ઇસ્લામાબાદ / પુલવામા પછી ભારતની કડકાઈની પાકિસ્તાનમાં અસરઃ દૂધ રૂ.180 લિટર, મોંઘવારી 7% વધી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ભારત સાથે 1000 વર્ષ સુધી યુદ્ધની વાત કરનાર પાક.ની આ છે હાલત

Divyabhaskar.com

Apr 15, 2019, 02:39 AM IST

ઇસ્લામાબાદ: પુલવામા હુમલા પછી બદલાયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાનમાં મોંઘવારી દરમાં 4 ગણો વધારો થઈ ગયો છે. દૂધ 120થી 180 રૂપિયા લિટરે અને ટામેટા જેવી શાકબાજી 150 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે. આતંકી હુમલાના દિવસે 14 ફેબ્રુઆરી પહેલાં પાક.માં મોંઘવારી દર 2.2 ટકા હતો. તેના 58 દિવસ પછી હવે 9.4 ટકા છે. મોંઘવારીના કારણે લોકો પરેશાન છે. ખાવા-પીવાની વસ્તુઓની સાથે દવાઓ પણ મોંઘી થઇ ગઇ છે.

જેને પગલે ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ શનિવારે કરાચી, લાહોર અને પેશઆવરમાં 28 દવા કંપનીઓના ઠેકાણે દરોડા પાડ્યા હતા. ગોડાઉનોમાંથી 83 પ્રકારની દવાઓ જપ્ત કરી તેમની સામે કેસ નોંધવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં દવા ઉદ્યોગ 90 લાક કરોડ રૂપિયાનો છે.મોંઘવારી દર 9.4% વર્ષે 6.97%ના દરે વધારો, બેંક વ્યાજદર 10.75% પાક.ના સરકારી આંકડા મુજબ માર્ચમાં મોંઘવારી દર 9.4 ટકા સુધી પહોંચી ગયો. જુલાઇથી માર્ચ દરમિયાન સરેરાશ મોંઘવારી દર વર્ષે 6.97 ટકા વધી છે. જ્યારે બેંક વ્યાજદર 10.75 ટકા છે.

સરકાર નહીં માની તો એસો.ને જાતે જ વસ્તુઓના ભાવ વધારી દીધા: પાક.માં 58 દિવસોમાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. પાકિસ્તાની અખબાર ધ ડોન મુજબ દૂધના સરકારી ભાવ 94 રૂપિયા નક્કી કરાયા છતાં મોટાભાગના વેપારીઓ 120થી 180ના ભાવે દૂધ વેચી રહ્યા છે. ડેરી એસોસિએશને કહ્યું કે સરકારને ભાવ વધારવા અનુરોધ કર્યો હતો. પરંતુ સરકાર ન માની તો તેમણે જાતે ભાવ વધારો કરી દીધો. તેમને ત્યાં દરાડા પાડી સરકારે 11 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે.

ભારતે ડ્યૂટી વધારી તેની અસર થઈ: ભારતે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલા પછી પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જા છીનવી લીધો હતો અને પાક.ની વસ્તુઓ પર 200 ટકા ડ્યૂટી લગાવી દીધી હતી. જેની અસર ત્યાંની મોંધવારી પર પડી છે.

માત્ર 6 સપ્તાહ માટેનું વિદેશી ભંડોળ બચ્યુંઃ પાકિસ્તાન વિદેશી ભંડોળ ઘટતા વિદેશી દેવા સામે ઝઝૂમી રહ્યું છે. તેની પાસે માત્ર 6 સપ્તાહ જેટલું 8 અબજ ડોલર વિદેશી ભંડોળ પડ્યું છે. જે વિશ્વ બેંકના લઘુત્તમ સ્તર કરતા ઓછું છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી