તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશમાં દુબઈ જઈ રહેલા એક વિમાનને હાઇજૅક કરવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિમાનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
વિમાનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું
  • ઢાકાથી દુબઈ જઈ રહેલા એક વિમાનને ચત્તોગ્રામના શાહ અમાનત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈઝેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

ઢાકા: બાંગ્લાદેશમાં રવિવારે રાજધાની ઢાકાથી દુબઈ જઈ રહેલા બીમાન બાંગ્લાદેશ એરલાઈન્સના એક વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ કરાયો હતો. ક્રૂએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. જો કે કમાન્ડોએ આ અપહરણકારને ઠાર માર્યો હોવાનું બાંગ્લાદેશ આર્મીએ જણાવ્યું છે. વિમાન જેવું લેન્ડ થયું કે તરત જ આર્મી, નેવી અને એલાઈટ પોલીસે તેને કોર્ડન કરી લીધું હતું. 

#UPDATE AFP: Bangladesh commandos stormed a passenger jet in the country's southeast and shot dead an armed man who allegedly tried to hijack the Dubai-bound flight, an army official told reporters

— ANI (@ANI) February 24, 2019

તમામ મુસાફરો, પાઈલટ અને ક્રૂને સલામત રીતે બહાર કઢાયા હતા. આ શંકાસ્પદ વ્યક્તિ બાંગ્લાદેશની જ હોવાનું બહાર આવ્યું હતું. આર્મી મેજર જનરલ રહેમાને કહ્યું કે તેણે શરણે આવવાનો ઇન્કાર કરતા કમાન્ડો એક્શનમાં આવી ગયા હતા અને 8 જ મિનિટમાં તેને ઠાર મરાયો હતો. અપહણકારને વાતોમાં વ્યસ્ત રાખીને સ્પેશિયલ ફોર્સને તૈયારીનો સમય અપાયો હતો. અપહરણકાર સતત વડાંપ્રધાન શેખ હસીના સાથે વાતચીત કરવાની માંગ કરી રહ્યો હતો. જો કે તેને આ દરમિયાન મુસાફરોને જવા દીધા હતા.

 

અપહરણકાર પાસે હેન્ડગન અને વિસ્ફોટકો પણ હતા. આટલા શસ્ત્રો સાથે આ વ્યક્તિ કેવી રીતે વિમાનમાં ઘૂસી ગઈ તેની તપાસ ચાલી રહી છે. આ શંકાસ્પદ વ્યક્તિ વિદેશી હોવાનું કહેવાય છે. તેની પાસે બંદૂક હતી તે જપ્ત કરી લેવાઈ છે. કોકપીટમાં ઘૂસવાનો તેનો પ્રયાસ પાઈલટે નિષ્ફળ બનાવ્યો હતો. બોઈંગ 737 વિમાન ઢાકાથી ઉડ્ડયન કરીને ચટગાંવના શાહઅમાનત ઇન્ટરનેશ એરપોર્ટ પર ઉતર્યું હતું. ત્યારબાદ ત્યાંથી ઉડ્ડયન કરીને અડધો કલાક પછી સાંજે 5.40 વાગે તેનું તાકિદનું ઉત્તરાણ કરાયું હતું.

 

વિમાનમાં 142 મુસાફરો હતા તે તમામને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. વિમાન જ્યારે શાહઅમાનત એરપોર્ટ પર ઉતરાયું ત્યારે બંદૂકધારી પાઈલટ પાસે બંદૂક તાકીને ઊભો હતો. કમાન્ડોએ વિમાન પર હુમલો કરીને અપહરણનો પ્રયાસ કરનાર શંકાસ્પદ વ્યક્તિને ઠાર માર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો