સંશોધન / ઈઝરાયલી વિજ્ઞાનીઓએ કેન્સરની દવા શોધી કાઢી, ઉંદર પર પ્રયોગ સફળ

Divyabhaskar.com

Feb 01, 2019, 07:58 AM IST
Israeli scientists find cancer medication

 • આ દવા સફળ થશે તો 2020 સુધીમાં કેન્સરને સંપૂર્ણપણે ડામી શકાશે

જેરુસલેમ: ઈઝરાયલના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેમણે કેન્સરને જડમૂળથી મટાડી દેતી દવા શોધી કાઢી છે અને તે પરીક્ષણના આખરી તબક્કામાં છે. ઉંદર પર કરાયેલા પ્રયોગ સફળ થયા છે. તેમનો દાવો છે કે જો આ દવા સફળ થશે તો 2020 સુધીમાં કેન્સરને સંપૂર્ણપણે ડામી શકાશે.

કેન્સરને કારણે જીવ ગુમાવતા લાખો લોકોને રાહત મળશે


ફોર્બ્સના એક અહેવાલ અનુસાર ડબ્ડમુટાટો નામથી જ એનોલ્યુશન બાયોટેકનોલોજીકલ કંપની સાથે જોડાયેલા વિજ્ઞાનીઓએ આ દવાનું સંશોધન કર્યું છે. કંપનીના ચેરમેન ડેન એરિડોરે ધ જેરુસલેમ ટાઈમ્સને કહ્યું હતું કે તેમની દવા પ્રથમ દિવસથી જ અસર બતાવશે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. તે બજારમાં મળતી અન્ય દવા કરતાં સસ્તી છે. મુટાટો કેન્સરને ટાર્ગેટ કરે છે તે પેપ્ટીડેશ અને યુનિક ટોક્સિનનું મિશ્રણ છે. જે માત્ર કેન્સરના સેલને ટાર્ગેટ કરે છે. તેનાથી હેલ્ધી સેલ્સને કોઈ નુકસાન થતું નથી. 2019ના અંત સુધીમાં તેની માણસ પર ટ્રાયલ લેવાશે. જો તે સફળ થશે તો કેન્સરને કારણે જીવ ગુમાવતા લાખો લોકોને રાહત મળશે.

X
Israeli scientists find cancer medication
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી