પેરિસ / ભારતની પાક. પર વધુ એક મોટી રાજદ્વારી જીત, ફ્રાન્સ મસૂદ અઝહરની સંપત્તિ સીઝ કરશે

Divyabhaskar.com

Mar 16, 2019, 12:56 AM IST
મસૂદ અઝહરની ફાઈલ તસવીર
મસૂદ અઝહરની ફાઈલ તસવીર
X
મસૂદ અઝહરની ફાઈલ તસવીરમસૂદ અઝહરની ફાઈલ તસવીર

 • ફ્રાન્સના પાંજરામાં ચીની પપેટ મસૂદ
 • ફ્રાન્સે કહ્યું- મસૂદને એક-એક પૈસા માટે મજબૂર કરીશું 
 • પણ પાક.ની પૂંછડી વાંકી- મસૂદની ધરપકડનો ઈનકાર

પેરિસ: ફ્રાન્સ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની પોતાને ત્યાંની તમામ સંપત્તિઓ જપ્ત કરશે. આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઇના સમર્થનમાં ફ્રાન્સે શુક્રવારે મસૂદની ફ્રાન્સ ખાતેની બધી જ સ્થાવર-જંગમ સંપત્તિઓ દેશના નિયમ-કાયદા અનુસાર જપ્ત કરવા સહિતના નાણાકીય પ્રતિબંધોની જાહેરાત કરી. પાકિસ્તાનમાં છુપાયેલા મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પ્રસ્તાવ તાજેતરમાં ચીને ચોથી વાર અટકાવ્યો. ફ્રાન્સ મસૂદને યુરોપીય સંઘની આતંકીઓની યાદીમાં નાખવા અંગે પણ ચર્ચા કરશે.

ફ્રાન્સે સ્પષ્ટ કર્યું છે કે તે જૈશને એક-એક પૈસા માટે મજબૂર બનાવી દેશે
1.

દરમિયાન, પાકિસ્તાને કહ્યું છે કે તે પુલવામા હુમલામાં મસૂદની સંડોવણીના નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી તેની ધરપકડ નહીં કરે. પાકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો છે કે હુમલા અંગે ભારતે સોંપેલા ડોઝિયરની ગૃહ મંત્રાલયની વિવિધ એજન્સીઓ સાથે ગહન સમીક્ષા કરાઇ છે,

પણ તેમાં મસૂદ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી. સૂત્રોના કહેવા મુજબ ડોઝિયરમાં મસૂદ ઉપરાંત તેના પુત્ર હામિદ અઝહર અને ભાઇ અબ્દુર રઉફ સહિત 22 આતંકીની સંડોવણી હોવાનું જણાવાયું છે.

2.

ફ્રાન્સે સ્પષ્ટ કર્યું છે કે તે જૈશને એક-એક પૈસા માટે મજબૂર બનાવી દેશે. ચીને વિટો વાપરતા ફ્રાન્સ ભારે અકળાયું છે. અત્યાર સુધીમાં ફ્રાન્સ અનેક ત્રાસવાદી હુમલાનો ભોગ બની ચૂક્યું છે. આથી આ વખતે પણ ફ્રાન્સે જ મસૂદને આતંકી જાહેર કરવા માટે અગ્રણી ભૂમિકા ભજવી હતી. પરંતુ ચીને વિટો વાપરતાં ફ્રાન્સની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

આથી હવે ફ્રાન્સ સરકારે તેના દેશમાં રહેલી જૈશ-એ-મહોમ્મદની તમામ સંપત્તિ ફ્રીઝ કરવાનું નક્કી કર્યું છે. ભારત માટે આ એક મોટી રાજદ્વારી જીત ગણવામાં આવે છે. આ અગાઉ અન્ય દેશો પણ મસૂદ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી ચૂક્યા છે.

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી