ભાસ્કર વિશેષ / મીટૂ પછી ‘કુટૂ’, જાપાનમાં હાઈ હીલ્સ વિરુદ્ધ અભિયાન

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • જાપાનની અભિનેત્રી યુમી ઈશિકાવાએ વેબસાઈટ પર અરજી કરી, 15 લાખ લોકો જોડાયા 

Divyabhaskar.com

Mar 15, 2019, 01:53 AM IST

ટોક્યો: જાપાનમાં મહિલાઓને ઓફિસમાં ફરજિયાત હાઈ હીલ્સ પહેરવી પડે છે. આ કારણસર અનેક મહિલાઓ ખાસ્સી પરેશાન છે કારણ કે, એડી અને પગમાં દર્દની ફરિયાદ સતત વધી રહી છે. દુ:ખાવાના કારણે ઓફિસમાં કામ કરવામાં પણ ક્યારેક મન નથી લાગતું. બસસ્ટોપ પર પણ મહિલાઓ આ વિશે ચર્ચા કરતી જોવા મળે છે. આ મુશ્કેલીઓ જોઈને 32 વર્ષીય અભિનેત્રી અને મોડલ યુમી ઈશિકાવાએ એક અભિયાન છેડ્યું છે.

1. 15 હજાર લોકોએ સમર્થન કર્યું
જાન્યુઆરીમાં તેમણે  રોજે એક ટિ્વટ કરીને વિરોધ શરૂ કર્યો હતો, જેના જવાબમાં લાખો મહિલાઓએ એ રિ-ટિ્વટ કરી અને લાઈક્સ પણ કર્યા. બે મહિના સુધી યુમીએ સોશિયલ મીડિયા પર આ અભિયાન ચલાવ્યું.
જાપાનમાં આ મુદ્દાએ હવે આંદોલનનું રૂપ લઈ લીધું છે. પુરુષો પણ તેના સમર્થનમાં છે. આ અભિયાનની સફળતાને જોતા યુમીએ એક અઠવાડિયા પહેલાં એક વેબસાઈટ પર અરજી પણ દાખલ કરી છે, જેનું 15 હજાર લોકોએ સહી કરીને સમર્થન કર્યું છે. 
જાપાનમાં મોટા ભાગની કંપનીઓ અને જાહેર ક્ષેત્રોની સંસ્થાઓમાં કર્મચારીઓ માટે ડ્રેસકોડ લાગુ કરાયો છે. આ કોડ હેઠળ પુરુષોએ સૂટ અને ડાર્ક શૂઝ, જ્યારે મહિલાઓએ સ્કર્ટ અને હાઈ હીલ્સ પહેરવા જરૂરી છે. યુમીનું કહેવું છે કે હું આ પરંપરા ખતમ કરવા માંગુ છું. આ માટે જ મેં ‘મીટૂ’ હેશટેગની તર્જ પર ‘કુટૂ’ ચલાવ્યું હતું. જાપાનીઝ ભાષામાં ‘કુત્સૂ’નો અર્થ ‘જૂતાં’ થાય છે. દર્દ સાથે જોડીને મેં આ અભિયાનનું નામ ‘કુટૂ’ રાખ્યું.
આ અભિયાનમાં લોકોનું સમર્થન મેળવવા યુમીએ વિધિસરની અરજી દાખલ કરી છે. તેઓ લિંગભેદ જ ખતમ કરવા માગે છે. આ અભિયાનમાં 25 હજારથી વધુ લોકોને જોડીને યુમી સાબિત કરવા માંગે છે કે, મહિલાઓ પર આ પ્રકારની સખતાઈ હવે ખતમ થવી જોઈએ.
4. પુરુષોએ કહ્યું: અમને ક્લિનશેવમાંથી આઝાદી આપો
જાપાનની ઓફિસોમાં મહિલાઓને ફરજિયાત હાઈ હીલ્સ પહેરવામાંથી મુક્તિ અપાવવા ચાલી રહેલા અભિયાનમાં પુરુષોએ પણ રસપ્રદ સૂચનો કર્યાં છે. એક યુઝરે લખ્યું હતું કે અમે આ અભિયાનના સમર્થનમાં છીએ, પણ અમને ક્લિનશેવ રાખવામાંથી મુક્તિ મળવી જોઈએ. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, મહિલાઓ હાઈ હીલ્સ પહેરવાનું બંધ કરે અને પુરુષો જૂતાં પહેરવાનું. આ સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી