનાથી જ આયર્નમેનનો સૂટ અને તેના સૂટને એનર્જી મળે છે. તેને પહેર્યા પછી ટોની સ્ટાર્ક આયર્નમેન બની જાય છે. એ પહેલા 2003માં હલ્ક ફિલ્મ આવી હતી, તેમાં હલ્કના જન્મનો કોન્સેપ્ટ પણ તેમનો જ હતો.

 

જ્હોન એમઆઈટીના વિદ્યાર્થી છે અને ઓબલોન્ગ ઈન્ડસ્ટ્રીઝના માલિક છે. તેમણે સૌથી પહેલા વર્ષ 2002માં આવેલી સ્ટિવન સ્પિલબર્ગની ફિલ્મ ‘માઈનોરિટી રિપોર્ટ’ માટે ટેક્નિક વિકસાવી હતી. તેમાં ટોમ ક્રૂઝને જે ઈન્ટરફેસ પર કામ કરતા બતાવાયા છે, તેને તેમણે જ ડિઝાઈન કર્યો હતો. એ ઈન્ટરફેસ એટલું રિયલ હતું કે, તેમને નોકરી માટે અનેક કંપનીઓના કોલ આવવા લાગ્યા હતા.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી